મેઘધનુષી માનસરોવર

                   આજે શ્રાવણ વદ તેરસ 

      આજનો સુવિચાર:- પ્રકૃતિ ઇશ્વરનું સ્વરૂપ છે, કલા મનુષ્યનું સ્વરૂપ છે.

              આજથી જૈન બાંધવોનાં પર્યુષણ ચાલુ થાય છે.    

       આજે શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર છે તો આપણે  માનસરોવરનાં મેઘધનુષી દર્શન કરીયે.                 

             આપણે માનસરોવર વિષે થોડીક વાતો કરીયે.          

      આ નીલરંગી વિશાળ જળરાશિ સમુદ્રની સપાટીથી 16,200 ફૂટની ઊંચાઈએ આવેલો છે. આ સરોવર ‘બ્રહ્મા’ સર્જીત કહેવાય છે. કહેવાય છે કે દેવી,દેવતા માટે બ્રહ્માજીએ પોતાના માનસથી ઉત્પન્ન કર્યું હતું. આ એક લોકોમાં શ્રદ્ધા બેસાડવા માટે પુરાણોમાં લખ્યું છે પરંતુ જો આપણે ભૌગોલિક દ્રષ્ટિએ જોઈયે તો જેવી રીતે હિમાલયની ઉત્પત્તિ થઈ તે જ રીતે માનસરોવરની ઉત્પત્તિ થઈ છે.

        તેનો ઘેરાવો 105 કિ.મી. નો છે અને તેની ઊંડાઈ 100 મી. ની છે. અહીં કોઈ જાતનું પૉલ્યુશ ન હોવાને કારણે માનસરોવરનું જળ ગંગાજળની જેમ શુદ્ધ રહે છે. આટલી ઊંચાઈએ ઠંડીને કારણે માનસરોવરમાં નહાવું એ ઘણી હિંમત માંગી લે છે. માનસરોવરનું જળ અત્યંત શુદ્ધ અને સ્ફટિક સમું પારદર્શક છે. આવા બર્ફીલા જળમાં નહાવામાં તકલિફ તો જરૂર પડે છે પરંતુ ‘ૐ નમઃ શિવાય’નાં પંચાક્ષરીય મંત્રનો જાપ જીવનનાં પાપ સાથે થાક પણ ઉતારી નાખે છે. માનસરોવરનું જળ અતિ પવિત્ર ગણાય છે. આ જળ તો નસીબવાળાને પ્રાપ્ત હોય છે.

click on photo

             ઉષઃકાળ

click on photo

 પ્રભાતનાં પ્રથમ કિરણો Continue reading