આજે માગશર સુદ એકમ
આજનો સુવિચાર:- જેણે પોતાના મનને જીત્યું નથી તે પોતે પોતાના પ્રત્યે શત્રુની જેમ વર્તે છે. -ગીતાજી [6 અધ્યાય- 6 શ્લોક]
1 6
એકડે એક છગડે છ
પાપડ શેક ભણવામાં ઢ
પાપડ કાચો ઢ એટલે ઢગલો
દાખલો સાચો ધોળો ધબ બગલો
2 7
બગડે બે સાતડે સાત
રામનામ લે સાચી કરો વાત
રામનામ કેવું ? વાતે થાય વડાં
સુખ આપે એવું. ઘીના ભરો ઘડાં
3 8
ત્રગડે ત્રણ આઠડે આઠ
રોટલી વણ વાંચશો પાઠ
વાટકા ગણ પાઠ છે સહેલા
ઝટપટ ભણ ઊઠજો વહેલા.
4 9
ચોગડે ચાર નવડે નવ,
કરજો વિચાર માટલીમાં જવ
કોઠીએ જાર જવ ગયાં સડી,
હિંમત ન હાર ડોસી ખૂબ રડી.
5 10
પાંચડે પાંચ એકડે મીંડે દસ
ચકલીની ચાંચ હવે થયું બસ,
ચકલી ઊડી ઈલા મોડી જાગી,
હોડી ડૂબી. ‘બસ’ ગઈ ભાગી.
ૐ નમઃ શિવાય
આના સર્જકને ખરેખર ધન્યવાદ આપવા જોઇએ.
LikeLike