દેવ દિવાળી + નાનક જયંતી

            આજે કારતક સુદ પૂનમ [દેવ દિવાળી , નાનક જયંતી]
     આજનો સુવિચાર:- મન કાળની જાળમાંથી મુક્ત થાય ત્યારે જ ઈશ્વરનો આવિર્ભાવ થાય છે.
                                                                                             – ટોલ્સ્ટૉય

    શિવપુત્ર કાર્તિક દ્વારા તારકાસુરના વધની ખુશાલીમાં દેવદિવાળીને દિવસે દેવોએ ઉત્સવ મનાવ્યો હતો. દેવ દિવાળીનો કારણ સંબંધ પ્રબોધિની [દેવઊઠી] એકાદશી અને વિષ્ણુ- તુલસી વિવાહ સાથે છે. આજનાં દિવસે દિવડાઓ પ્રગટાવવામાં આવે છે. અન્નકૂટ ધરાવવાય છે. કાર્તકી પૂનમે મહારાષ્ટ્રમાં આવેલા પંઢરપૂરમાં મેળો ભરાય છે.

         ઈ.સ. 1469 માં કાર્તિકી પૂર્ણિમાએ લાહોર પાસે આવેલા તલવંડી ગામમાં જન્મેલા નાનક સાહેબનું શીખ પંથીઓમાં આગવું સ્થાન છે. તેઓ શીખ ધર્મનાં નવમાં ધર્મગુરુ છે. તેમનાં ભજનો ‘શબદ’ તરીકે ઓળખાય છે. તેમનો જન્મદિવસ ‘નાનક જયંતી’ તરીકે ઓળખાય છે. ત્રણ દિવસનાં શીખ ધર્મ ગ્રંથનાં અખંડ પાઠની આજે પૂર્ણાહુતી થાય છે.
     લોકવાયકા મુજબ ક્ષત્રિય કુટુંબમાં જન્મેલાં નાનક હિંદુ તેમજ ઈસ્લામ ધર્મનું શિક્ષણ લેતાં હતાં. ગુરુ ‘કબીર’નાં મૃત્યુ બાદ નાનકે ‘કોઈ હિંદુ નથી કે કોઈ મુસલમાન નથી’નો પ્રચાર કરવા લાગ્યા

 

                                નાનક શબદ

મનરે સાઁચા ગહો વિચારા
રામ નામ બિન મિથ્યા માનો
સગરો ઈહુ સંસારા

જાકો જોગી ખોજત હારે
પાયો નાંહી તિહુ પારા
સો સ્વામી તુમ નિકટ પછાણોં
રૂપ રેંખતે ન્યારા

પાવન નામ જગતમેં હરિ કો
કબહું નાહી સઁભારા
નાનક સરની પર્યૉ જગ બંધન
રાખો બિરદ તુહારા

                                               ૐ નમઃ શિવાય