આજે માગશર સુદ સાતમ પુષ્ટિય માર્ગીય મહા ઓચ્છવ
આજનો સુવિચાર:-ગોળ વિના મોળો કંસાર
મા વિના સૂનો સંસાર
હેલ્થ ટીપ્સ:- તુલસીનાં પાન વાટીને સોજા ઉપર લગાડવાથી સોજો ઉતરી જાય છે.
આદ્યગુરુ એટલે શિવજી
સંગીતમાં આરોહ અને અવરોહ એટલે સા રે ગ મ પ ધ ની સા
આરોહ:- સા રે ગ મ પ ધ ની સા
અવરોહ:- સા ની ધ પ મ ગ રે સા
સા એટલે સાગર, સાગર એ જલતત્વ, જલતત્વ એજ બુદ્ધિ. બુદ્ધિ હંમેશ ભગવાનના ચરણમાં રહે. જીવાત્મા અને પરમાત્માનું મિલન મિલન બુદ્ધિના કાંઠે થાય છે.
રે એટલે રેતી. સાગરમાંથી બહાર નીકળીએ રેતી પર પગ પડે. રેતી એટલે માટી જેમાંથી આપણી ઉત્પત્તિ થઈ અને ધરતી પર મંડાણ મંડાયા છે.
ગ એટલે ગગન. વિહંગો ગગનમાં ઊડે છે. આપણા વિચાર પણ વિહંગની જેમ ગગનમાં ઊડે છે.
મ એટલે મનુષ્ય. મનુષ્ય થઈ સત્કાર્ય કરવાં
પ એટલે પરાક્રમ. પરાક્રમ એટલે શક્તિ. શક્તિ એટલે તાકાત. દરેક કાર્યમાં ધગશ હશે તો કાર્ય જરૂર સફળ થશે.
ધ એટલે ધર્મ. ધર્મને આધારે રહી પરાક્રમ કરો. કપટ રહીત ખૂબ કમાણી કરો. ધર્મ, અર્થ, કામ, મોક્ષ ગુરુક્ષર નારાયણ સાથે આવે છે. નારાયણ સાથે લક્ષ્મી આવે તે ધર્મલક્ષ્મી.
ની એટલે કલ્યાણ
સા એટલે સાક્ષાત્કાર પાણીના બુંદમાંથી ઉત્પત્તિ થાય છે.
આ જીવન એટલે સંગીત જ્ઞાનના માર્ગે સંગીતના આધારે શંકર નૃત્ય એટલે તાંડવ અને લાસ્ય તે પાર્વતી નૃત્ય કરે તે. બંનેનો મેળ એટલે તાલ. સંગીતની જેમ હંમેશ તાલમય જીંદગી જીવો..
ૐ મૃત્યુંજય મહાદેવ માં મામ શરણાગતમ
જન્મમૃત્યુ જરાવ્યાધિ પીડિતં કર્મબંધનૈઃ
ૐ ત્ર્યમ્બકં યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ
ઉર્વારૂકમિવ બંધનાન્મૃત્યોર્મૃક્ષીય મામૃતાત
ૐ નમઃ શિવાય
સારેગમપધનીસા
સાનીધપમગરેસા.
નું સુંદર સ્વરૂપ….
આભાર.
LikeLike
GREAT
LikeLike