કલરથેરેપી

                           આજે માગશર સુદ બારસ

    આજનો સુવિચાર:- અવલોકનદૃષ્ટિ ગરૂડ જેવી બનાવો જે વિશ્વપદાર્થોનાં ઉપરછલ્લાં સ્વરૂપોને,ભીતરનાં ભંડારને બહાર લાવી શકે છે. એના ખરા સ્વરૂપને અનાવૃત્ત કરી શકે છે.                                                                                                     –  ગાંધીજી

હેલ્થ ટીપ્સ:- ગરમ પાણીમાં હળદર,મીઠું અને ઘી મેળવી પીવાથી ઉધરસ અને કફ મટે છે.

     નીલય અને નીલિમાના ઘરસંસારમાં ખરેખર કોઈ જ પ્રશ્નો નહોતા. વીસ વર્ષનું લગ્નજીવન, અપૂર્વ અને રોશની- ટીન એઈજ બાળકો, મોટું જાહોજલાલીવાળું ઘર, નીલયની ડૉક્ટર તરીકેની ધીકતી પ્રેક્ટિસ, નીલિમાનું સમાજસેવાનું કાર્ય, અપૂર્વ યુનિવર્સિટી-સ્ટુડંટ-રોશની ‘એ’ ગ્રેડની સ્ટુડંટ- પાંચમાં પૂછાતું ઘર અને આબરૂ- શું જોઈએ સુખી થવા માટે? સાથે બે કૂક, બે ડ્રાઈવર, પાંચ નોકરો માળી વગેરે પણ.

    પણ ભાગ્યે જ કુટુંબીજનો એકબીજાને મળી શકતા. કદીક તો અઠવાડિયામાં એકવાર એકબીજાનું મોં જોઈ શકતા. નીલયની સાંજ ક્લબમાં, નીલિમા સમાજ સેવામાં બીઝી, અપૂર્વ અને રોશની મિત્ર વર્તુળમાં હોય, જે કોઈ ડિનર લેવાનાં હોય તે કૂકને ફોન કરી દે. રાત્રે સૂવા આવે ત્યારે થાકેલા પોત-પોતાના બેડરૂમમાં પૂરાઈ જતાં. હા, નીલયની મોટીબહેન રોહિણી, પતિ સોહન અને પુત્ર પરમનું ચાર અઠવાડિયા માટે અમેરિકાથી આગમનથી દોશી કુટુંબની દિનચર્યામાં થોડો ફેરફાર આવ્યો હતો..

         રોહિણીએ આદેશ આપ્યો કે કોઈ બહારનો પ્રોગ્રામ નહી બનાવશો કે તમારો પ્રોગ્રામ ડીસ્ટર્બ નહી કરતા , અમે અહીં આરામ કરવા આવ્યાં છીએ. રોહિણી ઈંટરીઅર ડિઝાઈનર હતી. તેને લાગ્યું ઘરમાં ફેરફાર કરવાની જરૂર છે. તેને માસ્ટર પ્લાન બનાવી દીધો.

     કિચનની દીવાલો લીલા રંગ રંગી અને લીલો સમૃદ્ધ રંગ જેનું મેઘધનુષમાં મહત્વનું સ્થાન છે. લીલો એટલે બેલેંસ અને હાર્મની. ન્યુટ્રલ નહી ગરમ નહીં ઠંડો. ગ્રીન એટલે ઈક્વીલીબ્રિયન. જેની શરૂઆત કીચનથી થવી જોઈએ. એનો ગુણ ધર્મ છે કે રીંગ, શેરીંગ, કાઈંડનેસ, કમ્પેશન અને સ્ટ્રેસ રીલીવીંગ.

      લીવિંગરૂમમાં વાયોલેટ રંગ જે સેલ્ફ-એસ્ટીમ, ડીગ્નીટી અને રીસ્પેક્ટની પ્રતીતિ કરાવે છે. આ રૂમ કે જ્યાં વ્યક્તિ પોતાનાં મૂળ અસ્તિત્વને શોધી શકે. યોગ, મેડિટેશન અને સ્પીરીચ્યુઅલ પ્રેક્ટીસ માટેનો રૂમ. પ્રાર્થના રૂમ જ્યાં કોઈ ભગવાનની મૂર્તિ હોય ! એકવાર અંદર દાખલ થાવ કે એનાં વાઈબ્રેશન તમને પકડી રાખે.

       ડ્રોઈંગ રૂમમાં મીએન શેડ ઓરેંજ અને યેલો જ્યાં અનેક લોકોની અવર જવર એટલે એ રૂમ ફોર મૂવમેંટ ડીલાઈટફૂલ એનર્જીનો અહેસાસ.

        બેડરૂમમાં પિંક કલર હોય તો સોનામાં સુગંધ ભળી જાય. રોમાંસનો રાજા એટલે પિંક કલર. આ રંગ નાજુક છે અને સુધીંગ છે. બુદ્ધિને આરામ આપે છે તેમજ હૃદયના અવાજને બહાર લાવવાનું કામ કરે છે.

     લાલ રંગનાં પ્લસ માઈનસ બંને ગુણ છે. બેડરૂમ માટે આ રંગ કામનો નથી. બ્લડ પ્રેશર વધારે છે ડિપ્રેસિવ બનાવે છે. મોટી ઉમરનાં યુગલનાં બેડરૂમ માટે આ રંગ નકામો પરંતુ ટીન એજરો માટે લાઈવ રંગ છે એનર્જેટિક રંગ છે.
     આમ નીલય અને નીલિમાનાં ઘરનાં દીદાર બદલાઈ ગયાં અને ઘર ધમધમતું થઈ ગયું. ડીનર ટેબલ પર સહુ મળવા લાગ્યા. ક્લબ, સમાજસેવા, મિત્ર વર્તુળો ઓછાં થયાં. આમ કલરથી હીલિંગ થયું.

                                                                                             -સંકલિત

                                          ૐ નમઃ શિવાય