ચોકલેટ બરફી

                   આજે આસો વદ આઠમ

      આજનો સુવિચાર:- જીવનકોષમાંથી બે શબ્દોને કાયમને માટે છેકી નાંખીએ – ‘અશક્યતા અને કંટાળો’ – જીવન જીવતાં આવડે તો કશું અશક્ય નથી, કોઈપણ કામ આનંદથી કરશો તો ક્યાંય કંટાળો નથી.

         દિવાળી નજીક આવે છે તો દરેક ગૃહિણીને કાંઈક નવું બનાવવાની ઈચ્છા થાય છે. ચાલો તો આપણે પણ કાંઈક નવુ બનાવીએ.

[અમેરિકા સ્થિત શ્રીમતી અજિતાબેન શાહે આ વાનગી લખી મોકલી આપી તે બદલ તેમનો ખૂબ ખૂબ આભાર ]

ચોકલેટ બરફી

સામગ્રી:-

1/2 કપ બટર
1 કેન કનડેંસ મિલ્ક
1/2 કેન મિલ્ક પાવડર
1 ચમચી વેનીલા એસેંસ
1 ચમચી ચોકલેટ પાવડર

રીત:-

કાચના વાસણ મા બટર, કંડેન્સ મીલ્ક અને મીલ્ક પવડર ભેગા કરી માયક્રોવેવ અવનમાં 2:30 મિનીટ માટે હાય પાવર પર મૂકવુ. અઢી મીનીટ પછી બહાર કાઢી હલાવી ફરી અઢી મીનીટ માટે માયક્રોવેવમાં મૂકવુ.  બહાર કાઢી બે ભાગ કરવા એક ભાગમાં વેનીલા એસેંસ નાખી હલાવી એક મીનીટ માટે અવનમાં મૂકવુ. બહાર કાઢી હલાવી ઘી લગાડેલી થાળી માં પાથરી દેવુ. બીજા ભાગમાં ચોકલેટ પાવડર ભેગો કરી એક મીનીટ માટે અવનમાં મૂકવુ. બહાર કાઢી વેનીલાની ઉપર પાથરી દેવુ. ઠંડુ પડે એટલે ચોસલા પાડી લેવા.

મોહનથાળ

સામગ્રી:–

1 કપ ચણાનો કગરો [જાડો] લોટ
1 કપ ખાંડ
1 કપ ઘી
50 ગ્રામ માવો
1 ચમચી બદામ પીસ્તાની કતરી
ચાંદીનો વરખ
થોડું કેસર અને થોડી ઈલાયચીને ભેગાં કરીને સાથે વાટી લેવાં.

રીત:-

એક થાળીમાં ચણાનો લોટ લઈને વચમાં ખાડો કરી એક ચમચી દૂધ મુકી પાંચ મિનિટ સુધી ઢાંકવું. અને તેને ત્યારબાદ ચાળી લેવો.

એક તપેલીમાં ખાંડ લઈ તેમાં ડૂબે તેટલું પાણી લઈ ચાસણી કરવા ધીમાં તાપે ગેસ પર મુકો.. પાણી ઉકળતાં તેમાં એક ચમચી દૂધ નાખવાથી ખાંડનો કચરો ઉપર આવી જશે તો તે કચરો કાઢી લેવો.. જ્યારે થાળીમાં ટપકું પાડતાં તે ટપકું રેલાય નહીં તો સમજવું કે ચાસણી થઈ ગઈ. તેમાં કેસર એલચીનો ભૂક્કો તેમાં ઉમેરી દેવો. ત્યારબાદ તેને ગેસ પરથી ઉતારી લેવી.
એક તવામાં ઘી ગરમ કરવામૂકી તેમાં ચાળેલો ચણાનો લોટ ધીમે તાપે શેકવો.. ધીરે ધીરે ગુલાબી થવા માંડશે ઘેરો ગુલાબી થતાં તેમાં માવો ઉમેરવો અને 5 થી 10 સેકંડ માટે શેકવો અને પછી ગેસ પરથી નીચે ઉતારી તેમાં ગરમ ચાસણી ઉમેરી હલાવતાં રહેવું જ્યારે તે ઠરવા લાગે ત્યારે થોડું ઘી લગાડી તૈયાર રાખેલી થાળીમાં પાથરવું. તેની ઉપર તરત જ બદામ પીસ્તાની કરેલી કતરી પાથરી લેવી નહીં તો તેમાં ચોંટશે નહીં. ત્યારબાદ તરત જ તેની ઉપર ચાંદીનો વરખ પાથરી દેવો. ઠંડું પડતાં ચોસલાં પાડી લેવાં.

આમ આપનો મોહનથાળ તૈયાર થઈ ગયો.

નીલા કડકિઆ

                              ૐ નમઃ શિવાય

Advertisements

6 comments on “ચોકલેટ બરફી

  1. વજન તો વધતું જ જાય છે અને તમે આટલી સુંદર વાનગીઓ,ફોટા સાથે મૂકો એટલે બનાવ્યા વગર રહેવાય પણ નહીં અને બનાવઈ એટલે ચાખવી તો પડે જ્…..બોલો શું કરવું?
    ખૂબ જ સરસ વાનગીઓ છે….

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s