સાહેલી સ્પે.

                        આજે ભાદરવા સુદ ત્રીજ

      આજનો સુવિચાર:- મહત્વના બનવું તે સારું છે પણ સારા બનવું તે વધુ મહત્વનું છે.

                 શ..શ…શ………………આજે સાહેલી સ્પે..

           આવતી કાલે ગણેશ ચતુર્થી છે તો આજે આપણે મોદક બનાવીશુ ?
 

     ચટપટા ભરેલાં મોદક

સામગ્રી:-
1] 1 વાડકો મેંદો
2] 1 નાની વાડકી વાટેલાં લીલા વટાણા
3] ચપટી જીરું
4] મીઠું સ્વાદ અનુસાર
5] ½ ચમચી આમચૂરનો પાઉડર
6] ½ ચમચી લાલ મરચું
7] તળવા માટે તેલ

રીત:-
-મેંદાનો લોટ બાંધો અને થોડીવાર બાજુ પર મૂકી રાખો.
-એક પેણીમાં થોડુંક તેલ લઈ તેમાં જીરું મૂકો, વાટેલા વટાણા મૂકો. અને તેને શેકો
. -જ્યારે તેમાંથી બધું પાણી સૂકાઈ જાય તેને નીચે ગેસ પરથી નીચે ઉતારીને તેમાં મીઠું, મરચું અને આમચુરનો પાઉડર ભેળવો. અને તેને ઠંડુ પડવા દો..
-હવે મેંદાના કણેકમાંથી નાના નાના લૂઆ કરી તેને હાથમાં થેપીને તેમાં ઉપરોક્ત વટાણાનું મિક્ચર ભરીને તેને મોદકનો આકાર આપો.
– હવે એક તવલામાં તેલ ગરમ કરવા મૂકો અને તેલ ગરમ થતાં આ મોદકને તળી લો
. – તળેલાં મોદકને ટીસ્યુ પેપર પર મૂકવાથી વધારાનું તેલ નીકળી જશે.
-પછી ગરમ ગરમ મોદકનો સ્વાદ માણો .

મોદક ભાવે તો મને જરૂરથી યાદ કરજો.

હવે નારિયેળનાં મોદકનો સ્વાદ માણીયે.

સામગ્રી:-
1] 1 કપ ખમણેલું કોપરુ
2] ½ કપ ઝીણાં સમારેલાં કોપરાનાં ટુકડા
3] ½ ટીન કંડેંસ મીલ્ક
4] 1 ચમચો ઝીણાં સમારેલાં બદામ પીસ્તા થોડી બુરુ સાકરમાં રગદોળો

રીત:-

– પહેલાં એક પેણીમાં ખમણેલું કોપરૂં લઈને તેને પાણી ઉડી જાય તેટલું ધીમા તાપે ગરમ કરો
– પછી તેને કંડેંસ મીલ્કમાં ભેળવો
. – હવે તેનાં નાના ગોળાં બનાવો અને તેને ઝીણાં સમારેલાં બદામ પીસ્તામાં રગદોળો. જેથી બદામ પીસ્તા સુંદર રીતે લાડુને ચોંટી જાય.

તો આપનાં કોપરાનાં લાડુ તૈયાર.

               ૐ નમઃ શિવાય

2 comments on “સાહેલી સ્પે.

  1. લઘુ કાવ્યો પર તમારી સારી હથોટી છે.

    હમણાંથી તમારી સાઈટ પર મુક્તપંચિકા જોવા નથી મળતી, નીલા બહેન! તમે શંકર દાદા પર ભક્તિ ભાવ ભરી મુક્તપંચિકાઓ રચી.. … તો ભગવાન ગણેશ – ગણપતિજી પર કેમ નહીં? અન્ય દેવી-દેવતા પર પણ તે રચનાઓ કરી ન શકો ?

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s