લોક ગીતો

                      આજે શ્રાવણ વદ બીજ
 
     આજનો સુવિચાર:- તમે જેવા છો તેનો સ્વીકાર કરો બીજાની નકલ કરવાનો પ્રયત્ન કરશો નહી.

                            આજે શુક્રવાર, માતાજીનો દિવસ.

                  નમો દેવ્યૈ મહાદેવ્યૈ શિવાયૈ સતતં નમઃ
                 નમઃ પ્રકૃત્યૈ ભદ્રાયૈ નિયતા પ્રણતા સ્મતામ

     ગામનાં પાદરે એક વડલો હોય અને વડલાની છાંયે બેસીને મોટેરાંઓ અલક મલકની વાતો કરતાં હોય અને એકબીજાને વાત્યુનું આદાન પ્રદાન થતું હોય આવી સુંદર વાતો એજ તો આપણું લોકસાહિત્ય..
   મેઘધનુષનાં આ લોકસાહિત્યનાં આ વિભાગનું નામ વડલો.વડલો એટલે લોકસાહિત્ય


   આજે આપણે લોકગીતો મ્હાલશું.

મોરલો બોલ્યો બોલ્યો રે, મારા મહીયરનો
મારા મહીયરનો, મારા પિયરનો —–[2]
                          -મોરલો બોલ્યો

મોરલા તને છૂટું જમાડીશ ચુરમું —– [2]
હે, ઉપર ખોબલે પીરસું ખાંડ મોરલો —- [2]
                       -મોરલો બોલ્યો

મોરલા તું તો રંગે રૂપે સોહામણો ——[2]
હે તારો, સર્વો લાગે જોને સાદ મોરલો—-[2]
                ——- મોરલો બોલ્યો

મોરલા તારી સોને મઢાવું પાંખડી———[2]
હે તારી, હીરલે જડાવું જોને ચાંચ મોરલો—-[2]
———મોરલો બોલ્યો

Continue reading