પાતાલ ભુવનેશ્વર

                           આજે કારતક વદ પાંચમ

                   આજનો સુવિચાર:- હેતુ વગર હેત કરનાર માત્ર હરિ જ હોય છે.

 click on photo

 પાતાલ ભુવનેશ્વર

સહેલાણીઓ માટે કદાચ ‘પાતાલ ભુવનેશ્વર’ નામ નવું નહી હોય. ‘પાતાલ ભૂવનેશ્વર’ પીથ્રોડાગઢથી 91 કી.મી. અને ગાંગોલીહાટથી 14 કિ.મી. દૂર આવેલી પ્રભુ આશુતોષની જોવાલાયક પ્રચંડ ગુફા છે. એક મોટી ગુફાની અંદર અનેક નાની નાની ગુફાઓ આવેલી છે. આ ગુફા કાઠગોદામથી 210 કિ.મી. આવેલી છે. ‘ચકૌરી’ થી પણ જઈ શકાય છે. ઉત્તરાંચલમાં આવેલી આ ગુફાઓ કાંઈક અનેરી છે.

ઈ.સ. 1996ની અમારી કૈલાસ માનસરોવરની યાત્રા સફળપૂર્વક પૂર્ણ કરી ‘ધારચૂલા’થી ‘કૌસાની’ રાત્રી રોકાણ માટે જઈ રહ્યાં હતા. રસ્તામાં ‘ચકૌરી’માં ભોજન વિરામ માટે રોકાણ કરવાનું હતું. લગભગ ‘ચકૌરી’થી 3 કિ.મી. પહેલાનો રસ્તો તૂટી ગયો હતો. જેથી અમારી બસ આગળ વધી શકે એમ ન હતી. અમારા લાયઝન ઑફિસર શ્રી. ડી. આર. કાર્તિકેયન [CBI OFFICER] સાહેબે જીપ મંગાવીને ‘ચકૌરી’ પહોંચાડ્યા પરંતુ બસ ન આવે ત્યાં સુધી આગળ વધી શકાય તેમ ન હતું તેથી શ્રી. કાર્તિકેયન સાહેબની આગેવાની હેઠળ અમને ‘પાતાલ ભુવનેશ્વર’ સુધી પહોંચવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. ‘ચકૌરી’થી 30 કિ.મી. જીપમાં મુસાફરી કર્યા બાદ 2 કિ.મી. પગપાળા મુસાફરી ‘પાતાલ ભુવનેશ્વર’ મંદિર [ગુફા] પહોંચ્યાં. ‘પાતાલ’ એટલે જમીનનો નીચલો ભાગ ‘નરક’ ગણાય. ગુફામાં નીચે ઉતરતાં આ નામ સાર્થક્ય લાગ્યું. પ્રભુ આશુતોષની આ ગુફા હોવાથી આ ગુફાનું નામ ‘પાતાલ ભુવનેશ્વર’ યોગ્ય લાગ્યું. ગુફાનું મુખ એક લાંબી ટનલ જેવું છે અને બે બાજુ સાંકળ હોવાથી તેને પકડીને લગભગ પેટે ઘસડાતાં લગભગ 85 પગથીયા ઉતરવા પડે છે. પહાડી જગ્યા હોવાને કારણે આ પગથીયા ચીકણા પથ્થરના બનેલાં છે. સ્થુળકાયાવાળાએ ખૂબ જ સંભાળપૂર્વક ઊતરવુ પડે નહીં તો સીધ્ધા નીચે પછડાઈ જવાય. જેવાં નીચે પહોંચ્યા તેવા અંદરનું નયનરમ્ય દૃશ્ય જોતાં જ અમે રસ્તાની સૂગને ભૂલી ગયાં.

જોકે અંદર ઈલેક્ટ્રિક લાઈટ્સની સગવડ હતી એટલે અંદરનાં દૃશ્યનો ભરપૂર આનંદ લેવાયો. જેવાં અમે નીચે પહોંચ્યા ત્યારે અચંબા વચ્ચે અમે શેષનાગનાં શરીર ઉપર ઊભા હોઈયે તેવો ભાસ થયો.

 click on photo 

શેષનાગ 

અહીંના પૂજારીએ અમને સંપૂર્ણ રીતે માહિતગાર કર્યાં. 1] શેષનાગનું શરીર અને તેની ઝેરી ગ્લાંડ અને પરિક્ષિત રાજા અને તક્ષક નાગની આકૃતિ જોવા મળી 2] ગણપતિનાં શિરચ્છેદ પર બ્રહ્મકમળથી અભિષેક 3] ચાર માર્ગ, દ્વાપર અને ત્રેતાનાં બંધ માર્ગ અને કલિયુગ અને મોક્ષનાં ખુલ્લા માર્ગ દેખાયા 4] પાતાળચંડી 5] કલ્પવૃક્ષ 6] બ્રહ્માનાં પંચમુખ, જ્યાં વ્યક્તિ પોતાનાં જીવતાં પોતાનું શ્રાદ્ધ કરી તર્પણ કરી શકે છે 7] શિવજીની 6 થી 8 ફૂટની શ્વેત જટા જેમાંથી ગંગા વહે છે, નીચે બ્રહ્મકુંડ, ઉપર નર્મદેશ્વર મહાદેવ, અભિષેક થતું પાણી નીચે ઉતરી જાય તેની બાજુમાં 33 કરોડ દેવતા 8] સપ્તકુંડ જેનુ પાણી પીવાતું નથી, તેની બાજુમાં 5 ફૂટનો પાછળ ફેરવેલી ચાંચવાળો હંસ [સપ્તકુંડનું પાણી ન પી શકે તેથી પાછળ ફેરવેલી ચાંચ] 9] આકાશગંગા અને સપ્તઋષિ મંડળ

 click on photo 

 10] કેદારનાથ, બદ્રીનાથ, પંચાયતન, અમરનાથ ત્રણે તેના સ્નાન મુજબ સાચી દિશામાં

 click on photo 

 પાતાલ ભુવનેશ્વરનું લિંગ

11] પાતાળબૂવનેશ્વર મહાદેવ્નું લિંગ 12] થોડાં ઉચાણમાં પાંચ પાંડવો અને શિવ પરિવાર અને તેની સામે ગયેલાં પાંચ પાંડવો ગયા તે બદ્રીનાથનો રસ્તો 13] ઐરાવત હાથી- હજાર પગ અને સાત સૂંઢવાળો 14] સતયુગ, દ્વાપરયુગ, ત્રેતાયુગ અને કલિયુગનાં ચાર થાંભલા 15] અંતે બ્રહ્માકમંડળ , જેમાં કામના સિદ્ધિ માટે પગે લાગી ઉપર જવું પડે છે.
  જેવી રીતે નીચે ઉતર્યાં હતાં તેવી જ રીતે પેટે ઘસડાતાં ઉપર ચઢવું પડે છે. કપડાં પણ ગંદા થઈ જાય. પણ આવું અદભૂત સૌદર્ય જોવા મળતું હોય તો બીજુ બધું વિચારાય નહી. ઉપર હાથ પગ ધોવા માટે પાણીની વ્યવસ્થા છે. આમ આ ગુફા-મંદિર જોતા 2 થી 21/2 કલાક લાગે છે. સુંદર જગ્યા જોવા જેવી ગુફાઓ છે. સાથે સાથે ‘કૌસાની’ જેવું સુંદર હીલ સ્ટેશન પણ મ્હાલી લેવાય, ખરૂં ને !!!!!!!!!!!!!!!

                                               ૐ નમઃ શિવાય