કસરત ભેજાંની

                                 આજે કારતક વદ બીજ

આજનો સુવિચાર:- શીખવા જેવી એક કળા છે અને તે છે ‘જે નથી તે નહિ જોવાની’ કળા.
                                                                                     – મારીયા મિશેલ

‘જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત
 ગુણવંતી ગુજરાત, અમારી ગુણવંતી ગુજરાત’
      આ યાદગાર કાવ્યનાં ‘કવિશ્રી અરદેશર ખબરદાર’નો જન્મદિવસ. 7-11-1881એ દમણમાં તેમનો જન્મ થયો હતો. તેમના દાદાની હિંમત અને હોશિયારીથી તેઓ ‘ખબરદાર’ તરીકે ઓળખાવાઅ લાગ્યાં. ગુજરાતી કવિતામાં નરસિંહરાવ દિવેટિયા અને નાનાલાલની હરોળનાં કવિ હતાં. 30-7-1953 ના દિવસે તેમનું અવસાન થયું હતું.

                ચાલો આજે થોડું ભેજુ કસીયે.

      સવાલની સાથે 3 જવાબ આપ્યાં છે એમાંથી સાચો જવાબ શોધી લખવો.

1] વિમ્બલ્ડન રમનાર પ્રથમ ભારતીય કોણ? [1908]
  અ] આર. કૃષ્ણા બ] સરદાર નિહાલ સીંગ ક] વિશ્વનાથ આનંદ

2] અમદાવાદમાં ઝૂલતાં મિનારાનું નામ કયું?
  અ] સિદ્દી બસીર બ] સિદ્દી સૈયદ ક] ચિશ્તી

3] મહાભારતનું યુદ્ધ કેટલાં દિવસ ચાલ્યું?
  અ] 11 બ] 15 ક] 18

4] ચંદ્રગુપ્ત બીજો ક્યા નામથી પ્રખ્યાત હતો?
  અ] કૌટિલ્ય બ] વિક્રમાદિત્ય ક] અમાત્ય

5] જંગલી હાથી માટે પ્રખ્યાત અને નદીના નામ પરથી ઓળખાતો નેશનલ પાર્ક ક્યો?
  અ] પેરિયાર બ] ભરતપુર ક] કાઝીરંગા

6] સૌ પ્રથમ મહેશ્વરી સાડીની ડિઝાઈન કોણે બનાવી?
અ] ઝાંસીની રાણી બ] રાણી અહલ્યાબાઈ હોલકર ક] રાણી રૂપમતી

7] ભારતની પ્રથમ મહિલા મેયર કોણ?
  અ] સુલોચના મોદી બ] સરોજિની નાયડુ ક] વિજયાલક્ષ્મી પંડિત

8] તુલસીદાસનું અપરિચિત નામ કયું?
અ] રામલલ્લા બ] રામબોલા ક] રામદાસ

9] ‘ડોન’ અખબાર ક્યા દેશમાંથી પ્રગટ થાય છે?
અ] પાકિસ્તાન બ] બાંગ્લાદેશ ક] અફઘાનિસ્તાન

10] ભોગીલાલ ગાંધીનું તખલ્લુસ કયું?
  અ] ભોગી બ] ઉપવાસી ક] અંતઃવાસી

11] ગિરનાર પર્વત ક્યા ભગવાનનું ક્ષેત્ર ગણાય છે?
  અ] શંકર બ] દત્તાત્રેય ક] વિષ્ણુ

12] ચંડીપાઠ જેમાં સાતસો શ્લોકોનો સમૂહ છે તે કયા નામે ઓળખાય છે?
  અ] સપ્તશમી બ] સપ્તશપાઠ ક] સપ્તશશ્લોક

13] નાઈટ્રોજનની શોધ કોણે કરી?
  અ] લેવોઝિયે બ] ગેલેલિયો ક] રૂધરફોર્ડ

14] સુમંત મિશ્રાનું નામ કઈ રમત સાથે સંકળાયેલું છે?
  અ] હોકી બ] ટેનિસ ક] પોલો

15] ‘બોમ્બે ડક’ એટલે શું?
  અ] પક્ષી બ] એક જાતની માછલી ક] જંતુ

16] ‘ફોર્ટી નાઈન ડેઝ’ ની લેખિકા કોણ?
  અ] અમૃતા પ્રીતમ બ] અરુંધતી રોય ક] શોભા ડે

17] વિજયવાડા કઈ નદી પર આવેલું છે?
  અ] તુંગભદ્રા બ] ક્રિષ્ણા ક] ગોદાવરી

18] કોલંબસે અમેરિકા કઈ સાલમાં શોધ્યું હતું?
  અ] 1494 બ] 1502 ક] 1506

19] વિનોબા ભાવેનું નાનપણનું નામ કયું?
  અ] બાલકોબા બ] વિનાયક હરિ ક] બંડ્યા ભાવે

20] ‘મેન ઓફ ડેસ્ટીની’ તરીકે કોણ ઓળખાય છે?
  અ] ચર્ચિલ બ] નેપોલિયન ક] હિટલર

આપ જવાબ આપો ,અઠવાડિયાનો સમય મેં આપ્યો.

                    

                            ૐ નમઃ શિવાય

2 comments on “કસરત ભેજાંની

 1. મારા જવાબો નીચે મુજબ છે.

  ૧.આર કૃષ્ણા.
  ૨.સિદ્દી બસીર.
  ૩.૧૮ દિવસ.
  ૪.વિક્રમાદિત્ય.
  ૫.પેરિયાર.
  ૬.રાણી અહલ્યાબાઈ હોલકર
  ૭.વિજ્યાલક્ષ્મી પંડિત.
  ૮.રામબોલા.
  ૯.પાકિસ્તાન.
  ૧૦.ઉપવાસી.
  ૧૧.દત્તાત્રેય.
  ૧૨.સપ્તશમી.
  ૧૩.રૂધરફોર્ડ.
  ૧૪.ટેનિસ.
  ૧૫.એક જાતની માછલી.
  ૧૬.શોભા ડે.
  ૧૭.ક્રિષ્ણા.
  ૧૮.૧૪૯૪.
  ૧૯.વિનાયક હરિ.
  ૨૦.નેપોલિયન.
  ——————————–
  અરવિંદભાઈ પટેલ.
  બૉલ્ટન-યુ.કે.

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s