શક્તિપીઠ

                            આજે આસો સુદ ત્રીજ

 આજનો સુવિચાર:- ‘ગરબો’ શબ્દનો ઉપયોગ આપણાં કવિશ્રી નરસિંહ મહેતાએ કર્યો હતો.

સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વાધસાધિકે
શરણ્યે ત્ર્યબકે ગૌરી નારાયણી નમો સ્તુતે

           ગઈકાલે આપણે શક્તિપીઠ વિષે જાણ્યું. આજે આપણે તેનાં નામ અને ક્યાં આવી છે તે જાણીએ.


1] કામાખ્યા:- આ શક્તિપીઠ આસામમાં છે. વિશ્વનું સૌથી મોટું તાંત્રિક શક્તિપીઠ છે. માને કામાખ્યા અને શિવજીને ઉમાનંદ ભૈરવના નામથી પૂજવામાં આવે છે.

2] વૃંદાવન:- આ શક્તિપીઠ ઉત્તરપ્રદેશમાં છે. અહીં મા ઉમાને નામે અને શિવજી ભૂતેશને નામે ઓળખાય છે.

3] કરવીર:- આ શક્તિપીઠ મહારાષ્ટ્રમાં છે. મા મહિષમર્દિની અને શિવજી ક્રોધીશના નામે ઓળખાયછે.

4] શ્રીપર્વત:- આ શક્તિપીઠ કાશ્મીરમાં છે. મા શ્રીસુંદરી અને શિવજી સુંદરાનંદ તરીકે પૂજાય છે.

5] શુચિ:- આ શક્તિપીઠ કન્યાકુમારી પાસે છે. માતાજી નારાયણી તરીકે અને શિવજી સંહાર અથવા સંકુર તરીકે પૂજાય છે.

6] ભૈરવ પર્વત:- મધ્ય પ્રદેશમાં આ શક્તિપીઠ આવેલી છે. માતાજી અવંતિ અને શિવજી લમ્બકર્ણ તરીકે પૂજાય છે.

7] વારાણસી:- અહીં માતાજી વિશાલાક્ષી અને શિવજી કાળભૈરવ કહેવાય છે.

8] ગોદાવરી તટ:- આંધ્ર પ્રદેશમાં આવેલી આ શક્તિપીઠમાં સતી રુકમણી વિશ્વમાતૃકા અને શિવજી દંડપાણી તરીકે પૂજાય છે.

9] જ્વાલામુખી:- હિમાચલ પ્રદેશમાં આવેલી આ શક્તિપીઠનાં સતી અમ્બિકા અને શિવજી ઉન્મત્ત કહેવાય છે.

10] જનસ્થાન:- મહારષ્ટ્રમાં આવેલી આ શક્તિપીઠનાં સતી ભ્રામરી અને શિવજી વિકૃતાક્ષ તરીકે પૂજાય છે.

11] પંચસાગર:- અહીં સતી વારાહી અને શિવજી મહારુદ્ર તરીકે ઓળખાય છે.

12] કાશ્મીર:- અમરનાથની ગુફામાં સ્થિત માતાજી મહામાયા અને શિવજી ત્રિસંધ્યેશ્વર તરીકે પૂજાય છે.

13] અટ્ટહાસ:- બંગાળમાં આવેલ આ શક્તિપીઠનાં સતી ફુલરાદેવી અને શિવજી વિશ્વેશ તરીકે પૂજાય છે.

14] શ્રીશૈલ:- આંધ્ર પ્રદેશની આ શક્તિપીઠનાં માતાજી મહાલક્ષ્મી અને શિવજી સંવરાનંદ તરીકે પૂજાય છે.

15] નન્દીપુર:- સતી નન્દીની અને શિવજી નન્દીકેશ્વર તરીકે બંગાળમાં સ્થિત આ શક્તિપીઠમાં પૂજાય છે.

16] નલહરી:- બંગાળની આ શક્તિપીઠના સતી કાલિકા અને શિવજી યોગેશ તરીકે પૂજાય છે.

17] મિથિલા:- મહોદય અને ઉમા તરીકે અહીં શિવ શિવા પૂજાય છે.

18] પ્રભાસ:- ગુજરાતમાં આવેલી આ શક્તિપીઠનાં સતી ચંદ્રભાગા અને શિવજી વક્રતુંડ તરીકે પૂજાય છે.

19] જાલંધર:- પંજાબ સ્થિત આ શક્તિપીઠનાં સતી ત્રિપુરમાલતી અને શિવજી ભીષણરૂપ તરીકે પૂજાય છે.

20] બૈજનાથ:- બિહારમાં સ્થિત આ શક્તિપીઠનાં સતી નવદુર્ગા અને શિવજી બૈજનાથ તરીકે પૂજાય છે. અહીં સતીનો અગ્નિદાહ થયો હોવાથી ચિતાભસ્મનું મહ્ત્વ અહીં છે.

21] રામગીરી:- ઉત્તર પ્રદેશ્માં સ્થિત આ શક્તિપીઠનાં સતી શિવાની અને શિવજી ચણ્ડ તરીકે ઓળખાય છે.

22] કન્યકાશ્રમ:- તામિલનાડુમાં સ્થિત આ શક્તિપીઠનાં સતી શર્વાણી અને શિવજી નિમિષ છે.

23] વક્ત્રેશ્વર:- સતી મહિષમર્દીની અને શિવજી વક્ત્રેશ્વર છે.

24] રત્નાવલી:- મદ્રાસ નજીક કુમારી અને શિવ તરીકે સતી અને શિવજી છે.

25] પ્રયાગ:- અહીં લલિતાદેવી અને મન તરીકે સતી અને શિવજી તરીકે પૂજાય છે.

26] ઉત્કલ:- વિમલા અને જગત તરીકે પૂજાતા સતી અને શિવજીની આ શક્તિપીઠ ઓરિસ્સામાં સ્થિત છે.

27] કાંચી:- દેવગર્મા અને રુદ્ર તરીકે શિવા શિવ અહીં પૂજાય છે. આ શક્તિપીઠ તામિલનાડુમાં છે.

28] ઉજ્જૈન:- અહીં સતી માંગલ્યચંડિકા અને શિવજી કપિલામ્બર કહેવાય છે.

29] કાલમાધવ:- અહીં અસિતાંગ અને કાલી તરીકે શિવ શિવા પૂજાય છે.

30] મણીવેદિક:- રાજસ્થાનમાં આ શક્તિપીઠ છે. અહીં મા ગાયત્રી અને શિવ સર્વાનંદ તરીકે છે.

31] મગધ:- મા સર્વાનંદકારી અને શિવજી વ્યોમકેશની આ પીઠ બિહારમાં છે.

32] શોણ:- બિહારમાં છે. મા શોણાક્ષી અને શિવજી ભદ્રસેન છે.

33] જયંતી:- મેઘાલય સ્થિત છે. મા જયંતી અને શિવજી ક્રમદિશ્વર છે.

34] ત્રિપુરા:- મા ત્રિપુરસુંદરી અને શિવજી ત્રિપુરેશ્વર છે.

આ ઉપરાંત વિમાશ, ત્રિરનોતા, કુરુક્ષેત્ર,કાલીપીઠ, યુગાધી, વિરાટ, કિરીટ, બહુલા, માનસ આપણી શક્તિપીઠ છે.
  – મહાકાલ ભૈરવાનંદજી

[સૌજન્ય;- જન્મભૂમિ]

                                                 જય માતાજી

One comment on “શક્તિપીઠ

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s