ગણેશ પૂજનમાં આયુર્વેદ

                        આજે ભાદરવા સુદ સાતમ

            આજનો સુવિચાર:- જે પોતાના જ્ઞાનાનુસાર વર્તન કરે તે જ વિદ્વાન.

             ૐ વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ
             નિર્વિઘ્ન કુરુમે દેવ સર્વ કાર્યેષુ સર્વદા

       આપણા કરોડો દેવી દેવતાઓમાં એક શિવજીનો પરિવાર એવો છે કે જેનો દરેક સદસ્ય પૂજનીય છે. શિવજી, ગૌરા [પાર્વતીજી], કાર્તિકેય તેમ જ ગણેશજી. આજે ગણેશોત્સવનો પાંચમો દિવસ છે અને આજે ગૌરીની પધરામણી થાય છે. રિદ્ધિ સિદ્ધિના દાતા દુંદાળા દેવની સાથે ગૌરીનું પૂજન કરવામાં આવે છે. મહારાષ્ટ્રીયનોમાં ગૌરીને સૌભાગ્યવતીનાં શૃંગારથી સજાવી, તેને મન ગમતાં ભોજન આરોગાવી પુત્ર ગણેશ સાથે સાતમે દિવસે તેનુ વિસર્જન કરવાની પ્રથા છે.
          ગણેશ પૂજનમાં આયુર્વેદનું કેટલું મહત્વ છે તે જાણવું જરૂરી છે. આજની પ્રજાને આ જણાવવું જરૂરી છે. આપણાં પુરાણોમાં આજની પ્રજાનાં સવાલોનો જવાબ છે. શ્રાવણ મહિનામાં શિવપૂજન થાય છે. શ્રાવણ મહિનો એટલે વરસાદી મહિનો અને વરસાદમાં જીવજંતુ નીકળતાં હોય છે અને શિવજી પશુપતિનાથ કહેવાય છે અને એટલે જ શિવજીને શ્રાવણ મહિનો વ્હાલો છે. ત્યારબાદ ભાદરવામાં ગણેશોત્સવ. ભાદરવા મહિનો વરસાદ બાદનો મહિનો જે ગરમીનો મહિનો ગણાય છે. એ ગરમીમાં ઠંડક મેળવવી એટલે ગણેશોત્સવ. ગણેશ પૂજન વખતે વપરાતી વનસ્પતિનું આગવું મહત્વ છે. ગણેશ પૂજનની થાળીમાં દુર્વા, જાસુદનાં ફૂલ,મંદાર અને શમીપત્ર હોય છે. આ ફૂલો અને વનસ્પતિઓ આયુર્વેદિક ઔષધી તરીકે ઉપયોગ થાય છે. એની આપણામાંથી બહુ ઓછા લોકોને જાણ છે.

                 ગણેશજીને સૌથી વધારે દુર્વા ચઢે છે. અને દુર્વાનો સૌથી મહત્વનો ગુણ ઠંડક આપવાનો છે. આનો ઉપયોગ પિત્તનાશક તરીકે ઉપયોગ થાય છે. જે સ્ત્રીનાં શરીરમાં રહેલી પુષ્કળ ગરમીને કારણે ગર્ભ ન રહેતો હોય અથવા ગર્ભપાત થતો હોય તો તેમણે બે ચમચી દુર્વાનો રસ, એક ચમચી ગાયનું તાજુ ઘી તથા એક ટુકડો ખડી સાકર લેવા. આવું ભારતીય દર્શન સંસ્કૃતિનાં એક વૈદ્યે જણાવ્યું છે. દાઝ્યાં ભાગ પર ઠંડક માટે દુર્વાનો રસ ગુણકારી છે. દુર્વા ઉગાડેલી જગ્યા પર ઉઘાડે પગે 15 થી 20 મિનિટ ચાલવાથી આંખને ઠંડક મળે છે.

      ગણપતિને લાલ જાસુદનાં ફૂલ ચઢાવવામાં આવે છે. આ લાલ જાસુદનાં ફૂલો વાળનો જથ્થો વધારવામાં તેમજ તેને કાળા કરવાનો ગુણ ધરાવે છે.

      મંદાર એટલે રૂ. ગણપતિને આ પણ વનસ્પતિ ચઢાવવામાં આવે છે. આવનસ્પતિ ઝેરી હોવાથીએના પર અમુક પ્રક્રિયા કરી વૈદ્યની સલાહ મુજબ તેનો ઉપયોગ કરી શકાય.આમવાત, સોજો, દુઃખાવો જેવી તકલીફમાં મંદારનો ઉપયોગ થાય છે.સાંધામાં દુઃખાવો થતો હોય તો મંદારના પાનને ગરમ કરી તેના પર બાંધવામાં આવે છે.
         શમી ઝેરની અસર ઓછી કરનાર વનસ્પતિ છે. તેજ પ્રમાણે જંતુનાશક તરીકે શમીનો ઉપયોગ થાય છે. ગણેશજીને ચઢતાં ફૂલમાં કમળનો પણ સમાવેશ થાય છે.અને કમળનો ગુણધર્મ ઠંડક આપવાનો છે અને તેથી જ તેનો ઉપયોગ દાહનું શમન કરવા માટે અને હ્રદયના જુદા જુદા રોગોન ઈલાજ માટે એનો ઉપયોગ થાય છે.

                                      [સૌજન્ય મુંબઈ સમાચાર]

                 ગણેશ આરતી

ૐ જય ગણપતિ દેવા, પ્રભુ જય ગણપતિ દેવા
પ્રેમભરી પ્રભુ તારી [2] કરીને નિત્ય સેવા
                                   – ૐ જય

વિઘ્નેશ્વર વરદાયક શંભુ સુખદાતા પ્રભુ
પ્રથમ તમારું પૂજન [2] કરીએ વિભુત્રાતા
                                   -ૐ જય

શુક્લ ચતુર્થી તિથી માસ ચ ભાદરવો પ્રભુ
સકલ ભક્તાએ પ્રેમે [2] ઉત્સવ આદરવો
                                 – ૐ જય

ભાવધરી પ્રભુ તારી આરતી ઉતારું પ્રભુ
દિનકર જોડી વિનવું [2] કર સૌનું સારું
                                – ૐ જય

વિઘ્નેશ્વરની આરતી જે કોઈ ગાશે પ્રભુ
ઉમા વચન પ્રતાપે [2] કૈલાસે જાશે
                           – ૐ જય

                   ૐ ગં ગણપતયે નમઃ

Advertisements

4 comments on “ગણેશ પૂજનમાં આયુર્વેદ

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s