એક અનોખો અનુભવ

આજે કારતક વદ સાતમ
   આજનો સુવિચાર:- જે સમાજ શીલને બદલે શણગાર, સમજણને બદલે શોખ, સહિષ્ણુતાને બદલે ચળકાટનું મહત્વ વધે છે એ સમાજ ધીરે ધીરે અંદરથી પોલો બને છે. સુખશાંતિ ગુમાવી બેસે છે.

    9મી જુને જ્યારે મેં મારો કૈલાશ માનસરોવરની યાત્રાનો આર્ટિકલ રેડિયો ઑસ્ટ્રેલિયાવાળા નિતલબેનને મોકલાવ્યો તો તેમનો 13મી જુને તરત જ રેડિઓ પરની મુલાકાત લેવા માટે ઈ મેલ આવ્યો. મેં તો આવી કોઈજ આશા રાખી હતી નો’તી. પહેલા તો ખૂબ જ ખૂશ થઈ ગઈ અને તૈયારી કરવા માંડી પછી તો જ્યારે ઈંટરવ્યુનો દિવસ પાસે આવવા માંડ્યો ત્યારે ખૂબ જ નર્વસ થઈ ગઈ. સુધીર તેમજ મૃગેશ મને ખૂબજ હિંમ્મત આપતાં ગયાં. દિકરાઓ પણ હિમ્મત આપતાં અને કહેતા ‘MOM, YOU ARE GREAT . YOU ARE DOING SO GOOD. KEEP IT UP’. કોઈ દિવસ ઈંટર્વ્યુ આપ્યો ન હતો એટલે મારે માટે તો આ એક નવો જ અનુભવ હતો.. મનમાં એક વાત નક્કી રાખી હતી કે ‘જીવનમાં કશું અસંભવ નથી.’ આ વિચારને વળગીને રહી તેથી કાંઈ કરવા હિમ્મત આવી. અને એકજ રીટેકથી ઈંટરવ્યુ પૂરો કર્યો. અને 25મી જુને પ્રગટ થયો.
  થોડી ઘણી ભૂલો થઈ પણ હશે પણ હું એમ વિચારું છુ કે ભૂલો ન થાય તો શીખવા ક્યારે મળે? ખરૂં ને? તો ભૂલચૂક માફ.
નીલા
[odeo=http://odeo.com/audio/2368504/view]

                ૐ નમઃ શિવાય