સ્વાતંત્ર્ય દિન

          આજની તિથી શ્રાવણ વદ સાતમ [ટાઢી સાતમ અથવા શીતળા સાતમ]    આજનો સુવિચાર:- પ્રભુએ જેનો સ્વીકાર કર્યો છે તે અવંદનીય પણ વંદનીય થઈ જાય છે.

           આજે પંદરમી ઑગષ્ટ, આપણી સ્વાતંત્ર્ય દિન.

 

         આમ તો આપણે સૈકાથી સ્વતંત્રતા માટે લડતા આવ્યાં છીએ અને જ્યારે સ્વતંત્રતા પામીએ છીએ તો એ દિવસ આપણે મનાવતા હોઈયે છીએ. પુરાણકાળમાં આસુરી તત્વો સામે પ્રહલાદની લડાઈ પોતાના પિતાની સામે હતી જેની જીત રૂપે આપણે ધૂળેટી રૂપે ઉજવીયે છીએ. રામાવતાર પણ આસુરી તત્વ સામે લડત રૂપે હતો. રાવણ એક આસુરી તત્વ અને એની સામે વિજય એ વિજયાદશમી જેની આપણે ઉજવણી કરીયે છીએ. અરાજકતા અને અનીતિ સામેની લડત મહાભારતમાં પણ થઈ હતી. જેનાં પ્રતિકરૂપે આપણે ગીતાજયંતી રૂપે ઉજવીયે છીએ. આવી રીતે આધુનિક યુગમાં સો સો વર્ષોની લડત પછી આપણનેમળેલી આજની આઝાદીને આપણે પંદરમી ઑગષ્ટના રૂપે ઉજવીએ છીએ. આજે આઝાદીનાં ઓગણસાઠ વર્ષ પૂરા થયાં. ભલે આઝાદીનાં શરૂઆતનાં વર્ષોમાં આઝાદીનો રંગ લોકોને ચઢ્યો હતો પણ આટલા વર્ષો પછી લોકોમાં ભ્રષ્ટાચારનો રંગ ચઢ્યો છે. પ્રભુ જ જાણે આ રંગ ક્યારે ઉતરશે? આપણાં સમાજના તન, મન, ધન અને દરેક ક્ષેત્રમાં ભ્રષ્ટાચાર ભર્યો છે.ક્યારે મળશે આમાંથી આઝાદી????????

    આઝાદી એ વીરરસનો પ્રકાર ગણાય. આપણાં ઈતિહાસમાં કેટલાંય વીરલાઓ આઝાદીની લડત લડતા લડતા વીરગતી પામ્યા છે. જેવાં કે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ, શિવાજી મહારાજ, મહારાણા પ્રતાપ, આધુનિક જમાનાનાં મહાત્મા ગાંધી, ભગતસિંગ, જવાહરલાલ નહેરુ, લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ, બાલ ગંગાધર તિલક વગેરે અનેક મહાનુભૂતિઓ છે. શું આપણે એ વીરરસ ટકાવી રાખવા સક્ષમ છીએ ખરાં???????????

    સારે જહાઁસે અચ્છા હિંદુસ્તાન હમારા બનાવવાનો પ્રયત્ન શું આજની પેઢી કરશે ખરી?

આજે આ વીરરસ સમુ ગીત મ્હાલીયે.

વંદે માતરમ
સુજલાંમ સુફલાં મલયજ શીતલાંમ
શસ્ય શ્યામલાં માતરમ …. વંદે માતરમ

શુભ્ર જ્યોત્સના પુલકિત યામિની
ફુલ્લ કુસુમિતા દ્રુમ દલ શોભિનીમ્

સુહાસિની સુમધુર ભાષિણી
સુખદામ વરદામ માતરમ ….વંદે માતરમ્
કવિશ્રી:- બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય

       ૐ નમઃ શિવાય

Advertisements

3 comments on “સ્વાતંત્ર્ય દિન

 1. કોટિ કોટિ વંદન છે એ વિરલાઓ ને જેના થકી આપણા દેશને ને આઝાદી મળી છે.
  જય હિન્દ, જય ભારત.

  આજની લોકશાહી ના ભ્રષ્ટનેતાઓ ક્યારે જાગશે ?? પરંતુ પ્રજાએ પણ જાગૃતિ દાખવવી પડે, કેમકે પ્રજા નિર્માલ્ય હશે તો રાજા તો બેઠા બેઠા રાજ જ કરશે ને.

  Like

 2. દેશમાં જાગૃતિ નથી તેનું આપણે પરિણામ જોઇએ છીએ.
  સ્વાતંત્ર્યવીરો ને દેશભક્તો ગયા;સાપ ગયા,લિસોટા રહ્યા !
  ‘હીન દશા કેવી આ તારી ,ઓ હતભાગી, હિન્દુસ્તાન ?’
  બધે જ અંધાધૂંધી ! અરાજકતા ! અનિષ્ટો ! લોલુપતા !
  આમછતાં જનની,જન્મભૂમિ,સ્વાતંત્ર્ય ,સ્વધર્મ ઉત્તમ છે જ !
  આભાર નીલા બહેન ! આ તક આપવા બદલ !

  Like

 3. એક દિવસ બધું યાદ કરીને પછી ભુલી જવાનુ બધું…એ શહીદી…એ બલિદાનો…એ જાગ્રુતિ કયાં દેખાય છે આજે?ભૂતકાળમાં રાચી રચી ને જ ખુશ થવાનું?જાગ્રુતિનો સૂરજ ઉગશે એ આશા ને શ્ર્ધ્ધા સાથે…

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s