એક અનોખુ વ્યક્તિત્વ

                            આજે કારતક સુદ ચૌદસ

આજનો સુવિચાર:- મુસીબતોનો સામનો કર્યા પછી જ સફળતાના દ્વાર ખુલતાં હોય છે.

 click on photo 

        આજે એક એવી વ્યક્તિનો પરિચય આપવા માંગુ છું કે જેને જિંદગીમાં ખૂબ જ મુસીબતોનો સામનો ખૂબસૂરતીથી કર્યો છે અને પોતાની આગવી શક્તિઓથી આ જગ્યા મેળવી છે. કદાચ આપણી સામાન્ય દુનિયામાં એ અજાણ્યા હશે પરંતુ મોડેલોની દુનિયામાં, કે પછી આજની ઍક્ટ્રેસોની દુનિયામાં, કે મોટા મોટા કુટુંબની માનુનીઓમાં ખૂબ પરિચિત છે. એમનું નામ છે ‘કલ્પના શાહ’. જેમણે પોતાની આગવી છટાથી મુંબઈની અગ્રણી મહિલાઓને સાડી પહેરાવી છે.

                 સુરતમાં જન્મેલા ‘કલ્પનાબેન’નું ભણતર, ઉછેર વગેરે મુંબઈમાં થયો હતો.. નાનપણમાં ભરતનાટ્યમમાં સોનાનો ચંદ્રક મેળનાર ‘કલ્પનાબેન’ પોતાના નૃત્યનાં પ્રોગ્રામમાં હંમેશા પોતાનો મૅકઅપ અને પોતાની સાડી અને નૃત્યને લગતો શણગાર પોતની જાતે કરતાં. ત્યારબાદ તો જ્યારે પણ કૌટુંબિક કાર્યક્રમ થતાં ત્યારે તેઓ જ બધાને સાડી પહેરાવતાં. આમ એમને સાડી પહેરાવવાની કળામાં તેમને ઉત્તરોત્તર ફાવટ આવતી ગઈ.

       કુટુંબીજનોની પ્રેરણાથી તેમણે બ્યુટીશનનો કૉર્સ કર્યો અને તેને પોતાની મહેનત અને ખંતથી વ્યવસાય રૂપે 1970નાં અંત સુધી અપનાવી પણ લીધો.. પણ ત્રણ દાયકા અગાઉથી તેમણે લગ્ન, રિસેપ્શન અને કૉકટેલ પ્રસંગે માત્ર સાડી પહેરાવવાનો વ્યવસાય અપનાવી લીધો.

     છેલ્લા 30 વર્ષમાં જુદી જુદી રીતે 2,000 રીતે સાડી પહેરાવવાની કળામાં કલ્પનાબેન શાહે કાબેલિયત હાંસલ કરી છે. એમનાં કહેવા મુજબ ‘એ જેટલી વખત સાડી પહેરાવે છે તેટલી વખત જુદી જુદી પદ્ધત્તિઓ શોધે છે.’ એક લગ્નનાં રિસેપ્શનમાં જ્યારે ‘નીતા લુલ્લા’એ તેમની સાડી પહેરવવાની પધ્ધતિનાં વખાણ કર્યાં અને ‘હમ દિલ દે ચૂકે સનમ’માં ‘ઐશ્વર્યા રાય’ને સાડી પહેરાવવાની તક આપી ત્યારબાદ તેમણે પાછું ફરીને જોયું નથી. આ સમય દરમિયાન તેમણે બે સાડી અને દુપટ્ટાને સાડી તરીકે વીંટાળવાની કળા પણ હાંસિલ કરી હતી.

        મુંબઈની અગ્રણી મહિલાઓમાં મફતલાલ, બિરલા,ગોયેંકા અને હિંદુજા જેવા કુટુંબોનો સમાવેશ થાય છે. સામાજિક અગ્રણી મહિલાઓ ઉપરાંત તેમણે અનેક જાણીતા ફેશન ડિઝાઈનરો જેવાં કે મનિષ મલ્હોત્રા, વિક્રમ ફડનીસ, પલ્લવી જયકિશન અને સવ્યસાચી મુખર્જી સાથે કામ કર્યું છે. તેમના કહેવા પ્રમાણે તેમણે લગભગ દરેક મોડેલોને સાડી પહેરાવી છે.
તેઓ સાડી પહેરાવતી વખતે 3 બાબત ધ્યાનમાં રાખે છે. પહેરનારની ઉંમર અને તેમના શરીરની રચના અને સાડી કેવા પ્રકારની છે. તેમનું માનવું છે કે સાડીની પાટલીઓ એકદમ સફાઈદાર હોવી જોઈએ. કલ્પનાબેન બંગાળી,ગુજરાતી, આસામીઝ,પંજાબી,કુર્મી અને નવવારી સાડી પણ પહેરાવવામાં માહીર છે. વૅસ્ટર્ન અને પરંપરાગત સાડી પહેરાવવાનો રિવાજ તેમણે ચાલુ કર્યો છે. તેમને સૌથી વધુ 1960ની મુમતાઝ સ્ટાઈલ ખૂબ ગમે છે. તેમના મત પ્રમાણે સાડી એવી રીતે પહેરાવી જોઈયે જેનાથી શરીરની ચરબી દેખાવી ના જોઈયે. આટલા અનુભવોને કારણે તેમને સાડી પહેરાવતાં ફક્ત 15 થી 20 મિનિટ લાગે છે. અને તેમનો ચાર્જ સ્ટાઈલ, વિસ્તાર, સાડીના પ્રકાર પ્રમાણે જુદા જુદા છે.

સંગીતનાં શોખીન કલ્પનાબેન શાહ મારાં સંગીતના સાથીદાર છે.

                                ૐ નમઃ શિવાય