આજે કારતક સુદ દસમ
આજનો સુવિચાર:- અપૂર્ણ લાગતું જીવન પ્રાર્થનાથી પૂર્ણ થાય છે.
1] ગોખલામાં ગોરબાઈ રમે……………………જીભ
2] ભર્યા કૂવામાં પાંચશેરી તરે………………………કાચબો
3] રાજા મરે ને પ્રધાન ગાદીએ બેસે………………….સૂરજ ચાંદો
4] નાની સરખી છોકરી સાત સાડલા પહેરે……………….ડુંગળી
5] ભોંયમાં માથું ઘાલીને પગ બહાર કાઢે…………….મૂળો [કોઈપણ કંદમૂળ]
6] એક ખેતરમાં સો હળ ચાલે…………….દાંતિયો
7] એક કોટડીમાં બત્રીસ બાવા……………………..દાંત
8] વનવગડામાં ડોશી દાંત કાઢે…………….કાલુ[કપાસનું]
9] ભરે ફાળ, પણ મૃગ નહિ,
નહી સસલું, નહી શ્વાન;
ઊંચું મોં, પણ મોર નહી…………………………..દેડકો
10] નાની શી દડી,
રૂપાથી મઢી,
દિવસે ખોવાણી
ને રાતે જડી…………………….તારલી
11] પીળો પણ પોપટ નહી
કાળો પણ કાગ નહી
પાંખો પણ પંખી નહી
ડસે, પણ નાગ નહી…………………માખી
12] આડું નાખું પાડું નાખું,
પાડાના પગ વાઢી નાખું
તોયે પાડો દૂઝે…………………….થોર.
13] છીછરી તળાવડી ચોબંધ પાળ,
પાણી વિનાના આરા ચાર………………………ચોપાટ
14] ઢીંચણ જેટલી ગાય
નીરે એટલું ખાય…………………………………….ઘંટી
15] બે બહેનો રડી રડીને થાકે
પણ ભેગી ના થાય…………………………………..આંખ
16] લાલ કિલ્લામાં કાળા સિપાઈ
લીલી દિવાલમમાં ગયા સમાઈ……………………તડબૂચ
ૐ નમઃ શિવાય