જાણવા જેવું

                   આજે શ્રાવણ વદ બારસ

આજનો સુવિચાર:- આપ સમાન બળ નહિ, મેઘ સમાન જળ નહિ.– ચાણક્ય


આજે પારસી બાંધવોને નવા વર્ષ નિમીત્તે મુબારકબાદી. સાલ મુબારક.

1] ભારતમાં સૌથી લાંબો દરિયાકિનારો અને વધુ બંદરો ગુજરાતમાં છે.

2] ભારતમાં એક માત્ર મુક્ત વેપાર વિસ્તારવાળું બંદર કંડલા છે.

3] વિશ્વનો સૌથી વધુ વરસાદ ચેરાપુંજીમાં થાય છે.

4] વિશ્વનું સૌથી ઠંડું સ્થળ ‘વર્ખોન્યાસ્ક’ છે.

5] સૌથી ખારું પાણી ધરાવતો સમુદ્ર લાલ સમુદ્ર છે. જેમાં કોઈપણ નદીનું પાણી જતુ નથી.

6] પીપળ, પીપળો અને વડને ફૂલ નથી આવતાં. ડાળી પર સીધા જ પેપા, ટેટા ફૂટે છે.

7] શાકભાજીનાં તરતાં બગીચા કાશ્મીરમાં છે.

8] દુનિયાનું સૌથી મોટું ઝાડ કૅલિફોર્નિયામાં આવેલું છે અને તે લાલ રંગનાં લાકડાવાળું છે. તેનું વજન ‘BLUE WHALE’ કરતાં નવગણું વધુ છે.

9] શિયાળામાં ઝાડ સૂઈ જતાં હોવાથી તેનો વિકાસ મંદ પડે છે અને અપૂરતા પોષણને લીધે તેનાં પાન ખરી પડે છે.

                   થોડું પ્રાણીજગત વિષે જાણીયે.

1] હિમાલયમાં ‘યાક’ નામની પહાડી ભેંસ ગુલાબી રંગનુ દૂધ આપે છે. આગેવાની કરવી તેનાં સ્વભાવમાં છે.

2] કાંગારુનું બચ્ચું જન્મે માંડ એકાદ ગ્રામ હશે પરંતુ પુખ્ત વયનું થતાં તેનું વજન 30,000 ગણું વધી જાય છે.

3] સ્કંક નામનું જંતુ આંખોની પારદર્શક પાપણો બંધ કરીને પણ જોઇ શકે છે અને ઘણીવાર તો એટલી દુર્ગંધ છોડે છે જે અસહ્ય હોય છે. અમેરિકાનાં રહેવાસીઓને આનો અનુભવ હશે.

4] ‘ગ્રેરનાઈ’ નામની માછલી પાણીમાં તરી શકે છે, જમીન પર ચાલી શકે છે તેમ જ આકાશમાંઊડી શકે છે.

5] અલગ અલગ પ્રાણીઓ પોતાની લાક્ષણિક રીતોથી એકબીજા સાથે વાતો કરતા હોય છે, ભયની આગાહી આપતા હોય છે તેમ જ એકબીજા ખૂશીની લાગણીની વહેંચણી કરતાં હોય છે.

6] મરઘી ઈંદ્રધનુષનાં બધાં રંગને અલગ અલગ રીતે ઓળખી શકે છે.

7] એક મોટા નર હાથીનુ વજન પાંચ ટન હોય છે. એ જ્યારે દુશ્મન પર હુમલો કરે છે ત્યારે તેની ગતિ કલાકના 25 માઈલની હોય છે.

                      ૐ નમઃ શિવાય

4 comments on “જાણવા જેવું

  1. નેપાળ પ્રવાસ વેળાએ મેં યાક પર બેસીને ફોટો પડાવ્યો છે.
    સ્કંકની દુર્ગંધ મેં અનુભવી છે.બધી મહિતી ઉપયોગી અને
    ઉપકારક છે .પારસી ભાઈ-બહેનોને નૂતન વર્ષનાં
    અભિનંદન ! આભાર !

    Like

Leave a comment