મારાં સપનાં ઝરી જાય રે લીલાંછમ

                                 આજે આસો સુદ તેરસ

આજનો સુવિચાર:- ગીત આનંદમય અને અનિર્વચનીય છે !
                                                     ડૉ. યશવંત ત્રિવેદી

 

રાત ઝરે, પારિજાત ઝરે, મારાં સપના ઝરી જાય રે લીલાંછમ
તે એને કોઈ તો રોકો !

સમય હરણાં કેરી ઠેકમાં, ઊડે પવન કેરા લ્હેરિયાં લીલમલોળ
તે એને કોઈતો ટોકો !

હળવે ભમ્મર ફૂદડિયુંમાં ખેરવી જાતાં પાંદડાં શિશિર-વાયરાને
આ ડૂસકાં કોનાં સાંભળું સાંજને ટાણે ?
હળવે તારા રૂપની ઉપર વાયરા કોરી જાય ઉદાસી
સાંજની ઝીણી નકશી તારા ફૂલગુલાબી જોવન વ્હાણે !

અશ્રુ ઝરે, રાત જાગેલી આંખ આ ઝરે, આભલાં ઝરતાં શ્રાવણધારનો
મને વાગતો જાય રે ઝોંકો !
સમય હરણાં કેરી ઠેકમાં, ઊડે પવન કેરાં લ્હેરિયાં લીલમલોળ
તે એને તો કોઈ ટોકો !

હળવે ટોતું જાય છે કંઠે કોણ તૃષાને ?
હળવે પાતું જાય છે દરિયો કોણ અદીઠ આ કોમળ હાથે ?
કિયું અગન પંખી એની ફેલાવી જાય પેટાવી દીપ
મારા આ કોડિયા ભીતર જાય ઊડી કો પાયે ?

લોહી ભીતરથી લળકઝળક કોણ હરી જાય વેદના લીલીછમ
ને મને આપતું જાતું ખોકો !
રાત ઝરે, પારિજાત ઝરે, મારાં સપનાં ઝરી જાય રે લીલાંછમ
તે એને કો’ક તો રોકો !

———— ડૉ. યશવંત ત્રિવેદી

ૐ નમઃ શિવાય

Advertisements

4 comments on “મારાં સપનાં ઝરી જાય રે લીલાંછમ

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s