પોયણી

                     આજે શ્રાવણ વદ એકાદશી

      આજનો સુવિચાર:-કોઈને શબ્દોથી કાપો નહિ પણ કોઈના દિલમાં સુંદર શબ્દો રોપો.

     મેઘધનુષનાં કાવ્યમય વિભાગનું નામ પોયણી છે. જેમ કીચડમાં કમળ ઊગે છે અને તેની સુંદરતાથી આભા ફેલાય છે તેમ કવિતા રૂપી પોયણીથી મેઘધનુષ ખીલી ઉઠશે એવી આશા રાખુ છું.

આ પોયણીની શરૂઆત કવિશ્રી હરિન્દ્ર દવેથી કરીયે.

સંગીત:- અજિત મર્ચંટ

મારા નેણમાં સમાવ્યા નંદલાલને રે,
મારી મટુકીમાં જમુનાનાં નીર
હું તો કોને ઢોળું ને કોને સંઘરુ —મારા

મારાં પગલાં મંડાય ગામની દિશે રે
હૈયું તલખે વૃંદાવનની કુંજ
હું તો કઈ દિશ છાંડુ ને ક્યહી સંચરું —મારા

ઘરે મોડી પડું તો માડી ખોળશે રે
મને વીંધે છે મોરલીના સૂર
હું તો કોને ભૂલું ને કોને સાંભરૂં —મારા

મારા હોઠે નનૈયો લોક લાજનો રે
મારૂં હૈયું ઓ સાંવરા અધીર
હું તો શું રે છુપાવું ને શું કહું —મારા

Continue reading