યા હોમ કરીને……….

                   આજે આસો વદ એકમ

આજનો સુવિચાર:- સંયમ અને પરિશ્રમ માનવીનાં બે વૈદ છે. – રૂસો

             બાળપણથી જ દર્શિતા સતત વિચારતી : મારી આસપાસમાં અપૂર્ણતાઓ તો ઘણી છે પણ મારે આ દુનિયામાં કશું સાર્થક લાગે એવું કાંઈ કરવું છે.

    શું કરવું તેનો પ્લાન આડત્રીસ વર્ષનાં મંથન પછી તૈયાર છે. હવે મારા માટે બેસી રહેવું પાલવે તેમ નથી. દર્શિતાનું દિમાગ સ્વતંત્ર રીતે કામ કરતું હતું.

        બાળપણથી પેરેલીસીસ થવાથી પગ જકડાઈ ગયા હતા. લાકડાની ઘોડીથી ચાલતી દર્શિતાની આંખમાં પાણી ભરાઈ આવ્યા. બસ પછી તે નથી રડી અને પોતાની કમજોરી દૂર કરવા પાર વિનાના પ્રયત્નો આરંભ્યા. હા ! દરેક વખતે કુટુંબીજનો તેની સાથે રહેતાં.માતા પિતાનો અપાર પ્રેમ અને ભાઈ ભાભીની હુંફે દર્શિતામાં નવો પ્રાણ પૂર્યો. પોતાની શારીરિક પંગુતાને ન ગણકારતા બૌધ્ધિક અને માનસિક વિકાસની એક પછે એક સીડી ચઢી દર્શિતા કામિયાબ બની શકી.

      પ્રથમ તો દર્શિતા ભણવાનું શરુ કર્યુ માસ્ટર્સ કરી એલ.એલ.બી. કર્યું. કવિતાઓ લખી, ગઝલો લખી. મિત્રો બનાવ્યા, પોતાના વિચારોને આદાન પ્રદાન કરવાનુ ચાલુ કર્યું. કોમ્પુટરમાં પ્રાવીણ્યતા મેળવી. મહેમાનગતિમાં પાછી ન પડે. મોટી વિશેષતા એ કે તેનામાં રણકતો આત્મવિશ્વાસ છે.

     સ્વભાવથી સુંદર, મનથી સુંદર તેમ જ ભગવાને શારીરિક સૌંદર્ય બક્ષતા દર્શિતા ટોક ઓફ ટાઉન બની. જાણકારો કહે છે દર્શિતાના વિચારોમાં પ્રવાહીતા છે. લાગણીઓમાં સ્વાભાવિક સુંદરતા છે.

        દર્શિતા પોતાની પંગુતા વિસારે પાડી શકી તેનું કારણ તેની એલર્ટનેસ ,વિવિધ વિષયોમાં રસ લેવાની ક્ષમતા અને માત્ર કવિતા લખતી જ નથી પણ જીવી જાણે છે એટલે સ્વરોનુ જ્ઞાન પણ છે. આમ દર્શિતાએ પંગુતા સામે યુદ્ધ શરુ કરી દીધું છે અને પંગુ માણસોનાં વિકાસાર્થે કાર્યક્રમો આપવા છે. દર્શિતાએ નર્મદનું જીવનસૂત્ર અપનાવ્યું છે. ‘ યા હોમ કરીને ઝૂકાવો ફત્તેહ છે આગે’ પ્રભુ તેને આગળ વધવા ખૂબજ સક્ષમ બનાવે.

                                                                                —- હરેંદ્ર રાવળ

                                          

                                     ૐ નમઃ શિવાય

3 comments on “યા હોમ કરીને……….

Leave a comment