અનોખો કૈલાસ

                           આજે આસો વદ દસમ

     આજનો સુવિચાર:- અવલોકનશક્તિ તથા સામૂહિક જ્ઞાનથી છુપાયેલા ગુણદોષ જાણી શકાય છે.                                                                                                         – દત્તકૃષ્ણાનંદ

         અમારી 2003 ની સાલની કૈલાસ યાત્રા દરમિયાન વધુ પડતો સ્નો ફૉલ હોવાથી અમને કૈલાસની પરિક્રમા થઈ ન હતી તેથી થોડી દિલગીરી અનુભવાતી હતી પણ પ્રભુઈચ્છા આગળ મનુષ્ય લાચાર છે એમ વિચારી મનને મનાવ્યું. ગુરુપૂર્ણિમાનો દિવસ હતો સાંજનાં સમયે અમારો ડ્રાવર અમને છુ ગોમ્પા લઈ ગયો. કૈલાસનાં દર્શન સુદર થતાં હતાં સુધીરે વિડીઓ ઉતાર્યો અને દસ જ મિનિટમાં કૈલાસ પર વાદળાં છવાઈ ગયાં. ઘરે પાછા ફરીને જ્યારે વિડીઓ ફિલ્મ જોવાની ચાલુ કરી ત્યારે અચાનક મારી નજર કૈલાસ પડી અને મારા આશ્ચર્ય વચ્ચે માતાજીના મુખારવીંદનું પ્રાગટ્ય જોવા મળ્યું અને આ અમે દસ મિનિટ સુધી માહ્લ્યું. એ ઘડી યાદ કરીયે છીએ અને રુંવાટા ઉભા થઈ જાય છે અને અશ્રુ વહી જાય છે.

માતાજી પ્રાગ્ટ્ય 

 click on photo

પાહે જગત જનની દેવી દેહીમે વર અંબે
મંજુ ચંદ્રિકા સુંદર રૂપિણી સૌદામિની લોલ શરિરીણી

ત્રિનેત્રીય મહાદેવ

click on photo 

      કહેવાય છે કે સોમવતી અમાસે શિવ પરિવાર કૈલાસે પધારે છે. આમ તો આખા વર્ષ દરમિયાન સતયુગમાં એક જ સોમવતી અમાસ હતી. દ્વાપરયુગમાં બે સોમવતી અમાસ હતી. ત્રેતાયુગમાં ત્રણ સોમવતી અને આજનાં કળિયુગમાં ચાર સોમવતી અમાસ આવે છે. આપણે તો બડભાગી કહેવાઇયે કે આખા વર્ષ દરમિયાન ચાર સોમવતી અમાસ આવે છે.
  અમારી 2005 ની સાલની કૈલાસ યાત્રા દરમિયાન અમને યોગનુયોગ સોમવતી અમાસનો લ્હાવો કૈલાસની પરિક્રમા દરમિયાન મળ્યો હતો. શિવજીનો પરિવાર કૈલાસે પધારે છે એની અનુભૂતી અમને થઈ હતી અને એના હજરાહજૂર વાહનો રૂપે દર્શન થયા હતા.

click on photo

શિવાય પરમેશ્વરાય શશી શેખરાય નમઃ ૐ
  ભવાય ગુણ સંભવાય શિવ તાંડવાય નમઃ ૐ

click on photo  

 પહાડની ટોચ પર જોશો તો ઊંધો ત્રિશૂળ દેખાશે તેમ જ તે ૐ પણ કહી શકાય.  

   શિવાય પરમેશ્વરાય ચંદ્રશેખરાય નમઃ ૐ
  ભવાય ગુણ સંભવાય શિવ તાંડવાય નમઃ ૐ

click on photo

કાળો નાનો પહાડ મુષક જેવો દેખાશે અને તેની પાછળ ડાબી બાજુએ ગણપતિજી બીરાજે છે. અને મુષક ગણેશજીનું વાહન.  શિવજીનું ડમરું જમણી બાજુ પાછળ જણાશે.

click on photo

શિવજીનાં નેત્રો મયૂર, જે કાર્તિકજીનું વાહન ગણાય છે, ની ચાંચ જેવુ દેખાય છે અને મોરનું શરીર નંદીનાં મુખ સમાન જણાય છે. નંદી શિવજીનું વાહન છે.  

click on photo

શિવજીની જટા શિવલિંગ સમાન દેખાય છે. આ ફોટો 2003ની સાલનો છે.

                                 ૐ નમઃ શિવાય

6 comments on “અનોખો કૈલાસ

  1. આહાહાહા બેના…..વાહ રે વાહ ! અચાનકજ શિવ-પાર્વતિનાં
    દર્શન ! ત્રિનેત્રી સુદ્ધાં !

    નસીબદારને ભૂતો રળી આપે તે આનું જ નામ !..ભવ્ય !
    વળી તપ વિના સિદ્ધિ નથી…..ખૂબ અભિનંદન .

    Like

Leave a comment