તુલસી વિવાહ

                    આજે કારતક સુદ એકાદશી, દેવ પ્રબોધીની એકાદશી

      આજનો સુવિચાર:- મૌનમાં નિષ્ક્રિયતા નથી, પૂર્ણતા છે. મૌનમાં નિવૃતિ નથી, જાગૃતિ છે. –                                                                                                                    ધૂમકેતુ

             

               અષાઢી એકાદશીએ ક્ષીરસાગરમા શેષશય્યા પર સૂતેલાભગવાન વિષ્ણુ આજે જાગૃત થાય છે. એવું નથી લાગતું કે આપણાં પૂર્વજોએ ભારતની ઋતુઓ જોઈને બધાં પર્વો બનાવ્યા છે. અષાઢી એકાદશીથી લગભગ ચોમાસું ચાલુ થતું હોવાથી કોઈ સારા કાર્યો ન ચાલુ કરી શકીયે.અને એટલા માટે જ એ એકાદશી દેવપોઢી કહેવાતી હશે. દિવાળી પછી પાનખરની શરુઆત થતી હોવાથી કદાચ દેવઉઠી એકાદશી મનાવાતી હશે. કહેવાય છે કે તુલસી વિવાહ પછી તુલસીનાં પાન ખરી પડતાં હોય છે. સાચ્ચી વાત છે આ દિવસ પછી જ પાનખર ચાલુ થાય છે.

        પૌરાણિક કથા મુજબ છે કહેવાય છે કે ઈંદ્રના ગેરવર્તનથી કોપાયમાન થયેલા શિવજીએ ત્રીજુ નેત્ર ખોલ્યું પરંતુ ઈંદ્રે બૃહસ્પતિની સ્તુતિ કરી અને બચી ગયો. પરંતુ શિવજીનાં ત્રીજા નેત્રમાંથી પ્રગટ થયેલાં ક્ષારથી જલંધર નામનું બાળક ઉત્ત્પન્ન થયું જે સમુદ્રમાં પેદા થયું હતું. મોટો થતાં વૃંદા નામની પતિવ્રતા સ્રી સાથે થયાં. તેના પતિવ્રતતાના પ્રતાપે જલંધર વિજયતા પ્રાપ્ત કરતો ગયો અને ચોમેર ત્રાસ ફેલાવતો ગયો.. જલંધર વિષ્ણુપત્ની લક્ષ્મીજીનો ભાઈ હોવાને કારણે ભગવાન વિષ્ણુએ જલંધરનો નાશ કરવા શિવજીનો સહારો લીધો.. પરંતુ વૃંદાના પાતિવ્રતાનાં પ્રભાવને કારણે જલંધરનો વાળ વાંકો ન થતો અને માયાવી શક્તિથી શિવજીનું રૂપ ધારણ કરી પાર્વતીજીને હેરાન કરતો.. શિવજીનાં સલાહ સૂચનથી વિષ્ણુ ભગવાને જલંધરનું સ્વરૂપ લીધુ અને વૃંદા સાથે રહેવા લાગ્યાં. આમ કપટથી પતિવ્રત ભંગ થયું. પરંતુ જ્યારે વૃંદાને પોતાના અસલી પતિનાં મૃત્યુની જાણ થતાં વૃંદાએ વિષ્ણુને કાળા પથ્થર બની જવાનો શ્રાપ આપ્યો . વિષ્ણુ આ શ્રાપને કારણે ‘શાલિગ્રામ’ તરીકે પૂજાય છે. આ બનાવથી વિષ્ણુ ભગવાનને ખૂબ જ પસ્તાવો થયો. મા ગૌરીની કૃપાથી વૃંદાનું પ્રાગ્ટ્ય તુલસી રૂપે થયું અને વિષ્ણુએ તેનો સહર્ષ સ્વીકાર કર્યો અને કૃષ્ણાવતારમાં વિષ્ણુએ તુલસી સાથે વિવાહ કર્યાં.

               આરોગ્યની દૃષ્ટિએ તુલસી અત્યંત ગુણકારી ઔષધ છે. તુલસીનાં પાન વિના પ્રભુને નૈવૈદ્ય અધૂરું ગણાય છે. મૃત્યુ પામેલી વ્યક્તિના મુખમાં ગંગાજળની સાથે તુલસી પાન મૂકવાની પરંપરા આજે પણ ચાલુ છે.
આજે નારાયણ સરોવર પર શ્રી ત્રિવિક્રમરાયજીનો મેળો ભરાય છે.
આજથી ગિરનારની ત્રણ દિવસની પ્રરિક્રમાનો પ્રારંભ.

                                                 ભજન

નમો નમો તુલસી મહારાણી, નમો નમો હરિકી પટરાણી

શાખા પત્ર મંજરી કોમલ, શ્રીપતિ ચરણ કમલ લપટાણી
ધન્ય ધન્ય તુલસી તપ કીનો, અખિલભુવન પતિ ભયી પટરાણી

શિવ સનકાદિક અરૂ બ્રહ્માદિક, ખોજત ફિરત મહામુનિ જ્ઞાની
વિધવિધ ભોગ ધરે પ્રભુ આગે, બીન તુલસી હરિ એક ન માની

જ્યાંકે દરસ પરસ અજ્ઞાશે મહિમા વેદ પુરાણ બખાની
‘મીરા’કે પ્રભુ ગિરિધર નાગર, ભક્તિદાન મોહે દીજે મહારાણી

                                            ૐ નમઃ શિવાય