ગણેશ પૂજનમાં આયુર્વેદ

                        આજે ભાદરવા સુદ સાતમ

            આજનો સુવિચાર:- જે પોતાના જ્ઞાનાનુસાર વર્તન કરે તે જ વિદ્વાન.

             ૐ વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ
             નિર્વિઘ્ન કુરુમે દેવ સર્વ કાર્યેષુ સર્વદા

       આપણા કરોડો દેવી દેવતાઓમાં એક શિવજીનો પરિવાર એવો છે કે જેનો દરેક સદસ્ય પૂજનીય છે. શિવજી, ગૌરા [પાર્વતીજી], કાર્તિકેય તેમ જ ગણેશજી. આજે ગણેશોત્સવનો પાંચમો દિવસ છે અને આજે ગૌરીની પધરામણી થાય છે. રિદ્ધિ સિદ્ધિના દાતા દુંદાળા દેવની સાથે ગૌરીનું પૂજન કરવામાં આવે છે. મહારાષ્ટ્રીયનોમાં ગૌરીને સૌભાગ્યવતીનાં શૃંગારથી સજાવી, તેને મન ગમતાં ભોજન આરોગાવી પુત્ર ગણેશ સાથે સાતમે દિવસે તેનુ વિસર્જન કરવાની પ્રથા છે.
          ગણેશ પૂજનમાં આયુર્વેદનું કેટલું મહત્વ છે તે જાણવું જરૂરી છે. આજની પ્રજાને આ જણાવવું જરૂરી છે. આપણાં પુરાણોમાં આજની પ્રજાનાં સવાલોનો જવાબ છે. શ્રાવણ મહિનામાં શિવપૂજન થાય છે. શ્રાવણ મહિનો એટલે વરસાદી મહિનો અને વરસાદમાં જીવજંતુ નીકળતાં હોય છે અને શિવજી પશુપતિનાથ કહેવાય છે અને એટલે જ શિવજીને શ્રાવણ મહિનો વ્હાલો છે. ત્યારબાદ ભાદરવામાં ગણેશોત્સવ. ભાદરવા મહિનો વરસાદ બાદનો મહિનો જે ગરમીનો મહિનો ગણાય છે. એ ગરમીમાં ઠંડક મેળવવી એટલે ગણેશોત્સવ. ગણેશ પૂજન વખતે વપરાતી વનસ્પતિનું આગવું મહત્વ છે. ગણેશ પૂજનની થાળીમાં દુર્વા, જાસુદનાં ફૂલ,મંદાર અને શમીપત્ર હોય છે. આ ફૂલો અને વનસ્પતિઓ આયુર્વેદિક ઔષધી તરીકે ઉપયોગ થાય છે. એની આપણામાંથી બહુ ઓછા લોકોને જાણ છે.

Continue reading