તરસ્યાં હૈયા

                   આજે કારતક વદ છઠ્ઠ

    આજનો સુવિચાર:- પહેલાં કદાપિ થયું નથી અને ફરીથી ક્યારે થવાનું નથી એવાં શુભ કાર્ય કરવાને માટેની પોતાની તક ન લાવે એવો કોઈ દિવસ ક્યારે ઊગ્યો નથી. – ડબલ્યુ.એચ.બર્લીહ

કવિશ્રી:- શિવકુમાર નાકર

સાત જનમનાં હૈયા તરસ્યા હું ને તું
ભરચોમાસામાં વણ પલડ્યાં હું ને તું

એક બાગમાં ફૂલ બની ને સામ સામે રહેતા
આભધરાની જેમ આપણે મુંગા મુંગા સહેતા
નોખા નોખા ક્યારે ઊગ્યાં હું ને તું

કેમ નથી ઠરતાં અંતરના અંતરનાં અંગારા બળબળતા
લાગણીઓનાં પંખી કાંઠે તરસે કાં ટળવળતાં
આંસુનાં ઝરણાં લઈને જનમ્યાં હું ને તું

                            ૐ નમઃ શિવાય