ગૃહ શોભા

આજે કારતક વદ એકાદશી

      આજનો સુવિચાર:- અયોગ્ય ચાવીને સોનાનો ઢોળ ચઢાવવાથી કાંઈ તાળુ ખુલી જતું નથી.

   click on photo

સ્વામી નારાયણનાં મંદિરમાં ચઢાવી શકાય તેવું.

 click on photo

ગલગોટાથી ભરપૂર

 click on photo

આંગણાની શોભા

 click on photo

આંગણું મોટું હોય તો જરૂરથી આ તોરણ શોભી ઊઠશે.

 click on photo

X MAS     BEAUTY

 click on photo

અમેરિકાની જ્વેલરી શોપનો શણગાર

Created by     Neela Kadakia

            ૐ નમઃ શિવાય

મુક્તકો

               આજે કારતક વદ દસમ

 આજનો સુવિચાર:- ચિંતક વગરનો સમાજ રસહીન છે.

શી રીતે સમજાવું તુજને તાત
ભાન ભૂલી ટળવળે દિન રાત
હવે નથી રહ્યું હૈયું મુજ હાથ
સમજાવું શું તમને વારંવાર

………………………………………………………………………………………………..

શાને કહો પાયણાં ?
મહાદેવ થઈ પૂજાઉં તો છું!

શાને કહો પાયણાં ?
ચણાઈને મંદિર સર્જુ તો છું !

શાને કહો પાયણાં ?
અહલ્યા બની ઉધ્ધાર પામ્યો તો છું !

શાને કહો પાયણાં ?
કબર થઈ તાજમહાલ કહેવાઉં તો છું !

………………………………………………………………………………………………

નથી આંબવા મારે અલખનાં ઓટલા
નથી પહોંચવું મારે ક્ષિતીજની પાર
પામવી છે બસ! મારે ‘તુજ’ ઝલક
પહોંચવું છે બસ! મારે ‘તુજ’ સાનિધ્યે

                     ૐ નમઃ શિવાય

બાળદિન

આજે કારતક વદ નોમ

આજનો સુવિચાર:- જિંદગીમાં જિંદગીનું રહસ્ય સમજાયું નહી, શું કમાયો જિંદગીમાં? કાંઈ દેખાયું નહી.

  સ્વતંત્ર ભારતનાં પ્રથમ વડાપ્રધાન સ્વપ્નદ્રષ્ટા પં. જવાહરલાલ નહેરુનો આજે જન્મ દિવસ. આ દિવસ ‘બાળદિન’ તરીકે ઓળખાય છે. 14-11-1889 ના દિવસે એમનો જન્મ અલાહાબાદ ખાતે થયો હતો. આપણો ઈતિહાસ આજનાં દિવસે આ સ્વપ્નદ્રષ્ટા અને શાંતિદૂત આપણાં પ્રથમ વડા પ્રધાનને યાદ કરે છે. ‘ઝડપી આર્થિક વિકાસ સાધવો અને એ દ્વારા સામાજિક ન્યાય પ્રાપ્ત કરવો ‘એ એમના જીવનનો ધ્યેય હતો..

શું આપ જાણો છો કે વિવિધ દેશમાં બાળદિન ક્યારે ઊજવાય છે?

         વિવિધ દેશમાં ઊજવાતાં બાળદિન:—

1] યુનિવર્સલ ચિલ્ડ્રન ડે ———– 5 ઑક્ટોબર

2] આંતરરાષ્ટ્રીય બાળદિન——— 1 જૂન

3] જાપાન ———————— 5 મે

4] કોરિયા ———————— 5 મે

5] થાઈ લેંડ ———————- જાન્યુઆરી મહિનાના બીજા શનિવારે

6] લેબેનોન ———————- 22 માર્ચ

7] બોલિવિયા ——————– 12 એપ્રિલ

8] તુર્કી ————————– 23 એપ્રિલ

9] મેક્સિકો ——————— 30 એપ્રિલ

10] નાઈજિરિયા —————— 27 મે

11] ઈંડોનેશિયા —————— 17 જૂન

12] નેપાળ ———————- 20 ઑગસ્ટ

13] જર્મની ———————- 20 સપ્ટેમ્બર

14] સિંગાપુર ——————— 1 ઑક્ટોબર

15] ઈરાક અને બ્રાઝિલ———— 12 ઑક્ટોબર

16] ભારત ———————– 14 નવેંમ્બર

17] ગ્રીસ ———————— 11 ડિસેંમ્બર


                       ૐ નમઃ શિવાય

જવાબ કસરત ભેજાની

આજે કારતક વદ આઠમ

આજનો સુવિચાર:- વિવેક નિર્માણ કરે તે શ્રવણ સાચું.

જવાબ:- કસરત ભેજાની

1] વિમ્બલ્ડન રમનાર પ્રથમ ભારતીય કોણ? [1908]
  બ] સરદાર નિહાલ સીંગ

2] અમદાવાદમાં ઝૂલતાં મિનારાનું નામ કયું?
  અ] સિદ્દી બસીર

3] મહાભારતનું યુદ્ધ કેટલાં દિવસ ચાલ્યું?
  ક] 18

4] ચંદ્રગુપ્ત બીજો ક્યા નામથી પ્રખ્યાત હતો?
  બ] વિક્રમાદિત્ય

5] જંગલી હાથી માટે પ્રખ્યાત અને નદીના નામ પરથી ઓળખાતો નેશનલ પાર્ક ક્યો?
  અ] પેરિયાર

6] સૌ પ્રથમ મહેશ્વરી સાડીની ડિઝાઈન કોણે બનાવી?
  બ] રાણી અહલ્યાબાઈ હોલકર

7] ભારતની પ્રથમ મહિલા મેયર કોણ?
  અ] સુલોચના મોદી

8] તુલસીદાસનું અપરિચિત નામ કયું?
બ] રામબોલા

9] ‘ડોન’ અખબાર ક્યા દેશમાંથી પ્રગટ થાય છે?
અ] પાકિસ્તાન

10] ભોગીલાલ ગાંધીનું તખલ્લુસ કયું?
બ] ઉપવાસી

11] ગિરનાર પર્વત ક્યા ભગવાનનું ક્ષેત્ર ગણાય છે?
  બ] દત્તાત્રેય

12] ચંડીપાઠ જેમાં સાતસો શ્લોકોનો સમૂહ છે તે કયા નામે ઓળખાય છે?
  અ] સપ્તશમી

13] નાઈટ્રોજનની શોધ કોણે કરી?
ક] રૂધરફોર્ડ

14] સુમંત મિશ્રાનું નામ કઈ રમત સાથે સંકળાયેલું છે?
બ] ટેનિસ

15] ‘બોમ્બે ડક’ એટલે શું?
  બ] એક જાતની માછલી

16] ‘ફોર્ટી નાઈન ડેઝ’ ની લેખિકા કોણ?
  અ] અમૃતા પ્રીતમ

17] વિજયવાડા કઈ નદી પર આવેલું છે?
  બ] ક્રિષ્ણા

18] કોલંબસે અમેરિકા કઈ સાલમાં શોધ્યું હતું?
  અ] 1494

19] વિનોબા ભાવેનું નાનપણનું નામ કયું?
  બ] વિનાયક હરિ

20] ‘મેન ઓફ ડેસ્ટીની’ તરીકે કોણ ઓળખાય છે?
બ] નેપોલિયન

                                     ૐ નમઃ શિવાય

એક અનોખો અનુભવ

આજે કારતક વદ સાતમ
   આજનો સુવિચાર:- જે સમાજ શીલને બદલે શણગાર, સમજણને બદલે શોખ, સહિષ્ણુતાને બદલે ચળકાટનું મહત્વ વધે છે એ સમાજ ધીરે ધીરે અંદરથી પોલો બને છે. સુખશાંતિ ગુમાવી બેસે છે.

    9મી જુને જ્યારે મેં મારો કૈલાશ માનસરોવરની યાત્રાનો આર્ટિકલ રેડિયો ઑસ્ટ્રેલિયાવાળા નિતલબેનને મોકલાવ્યો તો તેમનો 13મી જુને તરત જ રેડિઓ પરની મુલાકાત લેવા માટે ઈ મેલ આવ્યો. મેં તો આવી કોઈજ આશા રાખી હતી નો’તી. પહેલા તો ખૂબ જ ખૂશ થઈ ગઈ અને તૈયારી કરવા માંડી પછી તો જ્યારે ઈંટરવ્યુનો દિવસ પાસે આવવા માંડ્યો ત્યારે ખૂબ જ નર્વસ થઈ ગઈ. સુધીર તેમજ મૃગેશ મને ખૂબજ હિંમ્મત આપતાં ગયાં. દિકરાઓ પણ હિમ્મત આપતાં અને કહેતા ‘MOM, YOU ARE GREAT . YOU ARE DOING SO GOOD. KEEP IT UP’. કોઈ દિવસ ઈંટર્વ્યુ આપ્યો ન હતો એટલે મારે માટે તો આ એક નવો જ અનુભવ હતો.. મનમાં એક વાત નક્કી રાખી હતી કે ‘જીવનમાં કશું અસંભવ નથી.’ આ વિચારને વળગીને રહી તેથી કાંઈ કરવા હિમ્મત આવી. અને એકજ રીટેકથી ઈંટરવ્યુ પૂરો કર્યો. અને 25મી જુને પ્રગટ થયો.
  થોડી ઘણી ભૂલો થઈ પણ હશે પણ હું એમ વિચારું છુ કે ભૂલો ન થાય તો શીખવા ક્યારે મળે? ખરૂં ને? તો ભૂલચૂક માફ.
નીલા
[odeo=http://odeo.com/audio/2368504/view]

                ૐ નમઃ શિવાય

તરસ્યાં હૈયા

                   આજે કારતક વદ છઠ્ઠ

    આજનો સુવિચાર:- પહેલાં કદાપિ થયું નથી અને ફરીથી ક્યારે થવાનું નથી એવાં શુભ કાર્ય કરવાને માટેની પોતાની તક ન લાવે એવો કોઈ દિવસ ક્યારે ઊગ્યો નથી. – ડબલ્યુ.એચ.બર્લીહ

કવિશ્રી:- શિવકુમાર નાકર

સાત જનમનાં હૈયા તરસ્યા હું ને તું
ભરચોમાસામાં વણ પલડ્યાં હું ને તું

એક બાગમાં ફૂલ બની ને સામ સામે રહેતા
આભધરાની જેમ આપણે મુંગા મુંગા સહેતા
નોખા નોખા ક્યારે ઊગ્યાં હું ને તું

કેમ નથી ઠરતાં અંતરના અંતરનાં અંગારા બળબળતા
લાગણીઓનાં પંખી કાંઠે તરસે કાં ટળવળતાં
આંસુનાં ઝરણાં લઈને જનમ્યાં હું ને તું

                            ૐ નમઃ શિવાય

પાતાલ ભુવનેશ્વર

                           આજે કારતક વદ પાંચમ

                   આજનો સુવિચાર:- હેતુ વગર હેત કરનાર માત્ર હરિ જ હોય છે.

 click on photo

 પાતાલ ભુવનેશ્વર

સહેલાણીઓ માટે કદાચ ‘પાતાલ ભુવનેશ્વર’ નામ નવું નહી હોય. ‘પાતાલ ભૂવનેશ્વર’ પીથ્રોડાગઢથી 91 કી.મી. અને ગાંગોલીહાટથી 14 કિ.મી. દૂર આવેલી પ્રભુ આશુતોષની જોવાલાયક પ્રચંડ ગુફા છે. એક મોટી ગુફાની અંદર અનેક નાની નાની ગુફાઓ આવેલી છે. આ ગુફા કાઠગોદામથી 210 કિ.મી. આવેલી છે. ‘ચકૌરી’ થી પણ જઈ શકાય છે. ઉત્તરાંચલમાં આવેલી આ ગુફાઓ કાંઈક અનેરી છે.

ઈ.સ. 1996ની અમારી કૈલાસ માનસરોવરની યાત્રા સફળપૂર્વક પૂર્ણ કરી ‘ધારચૂલા’થી ‘કૌસાની’ રાત્રી રોકાણ માટે જઈ રહ્યાં હતા. રસ્તામાં ‘ચકૌરી’માં ભોજન વિરામ માટે રોકાણ કરવાનું હતું. લગભગ ‘ચકૌરી’થી 3 કિ.મી. પહેલાનો રસ્તો તૂટી ગયો હતો. જેથી અમારી બસ આગળ વધી શકે એમ ન હતી. અમારા લાયઝન ઑફિસર શ્રી. ડી. આર. કાર્તિકેયન [CBI OFFICER] સાહેબે જીપ મંગાવીને ‘ચકૌરી’ પહોંચાડ્યા પરંતુ બસ ન આવે ત્યાં સુધી આગળ વધી શકાય તેમ ન હતું તેથી શ્રી. કાર્તિકેયન સાહેબની આગેવાની હેઠળ અમને ‘પાતાલ ભુવનેશ્વર’ સુધી પહોંચવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. ‘ચકૌરી’થી 30 કિ.મી. જીપમાં મુસાફરી કર્યા બાદ 2 કિ.મી. પગપાળા મુસાફરી ‘પાતાલ ભુવનેશ્વર’ મંદિર [ગુફા] પહોંચ્યાં. ‘પાતાલ’ એટલે જમીનનો નીચલો ભાગ ‘નરક’ ગણાય. ગુફામાં નીચે ઉતરતાં આ નામ સાર્થક્ય લાગ્યું. પ્રભુ આશુતોષની આ ગુફા હોવાથી આ ગુફાનું નામ ‘પાતાલ ભુવનેશ્વર’ યોગ્ય લાગ્યું. ગુફાનું મુખ એક લાંબી ટનલ જેવું છે અને બે બાજુ સાંકળ હોવાથી તેને પકડીને લગભગ પેટે ઘસડાતાં લગભગ 85 પગથીયા ઉતરવા પડે છે. પહાડી જગ્યા હોવાને કારણે આ પગથીયા ચીકણા પથ્થરના બનેલાં છે. સ્થુળકાયાવાળાએ ખૂબ જ સંભાળપૂર્વક ઊતરવુ પડે નહીં તો સીધ્ધા નીચે પછડાઈ જવાય. જેવાં નીચે પહોંચ્યા તેવા અંદરનું નયનરમ્ય દૃશ્ય જોતાં જ અમે રસ્તાની સૂગને ભૂલી ગયાં.

જોકે અંદર ઈલેક્ટ્રિક લાઈટ્સની સગવડ હતી એટલે અંદરનાં દૃશ્યનો ભરપૂર આનંદ લેવાયો. જેવાં અમે નીચે પહોંચ્યા ત્યારે અચંબા વચ્ચે અમે શેષનાગનાં શરીર ઉપર ઊભા હોઈયે તેવો ભાસ થયો.

 click on photo 

શેષનાગ 

અહીંના પૂજારીએ અમને સંપૂર્ણ રીતે માહિતગાર કર્યાં. 1] શેષનાગનું શરીર અને તેની ઝેરી ગ્લાંડ અને પરિક્ષિત રાજા અને તક્ષક નાગની આકૃતિ જોવા મળી 2] ગણપતિનાં શિરચ્છેદ પર બ્રહ્મકમળથી અભિષેક 3] ચાર માર્ગ, દ્વાપર અને ત્રેતાનાં બંધ માર્ગ અને કલિયુગ અને મોક્ષનાં ખુલ્લા માર્ગ દેખાયા 4] પાતાળચંડી 5] કલ્પવૃક્ષ 6] બ્રહ્માનાં પંચમુખ, જ્યાં વ્યક્તિ પોતાનાં જીવતાં પોતાનું શ્રાદ્ધ કરી તર્પણ કરી શકે છે 7] શિવજીની 6 થી 8 ફૂટની શ્વેત જટા જેમાંથી ગંગા વહે છે, નીચે બ્રહ્મકુંડ, ઉપર નર્મદેશ્વર મહાદેવ, અભિષેક થતું પાણી નીચે ઉતરી જાય તેની બાજુમાં 33 કરોડ દેવતા 8] સપ્તકુંડ જેનુ પાણી પીવાતું નથી, તેની બાજુમાં 5 ફૂટનો પાછળ ફેરવેલી ચાંચવાળો હંસ [સપ્તકુંડનું પાણી ન પી શકે તેથી પાછળ ફેરવેલી ચાંચ] 9] આકાશગંગા અને સપ્તઋષિ મંડળ

 click on photo 

 10] કેદારનાથ, બદ્રીનાથ, પંચાયતન, અમરનાથ ત્રણે તેના સ્નાન મુજબ સાચી દિશામાં

 click on photo 

 પાતાલ ભુવનેશ્વરનું લિંગ

11] પાતાળબૂવનેશ્વર મહાદેવ્નું લિંગ 12] થોડાં ઉચાણમાં પાંચ પાંડવો અને શિવ પરિવાર અને તેની સામે ગયેલાં પાંચ પાંડવો ગયા તે બદ્રીનાથનો રસ્તો 13] ઐરાવત હાથી- હજાર પગ અને સાત સૂંઢવાળો 14] સતયુગ, દ્વાપરયુગ, ત્રેતાયુગ અને કલિયુગનાં ચાર થાંભલા 15] અંતે બ્રહ્માકમંડળ , જેમાં કામના સિદ્ધિ માટે પગે લાગી ઉપર જવું પડે છે.
  જેવી રીતે નીચે ઉતર્યાં હતાં તેવી જ રીતે પેટે ઘસડાતાં ઉપર ચઢવું પડે છે. કપડાં પણ ગંદા થઈ જાય. પણ આવું અદભૂત સૌદર્ય જોવા મળતું હોય તો બીજુ બધું વિચારાય નહી. ઉપર હાથ પગ ધોવા માટે પાણીની વ્યવસ્થા છે. આમ આ ગુફા-મંદિર જોતા 2 થી 21/2 કલાક લાગે છે. સુંદર જગ્યા જોવા જેવી ગુફાઓ છે. સાથે સાથે ‘કૌસાની’ જેવું સુંદર હીલ સ્ટેશન પણ મ્હાલી લેવાય, ખરૂં ને !!!!!!!!!!!!!!!

                                               ૐ નમઃ શિવાય

જે આપે છે તે જ પામે છે…….

               આજે કારતક વદ ત્રીજ , સંકષ્ટી ચોથ

     આજ્નો સુવિચાર:- પ્રાર્થના એટલે પરમાત્મા સાથે ગોઠડી, પરમાત્માનું ચિંતન અને અનુભવ.
                                                                                               – સ્વામી રામતીર્થ

ભિખારીએ સોનાના રથમાં બેસી કોઈ મહારાજને આવતાં જોઈ મહારાજને પોતાની તરફ આવતાં જોયાં

ભિખારીને થયું કે બસ આજે તો મારું ભાગ્ય ખૂલશે, મહારાજાધિરાજ આવે છે.

રથ તેની પાસે આવીને ઊભો રહ્યો. ભિખારીના આશ્ચર્ય વચ્ચે રાજાએ પોતે જ રથમાં ઊતરીને ભિખારી સામે યાચક બનીને હાથ લાંબો કર્યો..

પેલો ભિખારી તો વિચારમાં પડી ગયોઃ શું આપુ ? બોલ લલચાવે છે, આપવાનું મન થતું નથી.

પણ રાજા હાથ પાછો ખેંચતો જ નથી. આખા રાજ્યના સુખનો સવાલ છે. કાંઈક આપવું જ પડશે.

ભિખારી છેવટે પોતાની ઝોળીમાંથી એક દાણો કાઢીને રાજાનાં હાથમાં મૂકે છે.

રાજા તે દાણો લઈને ચાલ્યો જાય છે.

ભિખારી વિચારવા લાગ્યો કે વાહ, રાજા વાહ, મારી ખીચડીમાંથી તેં દાણો ઓછો કર્યો.

દુઃખ સાથે તે ઘરે ગયો અને ઝોળી ખાલી કરી. તેમાં એક સોનાનો દાણો દેખાયો !

તેની આંખમાં આંસુ ભરાઈ આવ્યાં.

અરે……..રે……..! મેં મારી આ ખી ઝોળી શા માટે ઠાલવી ના દીધી ??????

                                                                 – રવીન્દ્રનાથ ઠાકુર

                                                 ૐ નમઃ શિવાય

કસરત ભેજાંની

                                 આજે કારતક વદ બીજ

આજનો સુવિચાર:- શીખવા જેવી એક કળા છે અને તે છે ‘જે નથી તે નહિ જોવાની’ કળા.
                                                                                     – મારીયા મિશેલ

‘જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત
 ગુણવંતી ગુજરાત, અમારી ગુણવંતી ગુજરાત’
      આ યાદગાર કાવ્યનાં ‘કવિશ્રી અરદેશર ખબરદાર’નો જન્મદિવસ. 7-11-1881એ દમણમાં તેમનો જન્મ થયો હતો. તેમના દાદાની હિંમત અને હોશિયારીથી તેઓ ‘ખબરદાર’ તરીકે ઓળખાવાઅ લાગ્યાં. ગુજરાતી કવિતામાં નરસિંહરાવ દિવેટિયા અને નાનાલાલની હરોળનાં કવિ હતાં. 30-7-1953 ના દિવસે તેમનું અવસાન થયું હતું.

                ચાલો આજે થોડું ભેજુ કસીયે.

      સવાલની સાથે 3 જવાબ આપ્યાં છે એમાંથી સાચો જવાબ શોધી લખવો.

1] વિમ્બલ્ડન રમનાર પ્રથમ ભારતીય કોણ? [1908]
  અ] આર. કૃષ્ણા બ] સરદાર નિહાલ સીંગ ક] વિશ્વનાથ આનંદ

2] અમદાવાદમાં ઝૂલતાં મિનારાનું નામ કયું?
  અ] સિદ્દી બસીર બ] સિદ્દી સૈયદ ક] ચિશ્તી

3] મહાભારતનું યુદ્ધ કેટલાં દિવસ ચાલ્યું?
  અ] 11 બ] 15 ક] 18

4] ચંદ્રગુપ્ત બીજો ક્યા નામથી પ્રખ્યાત હતો?
  અ] કૌટિલ્ય બ] વિક્રમાદિત્ય ક] અમાત્ય

5] જંગલી હાથી માટે પ્રખ્યાત અને નદીના નામ પરથી ઓળખાતો નેશનલ પાર્ક ક્યો?
  અ] પેરિયાર બ] ભરતપુર ક] કાઝીરંગા

6] સૌ પ્રથમ મહેશ્વરી સાડીની ડિઝાઈન કોણે બનાવી?
અ] ઝાંસીની રાણી બ] રાણી અહલ્યાબાઈ હોલકર ક] રાણી રૂપમતી

7] ભારતની પ્રથમ મહિલા મેયર કોણ?
  અ] સુલોચના મોદી બ] સરોજિની નાયડુ ક] વિજયાલક્ષ્મી પંડિત

8] તુલસીદાસનું અપરિચિત નામ કયું?
અ] રામલલ્લા બ] રામબોલા ક] રામદાસ

9] ‘ડોન’ અખબાર ક્યા દેશમાંથી પ્રગટ થાય છે?
અ] પાકિસ્તાન બ] બાંગ્લાદેશ ક] અફઘાનિસ્તાન

10] ભોગીલાલ ગાંધીનું તખલ્લુસ કયું?
  અ] ભોગી બ] ઉપવાસી ક] અંતઃવાસી

11] ગિરનાર પર્વત ક્યા ભગવાનનું ક્ષેત્ર ગણાય છે?
  અ] શંકર બ] દત્તાત્રેય ક] વિષ્ણુ

12] ચંડીપાઠ જેમાં સાતસો શ્લોકોનો સમૂહ છે તે કયા નામે ઓળખાય છે?
  અ] સપ્તશમી બ] સપ્તશપાઠ ક] સપ્તશશ્લોક

13] નાઈટ્રોજનની શોધ કોણે કરી?
  અ] લેવોઝિયે બ] ગેલેલિયો ક] રૂધરફોર્ડ

14] સુમંત મિશ્રાનું નામ કઈ રમત સાથે સંકળાયેલું છે?
  અ] હોકી બ] ટેનિસ ક] પોલો

15] ‘બોમ્બે ડક’ એટલે શું?
  અ] પક્ષી બ] એક જાતની માછલી ક] જંતુ

16] ‘ફોર્ટી નાઈન ડેઝ’ ની લેખિકા કોણ?
  અ] અમૃતા પ્રીતમ બ] અરુંધતી રોય ક] શોભા ડે

17] વિજયવાડા કઈ નદી પર આવેલું છે?
  અ] તુંગભદ્રા બ] ક્રિષ્ણા ક] ગોદાવરી

18] કોલંબસે અમેરિકા કઈ સાલમાં શોધ્યું હતું?
  અ] 1494 બ] 1502 ક] 1506

19] વિનોબા ભાવેનું નાનપણનું નામ કયું?
  અ] બાલકોબા બ] વિનાયક હરિ ક] બંડ્યા ભાવે

20] ‘મેન ઓફ ડેસ્ટીની’ તરીકે કોણ ઓળખાય છે?
  અ] ચર્ચિલ બ] નેપોલિયન ક] હિટલર

આપ જવાબ આપો ,અઠવાડિયાનો સમય મેં આપ્યો.

                    

                            ૐ નમઃ શિવાય

કૈલાસકે નિવાસી નમું બાર બાર હું

આજે કારતક વદ એકમ

આજનો સુવિચાર:- જ્ઞાન કરતાં કલ્પના વધારે અગત્યની છે.
                              -આલ્બર્ટ આઈંસ્ટાઈન

[odeo=http://odeo.com/audio/2350607/view]
એક બિલી પત્રમ એક પુષ્પમ એક લોટા જલકી ધાર
દયાલુ ઈનકે સાથ હૈ ચંદ્રમૌલી ભરથાર
વ્યાઘાંબરમ ભસ્માંબરમ જટાજુટ લીબાસ
આસન જમાયે બૈઠે હૈ ક્રિપાસિંધુ કૈલાસ

કૈલાસકે નિવાસી નમુ બાર બાર હું
આયો શરણ તિહારી પ્રભુ તાર તાર તું

ભક્તોકો કભી તુમને શીવ નિરાશ ના કિયા
માંગા જીન્હે જો ચાહા વરદાન દે દીયા
બડા હૈ તેરા દાયજા બડા દાતાર તું

બખાન ક્યા કરું મૈ રાખો કે ઢેર કા
ચપટી ભભૂતમેં હૈ ખજાના કુબેરકા
હૈ ગંગધાર મુક્તિદ્વાર ૐકાર તું

ક્યા ક્યા નહીં દીયા ભોલે ક્યા પ્રમાણ દે
બસ ગયે ત્રિલોક શંભુ તેરે હી નામસે
ઝહર પીયા જીવન દિયા કિતના ઉદાર તું

તેરી કૃપા બિના ન હિલે એક હી અણુ
લેતે હૈ શ્વાસ તેરી દયાસે તનુ તનુ
કહે દાદ એકબાર મુઝકો નિહાર તું
આયો શરણ તિહારે પ્રભુ તાર તાર તું

                         

                    ૐ નમઃ શિવાય