ભગવાન દત્તાત્રેય

                     આજે માગશર સુદ ચૌદસ / પૂનમ

આજનો સુવિચાર:-જીવનમાં પાછા પડો તો ત્યારે બીજા કોઈનો નહિ પણ પોતાનો જ વાંક કાઢો.

હેલ્થ ટીપ્સ:- લવિંગનું તેલ ઘસવાથી માથાનો દુઃખાવો મટે છે.


ભગવાન દત્તાત્રેય

          માગશર સુદ પૂનમ દત્ત જયંતી તરીકે ઊજવાય છે. દત્તાત્રેય ભગવાનની સાકાર મૂર્તિનું સ્વરૂપ ત્રણ મુખ, છ હાથ છે. ચાર વેદના પ્રતીક સમાન ચાર શ્વાન અને પૃથ્વીના પ્રતીક સમાન કામધેનુ ગાય સદા તેમના સંગાથી છે. એમનાં છ હાથમાં એમણે વિવિધ આયુધ ધારણ કરેલાં છે.

      લોકવાયકા મુજબ ભગવાન દત્તાત્રેયના પ્રાગ્ટ્ય કાંઈક અનોખી છે. સાત મહાસતીમાં સ્થાન પામેલાં માતા અનસૂયાના દર્શનાર્થે ખુદ દેવો પણ આવતા અને સર્વલોકમાં તેમના ગુણગાન ગવાતા. તેથી ઈર્ષાથી પ્રેરાઈને બ્રહ્માણી, લક્ષ્મીજી અને રુદ્રાણીએ બ્રહ્માજી, વિષ્ણુ અને મહેશને તેમની પરીક્ષા લેવા મજબુર કર્યાં. આમ ત્રણે દેવો બ્રહ્મચારીનું રૂપ ધારણ કરીને અનસૂયા માતા પાસે આવ્યા જે સમયે ઋષિ અત્રિ તપસ્યામાં લીન હતા. અને માતા પાસે નગ્નાવસ્થામાં ભિક્ષાની માંગણી કરી. ભિક્ષુકને ખાલી હાથે પાછા ન મોકલવાની સંસ્કૃતિને કારણે માતા અનસૂયાએ પોતાના પાતીવ્રતાને આહવાહન આપી આ ત્રણે દેવોને બાળ સ્વરૂપમાં ફેરવી દીધા. માતાએ ત્રણે બાળકને પારણામાં પધરાવી દીધાં. આ બાજુ ત્રણે દેવીઓ પોતાના પતિઓ માટે ચિંતીત થવા લાગી. ત્યારે નારદે તેઓને સમાચાર આપ્યા કે ત્રણે દેવતાઓ બાળક બનીને માતા અનસૂયાને પારણે ઝૂલે છે. ત્યારે ત્રણે દેવીઓએ માતા અનસૂયાની માફી માંગતા પોતાના પતિદેવોની માંગણી કરી. માતાએ તેમને બાળસ્વરૂપમાં તેમના પતિઓને લઈ જવા કહ્યું. પોતાના પતિની ઓળખાણ ન પડતા દેવીઓની વિનંતિથી માતા અનસૂયાએ ત્રણે દેવતાઓને તેમને પૂર્વવત સ્થિતીમાં લાવ્યાં. અને વરદાન રૂપે ત્રણે દેવતાઓને પોતાના પૂત્ર સ્વરૂપે માંગ્યા. આમ ત્રણે દેવો ‘ આદ્યગુરુ દત્તત્રેય ભગવાન’ સ્વરૂપે પ્રગટ થયાં

           ભગવાન દત્તાત્રેયે 24 ગુરુ બનાવ્યાં હતાં જેમનામાંથી તેમણે ગુણો સ્વીકાર્યાં હતાં. પૃથ્વી, વાયુ, આકાશ, જળ, અગ્નિ, ચંદ્ર, સૂર્ય, હોલો, અજગર, સમુદ્ર, પતંગ,ભમરો, હાથી, મધ ઉતારનારો પારધી, હરણ, માછલું, પિંગળા નામની વેશ્યા, ટિટોડો, બાળક, છોકરી, બાણ ઘડનાર, સર્પ, કરોળિયો, કીડો.

       ગિરનાર, આબુ, નારેશ્વર, ગરુડેશ્વર, ગંગણાપુર, કુરવપુર, નરસિંહ વાડો, ઔદુમ્બર, અક્કલકોટ, કાંરજા, માહુર વગેરે ભગવાન દત્તાત્રેયનાં મુખ્ય સ્થાનકો છે.

                                  ૐ નમઃ શિવાય