સપ્તપદી

                         આજે માગશર વદ ચોથ

આજનો સુવિચાર:-.દરેક મનુષ્યમાં ખામી હોય છે. જો કોઈ ખામી વિનાનો મિત્ર શોધવા જાય તો તે મિત્ર વિનાનો રહે. આપણે જેમ ખામીથી ભરેલા છીએ છતાં આપણી જાતને ચાહીએ છીએ તેમ આપણા મિત્રોને પણ પ્રેમ કરવો જોઈએ. ——– સાયરસ

હેલ્થ ટીપ્સ:- સૂંઠ નાખી ઉકાળેલા પાણીને પીવાથી શરદીમાં ઘણી રાહત રહે છે.

                               

                              !! શ્રી !!

   લગ્નમાં લેવાતી સાત પ્રતિજ્ઞા

 વિષ્ણુ સ્વરૂપ વર કહે છે—ધનધાન્યની રક્ષા માટે પ્રથમ પગલું ભરાવું છું.
લક્ષ્મીસ્વરૂપ પ્રસન્ન થી વધૂ કહે છે — પરિવારને ધનધાન્યથી ઉત્તમ ભોજનથી સંતુષ્ટ કરીશ.

વિષ્ણુ સ્વરૂપ વર કહે છે—બળપ્રાત્પિ માટે બીજું પગલું ભરાવું છું.
લક્ષ્મીસ્વરૂપ પ્રસન્ન થઈ વધૂ કહે છે — કુટુંબનું પાલન કરીશ – સદા મીઠા વચન બોલીશ. દુઃખમાં ધીરજ ધારણ કરીશ.

વિષ્ણુ સ્વરૂપ વર કહે છે – ધનની વૃદ્ધિ માટે ત્રીજુ પગલું ભરાવું છું.
લક્ષ્મીસ્વરૂપ પ્રસન્ન થઈ વધૂ કહે છે — મન વચન કર્મથી સદાય તમારુ ચિંતન કરીશ.

વિષ્ણુ સ્વરૂપ વર કહે છે—સુખ પ્રાપ્તિ માટે ચોથું પગલું ભરાવું છું.
લક્ષ્મીસ્વરૂપ પ્રસન્ન થી વધૂ કહે છે— તમારી પ્રસન્નતા માટે શ્રંગાર-આભુષણ ધારણ કરીશ.

વિષ્ણુ સ્વરૂપ વર કહે છે—પ્રાણીઓના-પશુઓના સુખ માટે પાંચમું પગલું ભરાવું છું.
લક્ષ્મીસ્વરૂપ પ્રસન્ન થી વધૂ કહે છે— મારી સખીઓ સાથે આપની મંગલ કામના કરતી માતાજીની ભક્તિ કરીશ.

વિષ્ણુ સ્વરૂપ વર કહે છે—જુદીજુદી ઋતુઓનાં જુદાજુદા સુખો માટે છઠ્ઠું પગલું ભરાવું છું.
લક્ષ્મીસ્વરૂપ પ્રસન્ન થી વધૂ કહે છે—યજ્ઞ, હોમ, દાન વગેરે કાર્યોમાં આપ જ્યાં રહેશો ત્યાં હું આપની સેવામાં સાથે રહીશ.

વિષ્ણુ સ્વરૂપ વર કહે છે— સાતેય લોકોમાં મારી આજ્ઞાથી મારી સાથે પતિવ્રતા ધર્મથી સુંદર કીર્તિમાન થજે.
લક્ષ્મીસ્વરૂપ પ્રસન્ન થી વધૂ કહે છે— અહિયાં તમામ સંબંધીઓની સાક્ષીમાં, અગ્નિ અને બ્રાહ્મણદેવની સાક્ષીમાં વિધિપૂર્વક આપ મારા પતિ બન્યા છો તેથી મારા આનંદનો પાર નથી.

                                            ૐ નમઃ શિવાય