અશ્રુજળ

                 આજે ભાદરવા સુદ બીજ

          આજે ખોરદાદ સાલ પારસીઓનો તહેવાર

    આજે જરથોસ્તી ધર્મના સ્થાપક અષો જરથુષ્ટ્રનો જન્મ દિવસ. જરથુષ્ટ્રનો અર્થ બુઢ્ઢા ઊંટોનો માલિક થાય છે.

        આજનો સુવિચાર:- સેંકડો હાથેથી ભેગું કરો, અને હજારો હાથેથી વહેંચી દો. 

    

 

ખબર હતી મુજને નથી મળવાનાં, તુજ દર્શનનાં અમૃતજળ
ખબર હતી મુજને નથી મળવાનાં પીગળેલાં આ માનસજળ
પરંતુ ખબર ના પડી મુજને ક્યારે સરી પડ્યાં આ અશ્રુજળ!

ખબર હતી મુજને નથી મળવાનાં આ સોનેરી સ્વપ્નજળ
ખબર હતી મુજને નથી મળવાનાં લાગણીનાં સ્નેહલજળ
પરંતુ ખબર ના પડી મુજને ક્યારે સરી પડ્યાં આ અશ્રુજળ!

ખબર હતી મુજને નથી મળવાનાં તુજ લાસ્યનાં સ્મૃતિજળ
ખબર હતી મુજને નથી મળવાનાં તુજ હાસ્યનાં મૃદુલજળ
પરંતુ ખબર ના પડી મુજને ક્યારે સરી પડ્યાં આ અશ્રુજળ!

                                               ……નીલા

             ૐ નમઃ શિવાય   

              

One comment on “અશ્રુજળ

  1. આખી કવિતા જાણે કે જળબંબાકાર થઈ ગઈ… બ્લોગની માવજત ઘણી સારી છે… અભિનંદન.,.. પણ મેઘધનુષના તો સાત રંગ હોય ને, અહીં તો માત્ર એક જ ભક્તિ-રંગ દેખાઈ રહ્યો છે… આપની મુક્તપંચિકાઓ પણ સરસ છે…

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s