પૂજ્યશ્રી ચિત્રભાનુસાહેબનાં સાંનિધ્યમાં

                             આજે આસો વદ ચોથ [અંગારકી સંકષ્ટી ચતુર્થી]

      આજનો સુવિચાર:- કોઈપણ મનુષ્યના હાસ્ય પરથી ઘણીવાર તેનાં ગુણ અવગુણ અને પ્રકૃતિ પારખી શકાય છે. – દત્તકૃષ્ણાનંદ

[મુંબઈ સ્થિત શ્રી. રમેશભાઈ ભોજકનો આ લખાણ મોકલ્યાં બદલ ખૂબ આભર]

           કેટલાક માનવીને મળતાં જ આપણને છાંયડાની અનુભૂતી થાય છે અને મન પણ વિશ્રાંતિ પામે છે. જેમનું નામસ્મરણ પણ મન, વચનને માટે પાવનકારી પાવનકારી બને એવા પૂજ્યશ્રી ચિત્રભાનુ મહારાજ સાહેબને મળતાં કબીરવડની છાયામાં બેસવાનું સૌભાગ્ય મળ્યું હોય એવું લાગ્યું. મહારાજશ્રી એટલે અનુભવનો અક્ષય ભંડાર. પ્રવાસ તો સૌ કરે છે પણ ઉઘાડી આંખે હૃદયે પ્રવાસ કરનારા પ્રવાસી બહુ ઓછા હોય છે. 1973નાં વર્ષની પૂજ્યશ્રીનાં પ્રવાસની સ્મૃતિને યાદ કરતાં એક પરિસ્થિતીને લક્ષમાં રાખીને લોકભાગ્ય બને તે માટે પ્રેરાયો છું.

                ચિત્રભાનુ મહારાજને જર્મનીમાં વિઝિટિંગ પ્રોફેસર તરીકે ખાસ આમંત્રણ મળ્યું. સંસ્કૃત, પાલી અને અન્ય પ્રાકૃત ભાષાઓના વિદ્વાન એવા મહારાજશ્રીના જ્ઞાનનો લાભ મેળવવાનો અમૂલ્ય અવસર ત્યાંના લોકો માટે હતો. પ્રવચનનો વિષય હતો,’તુલનાત્મકપૂર્વનું તત્ત્વજ્ઞાન’ ચાર પ્રવચનો અને પાંચ દિવસનું રોકાણ જર્મનીમાં થયું. આ પાંચ દિવસનાં રોકાણ દરમિયાન પૂજ્યશ્રીને મદદ કરવા ત્યાંની મિસ હાઈડી નામની એક ગાઈડ હતી જેણે તુલનાત્મક અભ્યાસમાં પી.એચ.ડી. કર્યું હતું. બે દિવસમાં તેણે ત્યાંની યુનિવર્સિટીનો ઈતિહાસ સમજાવ્યો.. એક દિવસ સાંજે ચાલતા ચાલતા રસ્તામાં ચોક [સ્ક્વેર] આવ્યો.. તેણે કહ્યુ,’આ સ્ક્વેર છે, જ્યાં હિટલરે નાઝી પાર્ટીની સ્થાપના કરી. નાઝી લશ્કર ઊભું કર્યું.’ આગળ જતાં બીયર સેલર બતાવતાં તેણે કહ્યું,’અહીંથી હિટલરે બ્રોવેરિયન સામે યુદ્ધ શરૂ કર્યું હતું. બ્રોવેરિયનોએ બીયર સેલર પર બૉમ્બ ફેંક્યો , પણ દુર્ભાગ્યે હિટલર બચી ગયો..’ ………

           દુર્ભાગ્યે શબ્દ પર તેણે વિશેષ ભાર મૂક્યો. એ ભાર જ જાણે હિટલરનુ મૂલ્યાંકન કરી ગયો. મહારાજશ્રીએ કહ્યું ‘તારું ઈતિહાસનું જ્ઞાન સારું છે. આટલી મોટી ઉંમરે પણ અભ્યાસ કરે છે?’ સામેથી ઉત્તર મળ્યો,’ પ્રથમ ‘સાયકોલોજી [માનસશાસ્ત્ર]’માં, બીજીવાર ‘ઈતિહાસ’ અને ત્રીજીવાર ‘તુલનાત્મક અભ્યાસ’માં પી.એચ.ડી. પૂર્ણ કર્યું. મહારાજશ્રીએ સહજભાવે કહ્યું,’ શું જીવન પી.એચ.ડી. પાછળ દોડવામાં જ પૂર્ણ કરવું છે? શું યોગ્ય જીવનસાથી શોધી લગ્ન કરવાની ઈચ્છા નથી?’ પ્રશ્નો એના અંતરને વીંધી ગયા. એની આંખોમાં વિશાદ જોઈ તેઓશ્રીએ પોતાની દિલગીરી વ્યક્ત કરી. તેણે પોતાની જાત સંભાળીને કહ્યું ‘અહીં જીવન હરીફાઈથી ભરેલું છે. જીવનસાથી મેળવવામાં પણ તીવ્ર હરીફાઈ છે. એક એક યુવાન પાછળ ત્રણ થી ચાર કન્યાઓ ઊભી થવા તૈયાર છે. કારણ સ્પષ્ટ છે.’ બીજા વિશ્વયુદ્ધમાં લાખો યુવાનો ભૂતકાળ બની ગયા. કોઈએ પતિ, કોઈએ દીકરો, કોઈએ ભાઈ, કોઈએ પિતાને ગુમાવ્યાં છે. જીવનસાથી મેળવવાની નિષ્ફળ સ્પર્ધા. એટલે મેં જીવનદિશા બદલી અને અભ્યાસ તરફ વળી. આપ એમ ન માનશો કે હું દુઃખી છું. જીવતાં જીવતાં શી રીતે ઉર્ધ્વગામી બનવું એની આ એક પ્રક્રિયા છે.આને કારણે જ સારા વિચારકો, ચિંતકો અને જીવનદર્શકોને મળી શકી છું. આપને મળવાથી હું ખૂબ ખૂબ ખૂશ છું.!
    મહારાજશ્રીએ એની આંખોમાં અજબની ચમક જોઈ. જ્ઞાનની ઉપાસના જીવનનું ખાલીપણું ભરી દે છે. આપણી જાતને આસપાસની અપેક્ષા વગર ભીતરથી ભરતા રહીયે તો અપૂર્ણતાનો અફસોસ ન રહે. આ બધાથી પર થવા મિસ હાઈડીનો માર્ગ અનુસરવાની જરૂર છે.

    પૂજ્યશ્રી ચિત્રભાનુ મહારાજશ્રી એટ્લે જ કહ્યું છે કે ‘યુદ્ધ એ ગમે તે નામે હોય, વિનાશ જ નોતરે છે.ધર્મ કે દેશનું નામ વાપરવાથી વિનાશકતા ઓછી નથી થતી.’ સારા નામથી લોકો ભ્રમમાં પડી જાય છે અને મૈત્રીને અને ભાત્રુભાવને બદલે ઝનૂન અને વેર પ્રવેશી જાય છે. જેને કમળો થયો હોય તેને બધું જ પીળું દેખાય છે. ત્યારે પ્રભુ મહાવીરે ચીંધેલા મૈત્રીમાર્ગે જઈ કહેવાનું મન થાય કે ભાઈ તરી નજરનો ઈલાજ કરાવ.’ અને પૂજ્યશ્રીએ પોતાની વાતનું સમાપન કરતાં કહ્યું,’ હું તો જીવન્દર્શન કરાવવા ગયો હતો અને જીવનદર્શન પામીને પાછો આવ્યો.’!

                              ૐ નમઃ શિવાય

Advertisements

2 comments on “પૂજ્યશ્રી ચિત્રભાનુસાહેબનાં સાંનિધ્યમાં

  1. મિસ હાઇડી અને પૂ.ચિત્રભાનુજીનું દર્શન સમજવા લાયક છે..
    અપેક્ષા વગરનું જીવન ! જેવી દૃષ્ટિ તેવી સૃ.ષ્ટિ…………..!
    ભાઈ ! તારી નજરનો ઇલાજ કરાવ……………..!

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s