આજે આસો મહિનાની શરૂઆત એટલે કે આસો સુદ એકમ
આજનો સુવિચાર:- ગરબો એ વિશ્વકર્તા વિશ્વેશ્વરનાં વિશ્વેશ્વરી સ્વરૂપનું માતારૂપે સ્તવન પૂજન-અર્ચન છે.
“માડી તારું કંકુ ખર્યુંને સૂરજ ઊગ્યો.” .
આજથી નવરાત્રીનો પ્રારંભ થાય છે. દેવોનાં પરિવારોમાં સૌથી નાનું પરિવાર અને એ પરિવારની દરેક સભ્યની પૂજા થતી હોય તો આ શિવજીનો પરિવાર છે. શ્રાવણ મહિનો એટલે શિવજીની આરાધનાનો મહિનો. ત્યારબાદ ભાદરવો મહિનો ગણેશ પૂજનનો મહિમાનો મહિનો ગણાય છે. અને આસો મહિનો માતાજીનો મહિનો . કાર્તિકજીનો મહિમા દક્ષિણ ભારતમાં વધારે જણાય છે. આમ શિવજીનો આખો પરિવાર પૂજાય છે.
માતાજીનાં પ્રાગટ્ય વિષે ઘણી કથાઓ છે. જગતનું પ્રાગટ્ય ‘મા’ થકી થયું છે.
ત્ત્વ્મર્કસ્ત્વમગ્નિસ્ત્વમિંદુસ્ત્વમિંદુસ્ત્વમાપસ્ત્વમાકાશભૂવાયવસ્ત્વં ચિદાત્મા
ત્વદન્યો ન કશ્ચિત્પ્રકાશોSસ્તિ સર્વં સદાનંદસંવિત્સ્વરુપં તવેદમ
ભાવાર્થ—– હે દેવી ! સૂર્ય, અગ્નિ, ચંદ્ર, જળ, આકાશ, પૃથ્વી, વાયુ અને ચિદાત્મા રૂપે પણ આપ છો. આપની ઈચ્છા વિના કોઈ પણ પદાર્થ કે પ્રકાશ અસ્તિત્વમાં આવી શકે તેમ જ નથી. આથી આ સમગ્ર વિશ્વમાં જે કાંઈ પણ પ્રાણી-પદાર્થ, વસ્તુ-સ્થિતિ કે પદ-પદાર્થ ઈત્યાદિ છે, તે આપનું જ સદાનંદ અવિસ્મરણિય સ્વરૂપ છે.
સ્વયં ભગવાન વિષ્ણુએ પણ વિષ્ણુ સ્વરૂપમાં ‘મધુ કૈટભ’નાં ત્રાસથી મુક્ત થવા યુધ્ધ કરવાં મા ભગવતીની પ્રાર્થના કરી છે. વિષ્ણુ ભગવાન પોતે જ પોતાના કરતાં ભગવતીને શ્રેષ્ઠ ભાવે અર્થાત પોતાની જનનીના ભાવે સ્તુતિ કરે છે.
બ્રહ્મા વિષ્ણુને શિવજીએ સ્રીપણાને પામીને ભગવતીની સ્તુતિ કરી છે. બ્રહ્મા વિષ્ણુ અને શિવને સ્ત્રી સ્વરૂપમાં બતાવીને બ્રહ્મ અને શક્તિનું ઐક્ય સમજાવ્યું છે.
આવી જગત જનનીને પ્રણામ
નમો દેવ્યૈ મહાદેવ્યૈ શિવાયૈ સતતં નમઃ
નમઃ પ્રકૃતૈ ભદ્રાયૈ નિયતા પ્રણતા સ્મતાં
જય માતાજી
Like this:
Like Loading...