ગણેશ કથા

                     આજે ભાદરવા સુદ નોમ

            આજે ગૌરી વિસર્જન સાથે સાત દિવસનાંગણપતિનું વિસર્જન થાય છે.

આજનો સુવિચાર:- ચોક્કસ દિશા અને નિશ્ચિત આયોજન હોય તો વહેલાં કે મોડા સફળતા મળી જ રહે છે. પ્રયત્નો કદી વ્યર્થ જતાં નથી.
 
            એક દિવસ પરાશર ઋષિની નજર પોતના આશ્રમની બહાર ફરતા કઢંગા રૂપવાળા ખિલખિલાટ હસતાં નિર્દોષ બાળક પર પડી. એ બાળકનાં ચાર હાથ હતા, હાથી જેવુ મોઢું હતુ અને મોટું પેટ હતું. તેમણે તેના પગમાં, હાથમાં, લલાટમાં દિવ્ય ચિન્હો જોયાં. ઋષિ પરાશર આવા અદભૂત બાળક્ને પોતનાં આશ્રમમાં લઈ આવ્યાં. આશ્રમમાં પરાશર ઋષિ અને તેમનાં પત્ની વત્સલા આ બાળકનો ભરપૂર પ્રેમ અને કાળજી પૂર્વક તેનો ઉછેર કરવા લાગ્યાં. આમ ગજાનન વિદ્યા અને કળામાં નિપૂણ થતાં ગયાં ત્યારે આશ્રમમાં એક વિચિત્ર ઘટના બની. એક મોટોમસ ઉંદર આવી ચઢ્યો અને તેના6 માર્ગમાં આવતી વસ્તુઓનો નાશ કરતો ગયો.. જંગલનાં દરેક પશુ-પ્રાણી તેનાંથી ડરતાં હતાં. ગજાનન રમતાં રમતાં આશ્રમમાં આવ્યા અને તેમને જોઈ આ મોટોમસ ઉંદર એક મોટા દરમાં છૂપાઈ ગયો.

             ગજાનને જરાયે ગભરાયા વગર એક મજબૂત દોરડાનો ગાળિયો બનાવી ઉંદરનાં ગળામાં પહેરાવી તેને પકડી લીધો.. અને તેને વશમાં કરી લીધો. અને ગજાનને ઉંદરને વાહન બનાવી દીધો..

       બીજા મતે જોઈયે તો મૂષક એટલે ઉંદર એ અંધકારનું પ્રતિક છે અને દિવસ કરતાં રાતનાં વધુ ઉત્પાત મચાવતો હોય છે. ક્યાંય પણ ઘૂસીને એ નૂકશાન કરે છે. ગણેશ એ સૂર્ય છે અને સૂર્યોદય થતાં જ અંધકાર દૂર થઈ જાય છે. પ્રકાશની અંધકાર પર સવારી એટલે ગણેશની મૂષક પર સવારી.

       ગણપતિ વિષે બીજી એવી કથા છે કે એકવાર દેવોમાં એવો વિવાદ ઉત્પન્ન થયો કે સૌથી પૂજ્ય કોણ ? તેનાં નિરાકરણ માટે બ્રહ્માજીએ ઊકેલ આપ્યો કે જે પૃથ્વીની પ્રદક્ષિણા પ્રથમ કરીને આવે તે સૌ પ્રથમ પૂજાશે. આથી સૌ પોતપોતાના વાહન પર સવાર થઈને ઝડપભેર પૃથ્વીની પ્રદક્ષિણાએ નીકળી પડ્યાં. ગણપતિનું વાહન ઉંદરની ઓછી ઝડપને કારણે ગજાનન પાછળ પડી ગયાં. પરંતુ નારદજીનાં ચીંધેલાં માર્ગે ચાલી ગણપતિજી શિવપાર્વતીજીની ત્રણ વખત પ્રદક્ષિણા કરી. માતાપિતાની પ્રદક્ષિણા પૃથ્વીની પ્રદક્ષિણા કરતાં શ્રેષ્ઠ ગણાય છે એવું શાસ્ત્રોમાં લખ્યું છે. આથી વિચક્ષણતાને કારણે ગણપતિ સૌથી પ્રથમ પૂજાય છે. અને બ્રહ્માજીની બે પુત્રીઓ રિદ્ધિ અને સિદ્ધિનો વિવાહ ગણેશજી સાથે થયો..

           ગણપતિનાં પ્રત્યેક સ્વરૂપ સાથે કોઈ ઘટના જોડાઈ છે. શિવ અને ગણેશની અજાણતાંથી લડાઈ થતાં ગણેશનું શીર છેદાઈ જવાથી હાથીનું મસ્તક તેમનાં શરીર પર મૂકીને તેમને શિવજીએ સજીવ કર્યાં.તેથી તેઓ ગજાનન કહેવાયા અને હાથીનાં દાંતને કારણે ગજદંત કહેવાયા. અને પરશુરામ સાથેનાં સંઘર્ષથી એમનો એક દાંત તૂટી જવાથી એકદંત કહેવાયા.

    ગણપતિનાં બાર કે તેથી વધુ અવતારોનું વર્ણન મળે છે. એમનો અવિર્ભાવ ભાદ્રપદની શુક્લ ચતુર્થીએ થયો અને તેથી ભાદરવા સુદ ચોથથી અગિયાર દિવસ સુધી ગણેશોત્સવ તરીકે ઉજવાય છે.

ગાઈયે ગણપતિ જગવંદન, શંકરસુવન ભવાનીનંદન
સિદ્ધિસદન,ગજવદન વિનાયક કૃપાસિંધુ સુંદર સબલાયક
મોદક પ્રિય, મુદ-મંગલ-દાતા,વિદ્યાવારિધિ-બુદ્ધિવિધાતા

                                          [સંત તુલસીદાસ]

                  ૐ ગં ગણપતયે નમઃ

Advertisements

3 comments on “ગણેશ કથા

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s