ભલે પધાર્યાં ગણરાયા

                      આજે ભાદરવા સુદ ત્રીજ

       આજનો સુવિચાર:-.પોતાની જાતને ઓળખતા શીખવું એ સૌથી કઠિન અને અન્યના કામમાં ભૂલ શોધવી એ સૌથી સરળ કાર્ય છે.

                     આજે ગણેશ ચતુર્થી. ભલે ભધાર્યા ગણરાયા

 

વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય,
લંબોદરાય સકલાય જગદ્વિતાય,
નાગાનનાય શ્રુતિયજ્ઞવિભૂષિયાય,
ગૌરીસુતાય ગણનાથ નમો નમસ્તે.

        કોઈ પણ કાર્યનો શુભારંભ ગણેશ પૂજનથી કરવામાં આવે છે. ગણપતિ બધા ગણોનાં અધિપતિ છે, બુદ્ધિના અધિષ્ઠાતા છે. તેમની પૂજાથી વિનમ્રતા આવે છે અને સદબુદ્ધિ પ્રાપ્ત થાય છે. શ્રી ગણેશ જ્ઞાન અને આનંદનું સ્વરૂપ છે. તેમનું વાહન મુષક [ઉંદર] છે. તે મૂળાધાર ચક્રના અધિષ્ઠાતા દેવતા છે. શાંતિ,સંપના અધિષ્ઠાતા સર્વગુણોના નેતા શ્રી ગણેશ પ્રણવ ૐકારના પ્રતિક છે. કોઈ પણ ક્રિયા કરતી વખતે ૐકારનો ઉચ્ચારણ આવશ્યક છે આ મંત્ર હિંદુઓનો સર્વોત્કૃષ્ટ મંત્ર છે. જ્ઞાનશક્તિ અને ક્રિયાશક્તિ એ ગણેશજીનાં બે પગ છે. હાથીનું માથું અને ઉંદરનું વાહન એ નાનામાં પ્રાણીથી માંડીને મોટામાં મોટા પ્રાણીનાં સર્જકનું પ્રતિક છે. તેઓ જ્ઞાનનાં ભંડાર છે. આ ઉપરાંત વિકાસક્રમને સૂચવે છે. ઉંદરમાંથી વિકાસ પામીને હાથી બને છે અને છેવટે તેમાંથી મનુષ્ય બને છે.આથી જ ગણપતિનું શરીર મનુષ્યનું છે અને માથું હાથીનું છે તેમજ વાહન ઉંદર છે. તેમનાં સ્વરૂપનું આધ્યાત્મિક રહસ્ય છે.

     આજે આપણે સૌ આ સુખકર્તા, દુઃખહર્તા, વિઘ્નનાશક, મંગલમૂર્તિ શ્રી ગણપતિબાપ્પાને વંદન કરીયે.

પાહી પાહી ગજાનના, પાર્વતીપુત્રા ગજાનના
ગજાનના ગજાનના ગજાનના જય ગજ વદના

મૂશક વાહન ગજાનના વિઘ્ન વિનાશક ગજાનના
ગજાનના ગજાનના ગજાનના જય ગજ વદના

મોદક હસ્તા ગજાનના શ્યામલ કરણા ગજાનના
ગજાનના ગજાનના ગજાનના જય ગજ વદના

શંકર સુમના ગજાનના વેદવિનાયક ગજાનના
ગજાનના ગજાનના ગજાનના જય ગજ વદના

              ૐ ગં ગણપતયે નમઃ               

              ૐ નમઃ શિવાય

4 comments on “ભલે પધાર્યાં ગણરાયા

 1. ૐ નમો શ્રી સિદ્ધિવિનાકાય સર્વ કાર્ય કર્ત્રે

  સર્વ વિઘ્નપ્રશમનાય સર્વ રાજ્ય વશ કર

  ણાય સર્વ જન સર્વ સ્ત્રી પુરુષ આકર્ષણાય

  શ્રી ૐ સ્વાહા.!!!!!!!!!!

  ગં ગણપતયે નમ: !!!!!!!!!!!!!

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s