ગીતામૃત [સાંભળો ભજન]

                             આજે માગશર સુદ એકાદશી

આજનો સુવિચાર:- તું બધાં જ કર્મોનો ત્યાગ કરીને મારે શરણે આવ, કર્મોનો ત્યાગ કરવાથી પાપ થશે. તેની ચિંતા છોડ. હું તને બધાં જ પાપોમાંથી મુક્ત કરીશ. ——— શ્રીમદ ભગવતગીતા

હેલ્થ ટીપ્સ:- તુલસીનાં પાનને દહીં કે છશ સાથે લેવાથી એસિડિ મટે છે.

                               ગીતા અમૃત

1] આત્મા કદી જન્મતો નથી, તેમજ કદી મૃત નથી પામતો.

2] સારા નરસાની ચિંતા પ્રભુ પર છોડી દો. ભૂત. ભવિષ્યની ચિંતા છોડી વર્તમાનને અનુસરીને ચાલો.. જે થયું તે સારું જ થયું, જે થઈ રહ્યું છે તે પણ સારું જ થાય છે અને જે થવાનું છે તે પણ સારા માટે થવાનું છે.

3] તું શું લાવ્યો હતો ? કે તારે ગુમાવવું પડ્યું.

4] તેં જે મેળવ્યું છે તે પ્રભુની પ્રસાદી સમજ અને તેને પાછું સોંપી દે. ખાલી હાથ જવાનાં છીએ.

5] જે આજે તારું છે તે કાલે બીજાનું હતું અને પરમ દિવસે બીજાનું થશે.

6] તું જેને આજ પોતાનું માની આનંદ કરે છે તે જ તારા દુઃખનું કારણ છે.

7] પરિવર્તન સંસારનો નિયમ છે.

8] એક પળમાં અમીર થવાશે અને બીજી પળમાં ગરીબ.

9] આપણું પરાયું જો મનમાંથી નીકળી જશે તો બધું પોતાનું જ છે.

10] આ શરીર અગ્નિ,જળ,વાયુ, પૃથ્વી, આકાશમાંથી બન્યું છે અને અંતે તેમાં જ મળી જવાનું છે.

11] મોક્ષ પામવાનો સરળ ઉપાય પ્રભુ પર પૂરી શ્રદ્ધા રાખી અર્પણ કરવું.

12] ભય, ચિંતા, શોક, દુઃખ વિગેરેમાંથી મુક્ત પામવા જે કર્મ કરો તે પ્રભુને અર્પણ કરો.

13] અહંકારનો ત્યાગ કરો.

14] સંસારમાં પ્રભુનું ધાર્યુ જ થાય છે.

15] પ્રભુની ઈચ્છા વિરુદ્ધનું કાર્ય કદી સફળ થતું નથી.

16] શુભ કામ કરનાર કદિ દુર્ગતિને પામતો નથી.

[odeo=http://odeo.com/audio/3487263/view]

ગાયિકા:- નીલા કડકિઆ

                                      ભજન

નામ લેતાં તારું ગોવિંદ, મને થાય અતિવ આનંદ

તું શક્તિરૂપ શબ્દોમાં, તું અર્થ મધુર ગીતોમાં
તું ભાવ રૂપે સહુ ઉરમાં, તું પુષ્પો માંહી છે સુગંધ

તું સૂર માંહી સંગીત, તું પ્રેમીજનની પ્રીત
તું દિલ માંહી છે ઉમંગ, તું અનાદિ અને છે અનંત

તું તેજ રૂપ સવિતામાં, શીતલતા ચંદ્ર કિરણમાં
ચંચળ થઈ વાયુવેગે ઊછળે તું જલાબ્ધિ તરંગ

તું સ્નેહરૂપ સીતામાં, તું જ્ઞાન બન્યો ગીતામાં
તું સત્ય રૂપે રઘુનંદન પ્રેમે તું બન્યો છે મુકુંદ

તું ગુપ્ત વસે આ જગમાં, સંતાયો નિજ સર્જનમાં
તારો વાસ છતાં કણ કણમાં રંગ્યું તે સકળ તવ રંગ

                            ૐ નમઃ શિવાય

Advertisements

8 comments on “ગીતામૃત [સાંભળો ભજન]

  1. તમારો અવાજ પણ હવે સાંભળવા મલી ગયો. બહુ જ સ્રરસ. આ તમે સાવ નવો વિચાર લાવ્યા.
    આ જ રીતે આપણા જાણીતા અને માનીતા કવિઓના અવાજ પણ સાંભળવા મળે તો મઝા આવી જાય.
    મારી પાસે ઘણા કવિઓના મુશાયરા પઠનની કેસેટો છે. તેને એમ.પી. – 3 માં ક ઇ રીતે ફેરવવી?

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s