પોયણી

                     આજે શ્રાવણ વદ એકાદશી

      આજનો સુવિચાર:-કોઈને શબ્દોથી કાપો નહિ પણ કોઈના દિલમાં સુંદર શબ્દો રોપો.

     મેઘધનુષનાં કાવ્યમય વિભાગનું નામ પોયણી છે. જેમ કીચડમાં કમળ ઊગે છે અને તેની સુંદરતાથી આભા ફેલાય છે તેમ કવિતા રૂપી પોયણીથી મેઘધનુષ ખીલી ઉઠશે એવી આશા રાખુ છું.

આ પોયણીની શરૂઆત કવિશ્રી હરિન્દ્ર દવેથી કરીયે.

સંગીત:- અજિત મર્ચંટ

મારા નેણમાં સમાવ્યા નંદલાલને રે,
મારી મટુકીમાં જમુનાનાં નીર
હું તો કોને ઢોળું ને કોને સંઘરુ —મારા

મારાં પગલાં મંડાય ગામની દિશે રે
હૈયું તલખે વૃંદાવનની કુંજ
હું તો કઈ દિશ છાંડુ ને ક્યહી સંચરું —મારા

ઘરે મોડી પડું તો માડી ખોળશે રે
મને વીંધે છે મોરલીના સૂર
હું તો કોને ભૂલું ને કોને સાંભરૂં —મારા

મારા હોઠે નનૈયો લોક લાજનો રે
મારૂં હૈયું ઓ સાંવરા અધીર
હું તો શું રે છુપાવું ને શું કહું —મારા

કવિશ્રી:- સુરેશ દલાલ      સંગીત:- નવિન શાહ

ગાયિકા:- કૌમુદી મુનશી

તમને મળવાનું મને એવું છે મન
કે મળવાને એક કરૂં ધરતી ગગન — તમને

નેણ ભરી જોઈ લઉં, પાંપણમાં પરોવી લઉં
તારલા થઈને પછી ઝમકે સ્મરણ — તમને

પહાડોની પાર તમે, વાદળની ધાર તમે
આખો સંસાર તમે, કોનું આ નામ લઈ વહેતા
ઝરણ મારે કહેવું છે પણ — તમને

             ૐ નમઃ શિવાય

Advertisements

2 comments on “પોયણી

  1. કશું જ છુપાવ્યા વિના બધું કહેવાઈ ગયું છે ને !કવિશ્રી અને
    નીલુબહેનનો ઉપકાર !ગીતો સાંભળવા મળ્યાં હોત તો ?
    કૌમુદીબહેન વડોદ્દરા સંગીતશાળાનાં સહાધ્યાયી !મજામાં હશે !

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s