ગણેશનું અનેરું મહત્વ

આજે ભાદરવા સુદ દસમ

આજનો સુવિચાર:- નિશ્ચય જ સાચીમાં સાચી અને સારામાં સારી ચતુરાઈ છે.

આજે ગણેશોત્સવનો આઠમો દિવસ. ‘ગણનાં પતિઃ ઈતિ ગણપતિઃ’

•જનસમૂહ કે પ્રજાના મુખી તે ગણપતિ.

* ‘શુભ કાર્યની શરૂઆત ગણેશપૂજનથી થાય’ એવાં શિવજીનાં વરદાનથી ગણેશજી ‘પ્રથમેશ’ તરીકે ઓળખાયા.

* ગણેશજીની ઝીણી ઝીણી આંખો ‘દરેક વ્યક્તિ કે સત્તાધારીની ઝીણામાં ઝીણી બાબત કે કાર્ય પર નજર રાખવાનું’ સૂચવે છે.

* ગણેશજીનાં સૂપડાં જેવાં કાન એ સૂચવે છે કે વિવેકબુદ્ધિથી સાચી અને મહત્વપૂર્ણ બાબતો સ્વીકારવી અને નકામી વાતોને બહારથી ઉડાડી મૂકવી.

* એક દાંત એકબુદ્ધિ અને એકનિષ્ઠાનું સૂચન કરે છે જ્યારે એમનો અડધો દાંત અભિમાનનું ખંડન કરી વિનમ્ર થવાનું સૂચન કરે છે.

* ગણેશજીની સૂંઢ સૂક્ષ્મમાં સૂક્ષ્મ અહિત કાર્યની ગંધ આવી જતાં તેને નિર્મૂળ કરવા સક્ષ્મતાનું સૂચન કરે છે.

* ગણેશજીનાં ચાર હાથ સમાજનાં કે સત્તાનાં અહિત કાર્યોને કાબૂમાં રાખવાનું સૂચન કરે છે.

* ગણેશજીનું દુંદાળું પેટ સારી નરસી દરેક બાબતો પચાવવી એનું સૂચન કરે છે.

     આવા ગુણાધી દેવને નમસ્કાર. આમ તો ગણેશજીનાં મંદિરો દેશભરમાં અગણિત છે. મહારાષ્ટ્રમાં આવેલાં સ્વયંભૂ પ્રગટ થયેલાં ગણેશજીનાં ‘અષ્ટવિનાયક’ તરીકે ઓળખાતાં આઠ સુપ્રસિદ્ધ મંદિરો છે.

1] શ્રી મોરેશ્વર [મોરેગાંવ ] [2] શ્રી ચિંતામણી [થેઉર] [3] શ્રી બલ્લારેશ્વર [પાલી ] [4] શ્રી વરદવિનાયક [મહડ] [5] ગિરિજાત્મજ [લેણ્યાદ્રિ] [6] વિઘ્નેશ્વર [ઓઝર] [7] મહાગણપતિ [રાંજણગાંવ] [8] સિધ્ધિવિનાયક [સિદ્ધટેક]

આ ‘અષ્ટવિનાયક’ની યાત્રા 3 દિવસની હોય છે. પુણેથી આ યાત્રા થાય છે. વધુ વિગત કથા સાથે કાલે કરીશું.

                  ૐ ગં ગણપતયે નમઃ

Advertisements

2 comments on “ગણેશનું અનેરું મહત્વ

  1. ગણપતિદાદાની કૃપાથી સને 1998માં પૂનાની પ્રસન્ના બસ ટૂરમાં બે દિવસ
    અષ્ટ વિનાયક દર્શને ગયો હતો.. તેનાં સ્મરણો આજે પણ છે.
    બેના,તમે યાદ કરાવ્યું , તે બદલ ઉપકૃત છું.

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s