નંદ મહોત્સવ

                  આજે શ્રાવણ વદ નોમ [નંદ મહોત્સવ]

આજનો સુવિચાર:- શબ્દકોષમાં ‘મા’નો શબ્દાર્થ મળશે પરંતુ ‘મા’નો ખરો તો ભાવાર્થ હૃદયકોષમાં જ મળશે.         

      કૃષ્ણનું નામ આવતાં જ એક નટખટ ચારિત્ર્યનું ચિત્ર નજર સમક્ષ ખડું થાય છે અને કેમ ન દેખાય ? કૃષ્ણ નામે જ નટખટ છે. કૃષ્ણાવતારમાં પ્રભુ ખુદ તો નાચે છે અને સૌને નચાવે છે. ગોકુળની પ્રજાને કંસનાં અત્યાચારથી બચાવવા કૃષ્ણે બાળલીલા કરી હતી. અને પાંડવોને કૌરવોનાં અન્યાય સામે વિરોધ ઉઠાવવા ગીતા ઉપદેશ આપ્યો.. એટલે તો કહેવાય છે કે પ્રભુ કૃષ્ણાવતારમાં નાચતાં જાય છે નચાવતાં જાય છે અને ઉપદેશ આપતાં જાય છે.

 

છોટી છોટી ગૈયા છોટે છોટે ગ્વાલ
છોટો સો મેરો મદન ગોપાલ

આગે આગે ગૈયા પીછે પીછે ગ્વાલ
બીચમેં મેરો મદન ગોપાલ ………..છોટી છોટી

કારી કારી ગૈયા ગોરે ગોરે ગ્વાલ
શ્યામવરણ મેરો મદન ગોપાલ ……છોટી છોટી

ઘાસ ખાયે ગૈયા દૂધ પીયે ગ્વાલ
માખન ખાયે મેરો મદન ગોપાલ …છોટી છોટી

છોટી છોટી લકુટી છોટે છોટે હાથ
બંસી બજાવે મેરો મદન ગોપાલ…..છોટી છોટી

છોટી છોટી સખીયાઁ મધુબન બાગ
રાસ રચાયે મેરો મદન ગોપાલ ……છોટી છોટી

 

એકવાર યમુનામાં આવ્યુ’તુ પુર
મથુરાથી એકવાર માથે મૂકીને
કો’ક લાવ્યું’તુ વાંસળીનાં સૂર ………એકવાર

પાણી તો ધસમસતાં વહેતા રહે ને
એમ ગોકુળમાં વહેતી થઈ વાતો
આમ કોઈ પુછે તો કહી ના શકાય
અને આમ કોઈ ભવભવનો નાતો
ફળિયામાં, શેરીમાં, પનઘટ કે હૈયામાં
બાજી રહ્યાં છે નુપૂર ……..એકવાર

ઝૂકેલી ડાળી પર ઝૂક્યું છે આભ કાંઈ
જોવામાં થાય નહીં ભૂલ
એવું કદંબ વૃક્ષ મ્હેકે છે ડાળી પર
વસ્ત્રો હસે કે હસે ફૂલ
પાણી પર અજ્વાળું તરતું રહેને સહેજ
આંખોમાં ઝલમલતું નૂર…..એકવાર

કાંઠો તો યમુનાનો પૂનમ ગોકુળિયાની
વેણ એક વાંસળીનાં વેણ
મારગ તો મથુરાનો, પીંછુ તો મોરપીંછ
નેણ એક રાધાનાં નેણ
એવાં તે કેવાં ઓ કે’ણ તમે લાવ્યાં કે
લઈ ચાલ્યાં દૂર દૂર દૂર ………..એકવાર

કવિશ્રી:- નાનાલાલ

 

નંદબાવાને માતા જશોદાજી સાંભરે
મમતા મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં…..[નંદબાબાને]

સોના રૂપાનાં અહીં વાસણ મજાના
કાંસાની થાળી મારી રહી ગઈ ગોકુળમાં…..નંદબાબાને

છપ્પનભોગ અહીં સ્વાદનાં ભરેલાં
માખણની લોટી મારી રહી ગઈ ગોકુળમાં…..નંદબાબાને

હીરા મોતીનાં હાર મજાનાં
ગુંજાની માળા મારી રહી ગઈ ગોકુળમાં ……નંદબાબાને

હીરા માણેકનં મુગુટ મજાના
મોરપીંછ પાઘ મારી રહી ગઈ ગોકુળમાં…….નંદબાબાને

હાથી ને ઘોડાની ઝૂલે અંબાડી
ગોરી ગોરી ગાવડી મારી રહી ગઈ ગોકુળમાં …નંદબાબાને

સારંગીના સૂર ગૂંજે મજાના
વ્હાલી મારી વાંસળી રહી ગઈ ગોકુળમાં …….નંદબાબાને

રાધાજીને એટલું કહેજો ઓધવજી
અમીભરી આંખ્યું મારી રહી ગઈ ગોકુળમાં …..નંદબાબાને

પીળા પીતાંબર જરકસી જામા
કાળી કાળી કામળી મારી રહી ગઈ ગોકુળમાં …..નંદબાબાને

જય શ્રી કૃષ્ણ

6 comments on “નંદ મહોત્સવ

  1. એકવાર યમુનામાં આવ્યુ’તુ પુર
    મથુરાથી એકવાર માથે મૂકીને
    કો’ક લાવ્યું’તુ વાંસળીનાં સૂર ………

    આ ગીત માધવ રામાનુજ અથવા સુરેશ દલાલનું લખેલું છે .

    Like

  2. અમારા કુટુમ્બમાં આ ભજન મે ગાઇ વગાડીને માણ્યું છે.
    ચિત્ર કેટ્લું આબેહૂબ છે !શ્રીનાથજી દર્શન સીડી પર આ
    ગીત સાંભળવું એ લ્હાવો છે.ઉત્તમ ક્ષણે ઉત્તમ ગીત રજૂ
    થયેલું જોઇ કોનું મન ના હરખાય ?આભાર નીલાદીદી !

    Like

  3. વડીલશ્રી મનવંતભાઈ,
    બંગાળીમાં ‘દીદી’ મોટી બહેનને કહેવાય અને હું તો આપનાથી તો દસકાથી પણ વધુ નાની છું તો આપ મને નીલા કહીને બોલાવશો તો મને ઘણો આનંદ થશે. આપ સંગીતનાં ખૂબ જ જાણકાર છો અને આપનું શાસ્ત્રીય સંગીતનું ઊંડુ જ્ઞાન છે તો એ વિષે લેખ લખી મોકલશો તો આપની ખૂબજ આભારી થઈશ અને સરગમનાં નામ હેઠળ નવા પ્રકારનો વિભાગ ચાલુ કરીશું.
    આપની નાની બહેન
    નીલા

    Like

  4. અરે વાહ. છોટી છોટી ગૈયા મારું પ્રિય ભજન છે. મને યાદ છે કે મારા એક ‘મુરલી’ કરીને મિત્રને આ ભજન બહુ સરસ ગાતા આવડે છે. જ્યારે મિત્રો સાથે પ્રવાસે જવાનું થાય ત્યારે બસમાં અમે એને આ ભજન જ ગાવાનું કહીએ. પણ આ ભજન આજે વાંચવા તો પહેલી વાર જ મળ્યું. આજે તો વાંચી ને મજા જ પડી ગઈ. લાગે છે આજે મારે ‘મુરલી’ ને ફોન કરવો પડશે ! આભાર નીલા આન્ટી. ખૂબ ખૂબ આભાર.

    Like

Leave a comment