આસોનાં અજવાળે

              આજે આસો સુદ પૂનમ, શરદ પૂર્ણિમા

        આજનો સુવિચાર:- સાચો અને સંપૂર્ણ ધર્મ એક જ છે પરંતુ મનુષ્યમ માટે અનેક બને છે.
                                                                                              — ગાંધીજી

                આજે શરદપૂર્ણિમાનો દિવસ. દૂધપૌંઆ ખાવાનો દિવસ. આજની રાત્રીએ લક્ષ્મીજીની પ્રસન્નતા માટે લોકો જાગરણ કરે છે. આજે વરસાદનું જલબિંદુ દરિયાના છીપમાં પડે તો તે મોતી બની જાય તેવી માન્યતાને આધારે આજે ‘માણેકઠારી’ પૂનમ કહેવાય છે. આજની પૂનમને ‘કોજાગરી’ પૂનમ પણ કહેવાય છે. કહેવાય છે કે શરદ પૂનમની રાત્રે ચન્દ્ર સામે જોતાં જોતાં સોયમાં દોરો પોરવવાથી આંખો નિરોગી બને છે.

 

મુને આસોનાં અજવાળે રમવા નોતરી
એમાં સહિયરોનો સંગ,
મારા ફરક્યાં જમણાં અંગ
હું તો છોગલિયે મોહીને નીકળી સોંસરી
  —- મુને આસોનાં અજવાળે

રૂદિયે બોલે મોર ચકોરા
વરસે નેહનાં મબલખ ફોરાં
સહીયર કેમ રહીશું કોરાં
ફગવી દઈને જુઠ્ઠાં મ્હોરાં
હું તો એકજ દોટે દેખો કેવી સરરરર ..રર સરી
— મુને આસોનાં અજવાળે

મુને જોબનિયું ઝકઝોરે
વ્હાલમ અણદીઠ ચિત્તડું ચોરે
લથબથ લાગણીયો હીલ્લોળે
તરસ્યાં નેણ કસુંબો ઘોળે
હું તો વિંધાઈ ને થઈ ગઈ એની વાંસળી
— મુને આસોનાં અજવાળે

વરસ્યો મબલખનો દાતાર
ઝીલું ઝીલું અપરંપાર
રણક્યા ઉરનાં તારે તાર
હલક્યા પ્રીતનાં પારાવાર
પિયુએ રમતાં રમતાં રે મુને ચીતરી
—- મુને આસોનાં અજવાળે

કવિશ્રી:- સુરેન ઠાકુર           સંગીત:- નવિન શાહ

                ૐ નમઃ શિવાય

Advertisements

3 comments on “આસોનાં અજવાળે

  1. હું તો વિંધાઈને થઈ ગઈ એની વાંસળી …..વાહ કવિ !
    પિયુએ રમતાં રમતાં રે મુને ચીતરી………..
    મુને આસોના અજવાળે !

    બેના ,તમારી શોધ ઉત્તમ છે.

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s