અષ્ટવિનાયક

                             આજે ભાદરવા સુદ એકાદશી/બારસ

            આજનો સુવિચાર:- સામા પક્ષને ન્યાય કરવાથી આપણને ન્યાય વહેલો મળે છે.—ગાંધીજી

     આજે સ્વામિનારાયણ મંદિરોમાં જલઝીલણીનો મહોત્સવ મનાવાય છે. તેમ જ આજે ક્ષીરસાગરમાં પોઢેલાં ભગવાન વિષ્ણુ કરવટ ફેરવશે તેથી કરવટી એકાદશી કહેવાય છે. તેમજ આજનાં દિવસે સોમનાથ પ્રભાસ ક્ષેત્રે પારધીનાં બાણ વાગવાથી ઘવાયા અને નિજલીલા સંકેલી નિર્વાણ પામ્યા તેવા યુગપુરુષ શ્રી કૃષ્ણની દેહોત્સર્ગવિધિ છે.

                    આજે આપણે અષ્ટવિનાયકની વાત કરીયે.

              ‘અષ્ટવિનાયક’નાં પ્રથમ શ્રી મોરેશ્વર અથવા તો શ્રી મયૂરેશ્વર વિનાયક આવે છે જે પુણે થી 50 કિ.મિ.ને અંતરે આવેલા મોરેગાંવમાં સ્થિત છે. એક સમયે આ જગ્યાએ ખૂબ જ મોર વસતા હોવાથી આ જગ્યાનું નામ ‘મોરગાંવ’ પડ્યું.

    બ્રહ્માંડમાં સિંધુ નામનાં એક રાક્ષસે પોતાનું વર્ચસ્વ જમાવવા કાળો કેર વર્તાવ્યો હતો.. સઘળાં દેવો ત્રાહીમામ પોકારી ગયાં હતાં તેથી દેવોની વિનંતીથી શ્રી ગણેશજીએ પૃથ્વી પર આવીને મોર પર્વત પર સિંધુ રાક્ષસને યુદ્ધ કરીને હરાવ્યો. ત્યારથી શ્રી ગણેશજી ‘મોરેશ્વર’ અથવા ‘મયૂરેશ્વર’ તરીકે સંબોધાવા લાગ્યા. તેમનાં મસ્તક પર નાગ શોભાયમાન છે.

 
    પુણે-ઔરંગાબાદ માર્ગ પર મયુરેશ્વરની નજીક રંજનગાંવમાં આવેલાં ‘મહાગણપતિ’ પણ ‘અષ્ટવિનાયક’ તરીકે ઓળખાય છે. તેઓ ‘રંજણગાંવચા મહાગણપતિ’ તરીકે ઓળખાય છે.

       એક પૌરાણિક કથા મુજબ દાનવ ત્રિપુરાસુરનો પૃથ્વી પર ત્રાસ ખૂબ જ વધી ગયો હતો..જ્યારે દેવાધીદેવ મહાદેવ પણ તેને મહાત ન કરી શક્યાં ત્યારે નારદ મુનિનાં સૂચનથી તેમણે પોતાના પુત્ર શ્રી ગણેશજીનાં સ્મરણ કરવાથી આ દાનવનો સંહાર શક્ય થયો . પેશવા મહાદેવરાવનાં સમયમાં આ મંદિરનું નિર્માણ થયું. મહા ગણપતિની આસપાસ રિદ્ધિ સિદ્ધિ બિરાજમાન છે.

 

      મુંબઈથી પુણેને જોડતાંઘોરી માર્ગ પર મહાડ પ્રદેશમાં ‘વિરદ વિનાયક’નો ‘અષ્ટવિનાયક’માં સમાવેશ થાય છે. તેઓ ‘મહાડચાવિરદ વિનાયક’ના નામથી ઓળખાય છે.

      આ મંદિર સાથે એક પૌરાણિક કથા સંકળાયેલી છે. એક સમયે ઋષિ વચ્છકણ્યથી રાજા રૂંકમંગદની નગરીમાં ગયા હતાં. ઋષિપત્ની રાજા તરફ આકર્ષાયા અને તેમની સમક્ષ પ્રેમનો પ્રસ્તાવ મૂક્યો પણ રાજાએ અસ્વીકાર કર્યો પરંતુ દેવરાજ ઈંદ્રે રાજાના વેશમાં ઋષિપત્ની સાથે સહેવાસ કર્યો.. એનાં ફળરૂપે ‘ગૃસ્થમંદ’ નામનાં બાળકન્ઓ જન્મ થયો.. મોટા થતાં આ બાળકને પોતાની ઉત્પત્તિ વિષે જાણ થતાં તે ખૂબ દુઃખી થયો અને તેણે શ્રી ગણેશજીની અહીં આરાધના કરી. અને શ્રી ગણેશજી તેનાં પર પ્રસન્ન થયાં. અહીં એક સો વર્ષથી પણ વધારે સમયથી અખંડ દીવો પ્રજ્વલિત છે.

 

       થિવુરમાં આવેલાં ‘ચિંતામણિ વિનાયક’ સૌથી અલગ અને વિશિષ્ટ સ્થાન ધરાવે છે. પુણે શહેરની ભાગોળે આવેલાં આ મંદિર ને લોકો ‘થિવોરચા ચિંતામણિ’ તરીકે ઓળખે છે. આ મંદિર માટે કહેવાય છે કે કપિલ ઋષિ પાસે ‘ચિંતામણિ’ નામનો મનવાંચ્છિત ફળ આપનારો મણિ હતો .રાજા ગુણાએ એ મણિ ચોરાવતાં ઋષિ ખૂબજ દુઃખી થયાં અને કપિલઋષિ એ મણિ પ્રાપ્તિ માટે શ્રી ગણેશજીનું આહ્વાન કર્યું અને શ્રી ગણેશજી એ મણિ પાછો પ્રાપ્ત કરી કપિલ ઋષિને પાછો સોંપ્યો. આ પૂર્વાન્મુખ મંદિરમાં પ્રવેશતાં જ અદભૂત શાંતિ અનૂભવાય છે. મરાઠા યોદ્ધા માધવરાવ પેશવાને આ મંદિર માટે ખૂબ જ આસ્થા હતી.

 

       પુણેથી 160 કિ.મિ. આવેલાં પુણે-નાસિકનાં રસ્તે લેખનેની પહાડી પર ‘ગિરિજાત્મક વિનાયક’ બિરાજેલાં છે. એવું મનાય છે કે માતા પાર્વતીજી એ પોતાના શરીરનાં મેલમાંથી મૂર્તિ બનાવી હતી. માતા પાર્વતીજી આ મૂર્તિને જીવંત બાળસ્વરૂપમાં જોવા માંગતા હોવાથી તેમણે 12 વર્ષો સુધી કઠોર તપ કર્યું હતું.

 

        તમામ કાર્યો નિર્વિઘ્ને પાર પડે તે માટે મનુષ્યો જ નહીં પરંતુ દેવી દેવતાંઓ પણ સુખકર્તા શ્રી ગણેશજીનું ધ્યાન ધરે છે. પુણે-નાસિકનાં માર્ગે 100 કિ.મિ. દૂર ઔઝારમાં આવેલા ‘વિઘ્નેશ્વર વિનાયક’ના દર્શન કાર્યમાં આવતી બધા દૂર કરે છે.

       ધાર્મિક કથા મૂજબ વિઘ્નસૂર નામનો રાક્ષસ દેવો અને મનુષ્યોનાં દરેક કાર્યોમાં બાધા નાખતો હતો.. શ્રી ગણેશજીની સાથે તુમુલ યુદ્ધ બાદ ત દુંદાળા દેવની શરણે આવતાં શ્રી ગણેશજી ‘વિઘ્નેશ્વર વિનાયક” તરીકે ઓળખાયા.

 

               પુણે-સોલાપુર રેલ્વેમાર્ગ પર ‘બોરીવ્યાલ’ સ્ટેશનથી 11 કિ.મિ. દૂરભીમા નદીને સામા કિનારે ‘સિદ્ધટેક’ના ‘સિદ્ધિવિનાયક’નો સમાવેશ ‘અષ્ટવિનાયક’માં થાય છે. આની પાછળની પૌરાણિક કથા એવી છે કે ચિંચવડનાં મોરયા ગોસ્વામીએ ગણેશજીનું તપ કર્યું હતું અને અહીંથી મોરેગાંવ ગયા હતા. અહીંની મૂર્તિ સ્વયંભૂ ગજમુખી જમણી સૂંઢધારી છે.

 

      પુણેથી 160 કિ.મિ. દૂર પાલીમાં આવેલા ‘બલ્લારેશ્વર વિનાયક’નું સ્થાન ‘અષ્ટવિનાયક’માં સૌથી અંતિમ છે. અગાઉનાં સમયમાં કલ્યાણમાં એક વેપારીના ‘બલ્લાર’ નામના પુત્રને ‘વિનાયક’માં અસીમ ભક્તિ હતી. અને આજ ભક્તિને કારણે શ્રી ગણેશજી તેનાં પર પ્રસન્ન થતાં ‘બલ્લારેશ્વર’ નામક મંદિરની સ્થાપના થઈ.

                    આમ આપણી પણ ‘અષ્ટવિનાયક’ યાત્રા પૂર્ણ થઈ.

                                      ૐ ગં ગણપતયે નમઃ

Advertisements

5 comments on “અષ્ટવિનાયક

 1. મારી આ અગાઉની કોમેંટ ક્યાંક જતી રહી એવું લાગવાથી ફરીથી લખું ?
  1998 માં અમે આ યત્રાએ ગયેલાં.બધે દર્શન કર્યાં..બે દિવસમાં તો આખા
  જન્મની ભૂખ ભાંગી ગઈ !પોહાચે પાપડ સરસ અને જાણીતા છે.વળી અમે
  સાથોસાથ “ભીમાશંકર”નાં દર્શન કરેલાં. ! તે હિ નો દિવસા ગતા !
  બેના ! તમે સુન્દર માહિતી પૂરી પાડી ! આભાર !

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s