શક્તિપીઠ

                 આજે આસો સુદ બીજ [નવરાત્રીનો બીજો દિવસ]

આજનો સુવિચાર:- ન હોય જો કશું તો અભાવ નડે છે, મળે જો બધું તો સ્વભાવ નડે છે. – જયશ્રી ભક્ત

   જગત જનની આદ્યશક્તિની શક્તિપીઠોની સંખ્યા અંગે વિભિન્ન મતો છે. કેટલાક 51 કહે છે તો કેટલાક 108ની સંખ્યા ભારતમાં હોવાનું જણાવે છે. આ 51 શક્તિપીઠમાંથી 42 ભારતમાં છે. અને અન્યમાં 1 શ્રીલંકામાં છે, 1 તિબેટમાં, 4 બાંગ્લાદેશમાં, 1 પાકિસ્તાનમાં અને 2 નેપાળમાં છે.

      પુરાણોમાં મહામાયા, પરાશક્તિ, પ્રકૃતિ,યોગનિંદ્રા, યોગમાયા,યોગેશ્વરી વગેરે નામોથી પ્રચલિત છે. એક પ્રશ્ન ઉભો હતો કે શું સતી સાથેનો સંબંધ સૃષ્ટિનાં પ્રારંભથી હતો? શ્રીમદ ભાગવત અનુસાર વિષ્ણુ ભગવાન નિશ્ર્ચેત પડ્યાં હતાં પરંતુ મહામાયા દ્વારા જ તેમનામાં ચેતના જાગૃત થઈ અને તેમને સૃષ્ટિ રચવાની ઈચ્છા થઈ અને નાભિકમળમાંથી બ્રહ્માજી ઉત્પન્ન થયાં. પ્રજાવૃદ્ધિ માટે બ્રહ્માજીએ દસ પુત્રો ઉત્પન્ન કર્યાં. એમાનાં એક દક્ષ પ્રજાપતિ હતાં. મહામાયાનો અવતાર ન થયો હોવાથી બ્રહ્માજીનાં આદેશથી દક્ષ પ્રજાપતિએ ‘મા’ ને પ્રસન્ન કરવા તપ આદર્યું. આમ જ્યોતિપુંજ સ્વરૂપા માનાં વરદાનથી વિષ્ણુનાં સત્યાંશરૂપે સતીની ઉત્પત્તિ થઈ અને તેઓ શિવજીને વર્યાં.

          દક્ષનાં મનમાં કારણોસર શિવજી માટે દુર્ભાવ ઉત્પન્ન થતા, તેમણે યોજેલાં યજ્ઞમાં શિવજીને નિમંત્રણ ના આપ્યું. શિવજીની મનાઈ છતાં સતી પિતાને સમજાવવા ગયાં. પતિનું અપમાન સહન ન થતાં સતી પોતાની કાયા યજ્ઞમાં હોમી દીધી. જ્યારે શિવજીને આ વૃતાંતની જાણ થઈ ત્યારે તેમના ક્રોધાગ્નિથી ભદ્રકાળી અને વીરભદ્ર ઉત્પન્ન થયાં અને દક્ષનો સંહાર કર્યો અને યજ્ઞ વેરણછેરણ કરી દીધો..દેવોની સ્તુતિ દ્વારા પ્રસન્ન થયેલાં શિવજીએ યજ્ઞ સ્થળે પહોંચી અમંગળ સમાપ્ત યજ્ઞનો પુનઃ પ્રારંભ કરાવ્યો. પરંતુ સતીના શરીરને જોઈ મોહવશ બની સતીનાં પાર્થિવ દેહને ઊંચકી અહીંતહીં દોડવા લાગ્યા. એમનો આ મોહભંગ કરવા વિષ્ણુજીએ પોતાનાં સુદર્શન ચક્ર વદે સતીનાં દેહનાં ટુકડે ટુકડા કર્યાં. વિકળ થયેલાં શિવજીનાં ખભા પરથી સતીના શરીરનાં ટુકડા અહીંતહી જમીન પર પડ્યાં. જે જગ્યાએ સતીનાં શરીરનાં ટુકડાં પડ્યાં તે જ્ગ્યા ‘શક્તિપીઠ’ તરીકે ઓળખાવા લાગી.

[ શક્તિપીઠનાં નામ વગેરે આવતી કાલનાં અંકમાં]

                     ગરબો

 

તું તો કાળી ને કલ્યાણી રે મા ! જ્યાં જોઉં ત્યાં જોગમાયા
તું ચારે યુગમાં ગવાણી રે મા ! જ્યાં જોઉં ત્યાં જોગમાયા

તને પહેલા તે યુગ્માં જાણી રે મા ! …..જ્યાં જોઉં ત્યાં
તું શંકર ઘેર પટરાણી રે મા ! …..જ્યાં જોઉં ત્યાં
તું ભસ્માસુર હરનારી રે મા ! …..જ્યાં જોઉં ત્યાં

તને બીજા તે યુગમાં જાણી રે મા ! ……જ્યાં જોઉં ત્યાં
તું હરિશ્ર્ચંદ્ર ઘેર પટરાણી રે મા ! …..જ્યાં જોઉં ત્યાં
તું સત્યને કારણે વેંચાણી રે મા ! …..જ્યાં જોઉં ત્યાં

તને ત્રીજા તે યુગમાં જાણી રે મા ! …..જ્યાં જોઉં ત્યાં
તું રામચંદ્ર ઘેર પટરાણી રે મા ! …..જ્યાં જોઉ ત્યાં
તું રાવણને રોળનારી રે મા ! …..જ્યાં જોઉં ત્યાં

તને ચોથા તે યુગમાં જાણી રે મા ! …..જ્યાં જોઉં ત્યાં
તું પાંડવ ઘેર પટરાણી રે મા ! …..જ્યાં જોઉં ત્યાં
તું કૌરવકુળ હરનારી રે મા ! …..જ્યાં જોઉં ત્યાં

તને પાંચમા તે યુગમાં જાણી રે મા !…..જ્યાં જોઉં ત્યાં
તું નર ઘેર નારી રે મા ! ….જ્યાં જોઉં ત્યાં
તું નરકુળ ઉજાળનારી રે મા ! ….જ્યાં જોઉં ત્યાં

                 

                     જય માતાજી

4 comments on “શક્તિપીઠ

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s