આજે શ્રાવણ સુદ છઠ [રાંધણ છઠ]
આજનો સુવિચાર:- બીજાની સફળતા પચાવવી અઘરી છે. બીજાની સફળતા જોઇ ઇર્ષા કરનાર હંમેશા તેમાં જ ડૂબેલો રહે છે.
મહામૃત્યુંજય મંત્ર
ૐ ત્રયંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિ વર્ધનમ્
ઊર્વારૂકમિવબંધનાન મૃત્યોર્મુક્ષીય મામૃતાત
કૈલાસ લિંગ રૂપે
આજે શ્રાવણ મહિનાનો તૃતીય સોમવાર.
ભારતમાં ભાગ્યે જ કોઈ એવું ગામ હશે જ્યાં શિવલિંગ નહી હોય અને તેનુ પૂજન નહી થતું હોય ! મૂર્તિપૂજા પ્રચલિત થતાં પૂર્વે શિવલિંગની પૂજા થતી હતી. રોમમાં ‘પ્રિયેપસ’, યુનાનમાં ‘ફલ્લુસ’ અને મિસરમાં ‘ઈશી’નાં નામે શિવલિંગનું પૂજન થતું હતું. ‘મોહેન-જો-ડેરો અને હડપ્પા’ની સંસ્કૃતિમાંથી પણ શિવલિંગ નીકળ્યા છે. જોકે કાળક્રમે સંસ્કૃતિ બદલાતા શિવલિંગ પૂજા લૂપ્ત થતી ગઈ. ભારતે આ પ્રથા ચાલુ રાખી આ પૂજાની મહત્તા વધારી છે. પ્રાચીનકાળથી આપણે ત્યાં રુદ્રને ‘રાષ્ટ્રદેવ’ તરીકે સ્વીકારવામાં આવ્યાં છે.
શિવલિંગનાં આકાર અને પ્રસ્થાપિત મંદિરને ધ્યાનમાં રાખીને લોકોમાં એક ભયંકર પ્રચલિત માન્યતા સ્થિત કરી ગઈ છે કે શિવલિંગ પૂજા એક લિંગ અને યોનીનુ પૂજન છે પરંતુ એ સત્ય નથી. શું આપણાં હિંદુધર્મી એટલાં મૂરખ થોડાં છે કે દેવોનાં જનનેનદ્રિયનું પૂજન કરે? કોઈપણ બુધ્ધિશાળી વ્યક્તિને આ વાત ગળે ન ઉતરે.
પ્રાચીન સમયમાં ઉલ્કાઓ ગોળાકાર કે લંબગોળાકાર પથ્થરો ધરતી પર પડતી. આ પથ્થરોને પરમાત્માની નિશાની સમજીને તેની પૂજા કરવાની શરૂઆત થઈ હતી. પથ્થર કલ્યાણકારી છે એટલે તે શિવ તરીકે ઓળખાતો અને તે પરમાત્માની લિંગ હોવાથી તેને શિવલિંગ કહેતા આમ આવી ઉલ્કાઓમાંથી બનેલાં શિવલિંગને પૂજવા લાગ્યા. વહેતી ધારા અને મોજાને કારણે ઘસાઈને શિવલિંગ આકારના લંબગોળ ચમકતા પથ્થર તથા સ્ફટિક મળી આવ્યા જે સ્વયંભૂ શિવલિંગ તરીકે ઓળખાય છે. Continue reading