આજે ભાદરવા વદ ચૌદસ
આજનો સુવિચારઃ-..આ જગતમાં ભાગ્યે જ એવી કોઈ વ્યક્તિ હશે કે જેનો એક પણ શત્રુ કે મિત્ર ન હોય.- ચિનુ મોદી.
કવિશ્રીઃ- ભાસ્કર વોરા સંગીતઃ- દિલીપ ધોળકિઆ
રાગઃ- ભૈરવી તાલઃ- કેરવો
આ રંગ ભીના ભમરાને કહોને કેમ કરી ઉડાડું
ફૂલ ફટાયો પજવે મુજને ના પાડું ? હા પાડું ?
– આ રંગ ભીના
પ્રીતભર્યાં સરવરનાં નીરે ગળાબૂડ ઊભી જ્યાં ધીરે
ઘૂંઘટ ખેંચી લજવે મુજને ના પાડું ? હા પાડું ?
– આ રંગ ભીના
ઉરકમળને કોરી કોરી ગુન ગુન તો ગાતો રસહોરી
રૂપરસિલો રીઝવે મુજને ના પાડું ? હા પાડું ?
– આ રંગ ભીના
ગાયિકા:- શ્રીમતી કૌમુદી મુનશી
વાગ્યેકાર:- નીનુ મઝુમદાર
મેં તો રંગ્યો હતો એને દિલડાંની સંગ
તોએ સાયબાની પાઘડીએ લાગ્યો કોઈ જુદો રંગ
મારા સાયબાની પાઘડીએ લાગ્યો કોઈ જુદો રંગ
રંગ તો એવો જાલિમ જાણે જમદૂતે ઝંખેલો
ક્યાંકથી લાવ્યો પાતાળ ભેદી નાગણનો ડંખેલો
એના ઝેરની ઝાપટ લાગી મને ફૂટ્યો અંગે અંગ
મારા સાયબાની પાઘડીએ લાગ્યો કોઈ જુદો રંગ
– મેં તો રંગ્યો હતો
ચાર દિશામાં ક્યાંય નહીં ને મેઘધનુમાં નો’તો
વ્હાલમને મન એજ વસ્યો ને એજ રહ્યો રંગ જો’તો
એનો ડાઘ પડ્યો, તે મૂળથી ધોવા મથી રહી હું દંગ
મારા સાયબાની પાઘડીએ લાગ્યો કોઈ જુદો રંગ
– મેં તો રંગ્યો હતો
રંગની ઉપર રંગ ચઢે તે મૂળ નો’તો રંગ ધોળો
સાયબો મારો દિલનો જાણે શિવજી ભોળો ભોળો
કોઈ ભિલડીએ એને ભોળવી એનાં તપનો કર્યો ભંગ
મારા સાયબાની પાઘડીએ લાગ્યો કોઈ જુદો રંગ
– મેંતો રંગ્યો હતો
ગાયિકાઃ- રાજુલ મહેતા
ૐ નમઃ શિવાય
બેના ! સુંદર શબ્દરચનાવાળી આ કૃતિ જો સાંભળવા મળી હોત તો ?
LikeLike
પહેલું ગીત ફાલ્ગુની શેઠે પણ ગાયું છે.
LikeLike
enjoyed a lot.maja aavi gai
LikeLike
સુંદર રચના…
LikeLike
Sudhirbhai and Nilaben
I was very much pleased to go thru yr Blog
I am not a softwear enge
I am a structural engr
fond of Sangeet
Aa rang bhina — I have first few lines of song in mp3 for the benifit of readers
Give me yr email please
Aabhaar
Sharad
LikeLike