મહાવીરની વાણી

         આજથી ભાદરવો મહિનો ચાલુ થયો છે. ભાદરવા સુદ એકમ

આજનો સુવિચાર:- જે પોતાની જાતને સુખી નથી માનતો તે ક્યારે સુખી હોતો નથી.

    આજે ભાદરવાની શરૂઆત થઈ છે. આજે રામદેવપીર નવરાત્રિની શરૂઆત થાય છે. તેમ જ આજની તારીખે ગુજરાતનું પ્રથમ યશોગાન ગાનાર કવિ વીર કવિ નર્મદની જન્મ તારીખ. 24-8-1833માં સુરતમાં થયો હતો. ‘જય જય ગરવી ગુજરાત ! દીસે અરુણું પરભાત !’ હિન્દીને રાષ્ટ્રભાષા કરવાનો પ્રથમ વિચાર નર્મદે આપ્યો. પહેલો શબ્દકોશ પણ કવિશ્રી નર્મદે જ આપ્યો હતો. તેઓ સાચા અર્થમાં આધુનિક ગુજરાતી ગદ્યના પિતા રહ્યાં. તેમનું અવસાન 1886માં થયું.

સહુ ચલો, જીતવા જંગ, બ્યૂગલો વાગે,
 યાહોમ કરીને પડો ફત્તેહ છે આગે.’

આ પર્યુષણનાં પર્વમાં થોડું મહાવીર પ્રભુની વાણીનું આચમન કરી લઈયે.

 

          રાજસ્થાનના એક ખેડૂતનાં લગ્ન મહારાષ્ટ્રની કન્યા સાથે થયાં હતાં. ખેડૂત પોતાનાં ગામમાં મઠ બાજરો વાવીને એક વારએ પોતાના સાસરે [મહારાષ્ટ્ર] ગયો.. ત્યાં શેરડી બહુ સરસ થતી હતી.જમાઈ માટે સાસુએ તાજો શેરડીનો તાજો રસ કઢાવ્યો. ખેડૂતે તો આવો મીઠો અને અત્યંત સ્વાદિષ્ટ રસ કોઈ દિવસ ચાખ્યો પણ ન હતો. એણે તો શેરડી વાવવાની રીતથી માંડી એનાં પાક માટેની બધી વિગતો જાણી લીધી અને પોતાને ગામ રાજસ્થાન પાછા ફરતી વખતે શેરડીનાં બી પણ સાથે લઈ લીધાં. ગામમાં પહોંચ્યો ત્યારે એનાં ખેતરમાં મઠ-બાજરાનો સારો પાક થયો હતો, પણ શેરડીની લાલચમાં તૈયાર પાકને ઉખેડી નાખી શેરડી વાવી. શેરડીને તો પુષ્કળ પાણી જોઈયે તે રાજસ્થાનમાંથી ક્યાંથી મળે? તેથી શેરડી વાવવાનો પ્રયત્ન નિષ્ફળ ગયો. આમ ખેડૂતને ન તો મઠ-બાજરો મળ્યાં ન તો શેરડી . [નો હવ્વાએ ન પારાએ] આખરે એ ખેડૂત ન ઘરનો રહ્યો ન ઘાટનો..    આ કથાથી એમ સમજાવવામાં આવે છે કે માનવ વ્યર્થ સંકલ્પ-વિકલ્પની જટિલતામાં ફસાઈ ગયો છે. તેથી તે બન્ને ગુમાવે છે. પરંતુ સંકલ્પ જ શાશ્વત સુખને માર્ગે દોરી જાય છે.

Continue reading