અટવાઈ હું [મુક્તપંચિકા]

                                     આજે કારતક સુદ આઠમ
         આજનો સુવિચાર:- ભક્તિ એટલે દિલાવરી ,દાતારી, પવિત્રતા

       30-10-1867નાં દિવસે ભગિની નિવેદિતાનો આઈરિશ ધર્મગુરૂને ત્યાં જન્મ થયો હતો. સ્વામી વિવેકાનંદની પ્રેરણાથી તેઓ ‘આપણી ભારતમાતા’ની સેવા કરવા પોતાનો દેશ છોડી ભારતમાં આવ્યા. અહીંની સ્રીઓમાં શિક્ષણ અને સંસ્કાર ફેલાવ્યા.બાળકોને ભણાવવા અનેક મફત શાળાઓ શરૂ કરી. પ્લેગ,રેલ, મલેરિયા જેવી આપત્તિઓ સામે ખડેપગે ઊભા રહી સેવાઓ આપી હતી. ઈ.સ. 1911માં તેમનું અવસાન થયું હતુ.

અટવાઈ હું
રાસલીલામાં
ભ્રમરગીતમાં હું
કુંજગલીમાં
વેણુનાદમાં

રાસલીલામાં
ન રહ્યું ભાન
નરસૈયાનાં સ્વામી
અવતરને
એક જ વાર

કરું આજીજી
છોડ સમાધિ
છોડ શેષની શય્યા
સુણું ડમરું
શંખના નાદ

નથી હું મીરા
નથી હું ગૌરા
કેમ કરી પામું હું
વિષનાં પ્યાલા
તપ સાધના

ૐ નમઃ શિવાય

Advertisements

9 comments on “અટવાઈ હું [મુક્તપંચિકા]

 1. પિંગબેક: પ્રશંસાપાત્ર મુક્તપંચિકાઓ « મધુસંચય

 2. મુક્તપંચિકા
  ભક્તિભાવથી
  રચી, પ્રભુજી! કરી
  અરજ તમ
  કૃપાદ્રષ્ટિની.

  ભક્તિભાવના કસુંબી રંગે રંગાયેલી મુક્તપંચિકાઓ રચતા રહો એવી મંગલ કામના!!
  હરીશ દવે ….. અમદાવાદ

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s