વાનગીઓનો આસ્વાદ – મિલન મહેતા

 [મુંબઈ સ્થિત શ્રીમતિ મિલનબેન મહેતાએ આ વાનગીઓ લખીને મોકલી આપવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર]

                                   આજે શ્રાવણ વદ એકમ

              આજનો સુવિચાર:- જે થયું તે સારૂં થયું, જે થવાનું છે એ પણ સારૂં જ થવાનું છે. ફળની આશા રાખ્યા વગર કર્મ કરે જા.

આજે ગુરૂવાર ગુરૂનો દિન તેમ જ સાઇબાબાનો દિન કહેવાય છે.

મેઘધનુષ આ વાનગીઓનાં રસથાળનાં વિભાગનું નામ આસ્વાદ નામ આપીશું.

               ચીઝી ડીપ

સામગ્રીઃ-

1] ચીઝ સ્પ્રેડ અથવા ખમણેલું ચીઝ
2] બટર
3] ટોમેટો

રીતઃ-

      આ ત્રણે સામગ્રી સરખા પ્રમાણમાં લો અને તેને મિક્સ કરી એક બાટલીમાં ભરી લો.. આને બ્રેડ, પરોઠાં, કટલેટ,ભજીયા કે બટાટાવડા કે રુચી પ્રમાણે ખાવ.

                           મસૂર બાસ્કેટ
સામગ્રીઃ-
1] એક વાડકી ફણગાવેલાં મસૂર
[મસૂરને પાંચથી છ કલાક ભીંજાવી રાખવા ત્યારબાદ તેને ધોઈને એક કપડામાં બાંધીને એક તપેલીમાં ઢાંકી રાખવા જેથી બીજે દિવસે સવાર સુધીમાં મસૂરને ફણગા ફૂટી નીકળશે.]
2] એક ઝીણો સમારેલો કાંદો
3] એક ઝીણું સમારેલું ટામેટું
4] એક ચમચો ઝીણી સમારેલી કોથમીર
5] ઝીણાં કતરેલાં મરચાં
6] સ્વાદનુસાર મીઠં, લાલ મરચું, લીંબુનો રસ અને ચાટ મસાલો
7] કેનેપ્સ બાસ્કેટ્સ

રીતઃ-

       ફણગાવેલાં મસૂરને બાફી લેવાં. બાફી લીધા પછી તેને કોરા કરવા. ત્યારબાદ મસૂરમાં મીઠું, લીંબુનો રસ,ચાટ મસાલો તથા મરચું ભેળવવા.આ મિશ્રણને કેનેપ્સ બાસ્કેટમાં ભરી તેની ઉપર સમારેલો કાંદો, સમારેલુ ટામેટું તથા મરચાની કતરી ભભરાવવી ને ખાવા.

                       મીની દાલ પકવાન [સિંધી વાનગી]
સામગ્રીઃ-
1] એક વાડકી પલાડેલી ચણાની દાળ
2] એક ચમચો તેલ
3] ચપટી હિંગ
4] સ્વાદાનુસાર મીઠું, મરચું, ગરમ મસાલો
5] મીઠી ચટણી
6] તીખી લીલી ચટણી
7]લસણની ચટણી
8] ઝીણા સમારેલાં કાંદા અને ટામેટાં
9] ઝીણાં સમારેલાં થોડાક ફુદીનાનાં પાન
10] સેવપૂરીની પૂરી

રીતઃ-

        પલાડેલી ચણાની દાળને નીતારીને સૂકી કરવી. એક તવામાં તેલ ગરમ કરવું અને તેમાં હિંગ નાખવી. તેલ ગરમ થાય ત્યારે તેમાં દાળ નાખવી. ત્યારબાદ તેમાં મીઠું, મરચું તથા ગરમ મસાલો નાખી થોડીવાર હલાવી તવો ગેસ પરથી ઉતારી લેવો. પૂરીની ઉપર આ દાળ મૂકવી. તેની ઉપર તીખી મીઠી અને લસણની ચટણી મૂકવી. તેની ઉપર ઝીણાં સમારેલા કાંદા અને ટામેટાં ભભરાવવા. અને ઝીણાં સમારેલાં ફુદીનાનાં પાન મૂકવા.

                                        ૐ નમઃ શિવાય

Advertisements

4 comments on “વાનગીઓનો આસ્વાદ – મિલન મહેતા

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s