જય ભવાની

આજે આસો સુદ સાતમ

આજનો સુવિચાર:- મામ પાહી ૐ ભગવતી ભવદુઃખ કાપો

સાચી રે મારી સત રે ભવાની મા અંબા ભવાની મા
હું તો તારી સેવા કરીશ મૈયા
લાલ નવ નવ રાતનાં નોરતા કરીશ મા, પૂજાઓ કરીશ મા
વિરાટનો ગરબો તારો ઝીલીશ મૈયા લાલ
– સાચી રે

સારા જગમાં ખૂણા ખૂણાએ મા, તારા અવતાર રે
તોએ તુજથી જુદા પડેલાં દુઃખિયાનો નહીં પાર રે
એ સહુની સેવા એ તારી સેવા હું ગણીશ મા, પૂજાઓ ગણીશ મા
વિરાટનો ગરબો તારો ઝીલીશ મૈયા લાલ
– સાચી રે

જગત જનની મા જગદંબે તું, સર્વ કોઈની માત રે
સંસારે સંભારીયે સંતાન અમે દિન રાત રે
તારા જેવી માત થવાને આશિષો હું લઈશ મા, તેજ સ્વરૂપે થઈશ મા
વિરાટનો ગરબો તારો ઝીલીશ મૈયા લાલ
– સાચી રે

તુજને ભૂલી ભાન ભૂલેલા ખેલે જંગ અનેક રે
એ વિનાશમાંથી અવિનાશી સત્ય નિરંજન એક રે
તારો એ સંદેશ અમારા જીવનમાં વણીશ મા, સહુને સુણાવીશ મા
વિરાટનો ગરબો તારો ઝીલીશ મૈયા લાલ
– સાચી રે

 

કાળી દાંડીનો ડમરો રે મા ઉગ્યો માઝમ રાત
કે નવલખ તારાનો ગરબો લઈને આવી અંબેમાત
– કાળી દાંડીનો

પાંચ સહેલી ચાચર માને પાંચ સહેલી બહાર
એક દીવો વચ્ચે મૂકીને, ગરબો લેતી ચાર
કે મા એ કોટિ મંદિરમાં વ્હેંચી દીધી કોટિ ભાત
– કાળી દાંડીનો

ગુલાલ કંકુ વેર્યાં માએ હૈયે અપરંપાર
જ્યોત જલાવી અંતરપટમાં દેખાડ્યો સંસાર
કે માએ ચુંદડી ભાતીગળ દીધી મુજને હાથોહાથ
– કાળી દાંડીનો

લખ ચોર્યાંસી ફેરા ફરવા કીધો નિર્ધાર
તાલી દઈ દઈ ગેબ ઝીલાવે, ઝીલે નરને નાર
કે ફરતી અંબા મા આવી ગરબે રમવા મારી સાથ
– કાળી દાંડીનો

જય અંબે      જય ભવાની

4 comments on “જય ભવાની

 1. YOU HAVE STARTED NAVRATRI FESTIIVITY WITH GOOD WRITING
  TO MORROW IS ASTAMI.
  HOPE ,YOU WILL MAKE THIS NAVRATRI WITH MA’S BLESSING TO ALL WITH PEACE.
  Who enjoys surfing and reading are thankful like me to you.
  IN USA, OUR FAMILY WAS BLESSED IN 1990 NAVARATRI, WE HAD MOTHER OF THE UNIVERSE AND OUR MOTHER WORSHIPED FOR 9 DAYS AND PUJA WAS CONDUCTED DAILY BY DR. BHAGAVATI PRASAD PANDYA AND DR. JAYANTILAL BHATT who were staying with us while there visit to USA.
  YOUR BLOG TOOK ME IN THOSE DAYS.

  Like

 2. સરસ અને પ્રાચીન ગરબા વાંચી આનંદ થયો. અહી ઉપલેટા મા કાળીદાંડી નો ડમરો એક ઉમીયાજીગરબી મંડળ નો પ્રખ્યાત ગરબો છે. દરેક નોરતે અંતે આ ગરબો ગવાય ને વાતાવરણ પણ એવુ ભક્તિમય થઇ જાય.

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s