રેડિયો પર પોપટવાણી

                           આજે માગશર વદ છઠ્ઠ
આજનો સુવિચાર:-.વાંચનથી વિચાર બદલાય, વિચારથી વ્યહવાર, વ્યહવારથી વ્યક્તિ, વ્યક્તિથી સમાજ, સમાજથી દુનિયા બદલાય છે. માટે દુનિયા બદલવા વાંચન વધારવું જરૂરી છે.

હેલ્થ ટીપ્સ:- અરડૂસીનાં પાનના રસ સાથે મધ લેવાથી ઉધરસ મટે છે.

 

   આજે ‘માનવ અધિકાર દિવસ’ છે. 1950માં આજના દિવસે સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા તમામ રાષ્ટ્રો અને રસ ધરાવતી સંસ્થાઓની ઉપસ્થિતિમાં માનવ અધિકાર દિવસની ઉજવણી કરાઈ હતી.

     આજનો દિવસ નોબલ પુરસ્કારના સ્થાપક અને ડાઈનેમાએટના શોધક ડૉ. આલ્ફ્રેડ નોબેલની પુણ્યતિથી અને બાળ પ્રસારણ દિવસ ગણાય છે.

      રેડિયો આપણી સાથે વાતો કરે છે, ભણાવે છે, સલાહ આપે છે, સવાલો કરે છે, જવાબો આપે છે અને મનોરંજન પૂરૂં પાડે છે. વિશ્વમાં દર વર્ષે 11 ડિસેમ્બર રેડિયો ડે અને 10 ડિસેમ્બર આંતરરાષ્ટ્રીય બાળ પ્રસારણ દિન તરીકે ઊજવાય છે. જોકે હવે તો રેડિયો રમકડાં જેવો થઈ ગયો છે. એનો ઈતિહાસ જાણવા જેવો ખરો.

          વિખ્યાત વિજ્ઞાની ‘માર્કોની’એ જુન,11896માં ઈંગ્લેંડમાં બિનતારી [cordless] પ્રસારણ વ્યવસ્થાની પેટંટ કરાવી ત્યારે ધ્વનિ પ્રસારણનો જન્મ થયો હતો.. રેડિયો સેટસ શોધક માર્કોનીએ પ્રથમવાર ઈંગ્લેંડના ચલ્મફોર્ડ ખાતેથી 23મી ફેબ્રુઆરી 1920ના રોજ પ્રસારણ કરવામાં આવ્યો હતો. ભારતમાં 1926માં ઈંડિયન બ્રોડકાસ્ટિંગ કંપનીની સ્થાપના થઈ હતી. રેડિયો અનેક રૂપે જોવા મળે છે. શરૂઆતમાં વાલ્વવાળા હતાં અને હવે મોબાઈલમાં, ઈંટરનેટ પર, સેટેલાઈટ રેડિયો અને પેનવાળો રેડિયો જોવા મળે છે.

      નવાઈની વાત તો એ છે કે ઈંગ્લેંડમાં આવેલા સરેના ઈગલ રેડિયો સ્ટેશનથી ‘ચિકન જોક્સન’ નામનો પોપટ રેડિયો એનાઉન્સર તરીકે કામ કરે છે. એક નિષ્ણાતની મદદથી ચિકનને એનાઉન્સર તરીકેની તાલિમ આપવામાં આવી છે જે રોજ સવારે આબેહૂબ મહિલાના અવાજે ‘ગૂડ મોર્નિંગ, હેવ અનાઈસ ડે’ શ્રોતાઓને મંત્રમુગ્થ કરે છે. બીજાં ત્રીસેક બોલતાં પોપટને પાછળ મૂકીને ‘ચિકને’ મેદાન મારી આ નોકરી મેળવી લીધી હતી.

      ભારતમાં અત્યારે 19 કરોડ કરતા વધુ રેડિયો સેટ્સ છે. એક સર્વે અનુસાર મુંબઈમાં દરરોજ 44 લાખ અને 34 લાખ દિલ્હીનાં લોકો રેડિયો સાંભળે છે.
                                                                                         
                                                                                               સંકલિત

                                               ૐ નમઃ શિવાય