ઈસુ કથા અને કૃષ્ણ કથા

                          આજે પોષ સુદ એકાદશી

આજનો સુવિચાર:- યુવાનીનો બધો સમય ઘડતરનો, વિકાસનો અને સભાનતાનો છે. એમાંનો એક કલાક પણ એવો નથી જે નિયમિત ધબકતો ન હોય, એમાંની એક પળ પણ જો વીતી ગઈ તો નિશ્ચિત થયેલું કામ ક્યારે થઈ શકતું નથી. — રસ્કિન

હેલ્થ ટીપ્સ:- શરદી પર મરી, તજ અને આદુનો ઉકાળો રાહત આપે છે.

શ્રી રમણ મહર્ષિનો જન્મ 30-12-1879માં દક્ષિણ ભારતમાં અરુણાચલ પર્વતની તળેટીના એક ગામમાં થયો હતો.. કેવળ છઠ્ઠા ધોરણ સુધીનો કરેલો અંગ્રેજીનો અભ્યાસ, પરંતુ સમગ્ર જગતને જ્ઞાન અને અધ્યાત્મનો પ્રકાશ આપ્યો.. સદાય આનંદમગ્ન રહેતા.સદાય ઓછું બોલતા પરંતુ જે કાંઈ બોલતાં તે હ્રદય સોંસરવું ઉતરી જતું. તેઓ તામિલભાષી હતા અને મૂળનામ શ્રી. વેંકટરામ હતું. 25-7-1950માં તેમનું નિર્વાણ થયું હતું.

ગુજરાતી અસ્મિતાને ઉજાગર કરતાં શ્રી કનૈયાલાલ મુનશીનો જન્મ 30-12-1887ને દિવસે ભરુચ ખાતે થયો હતો.. બી.એ.,એલ.એલ.બી.ના અભ્યાસ દરમિયાન ‘ઘનશ્યામ’ના ઉપનામે લેખનકાર્ય ચાલુ કર્યુ હતુ. મુંબઈમાં સંસ્કૃતિ અને સાહિત્યના વિકાસાર્થે તેમણે ‘ભારતીય વિદ્યાભવન’ નામની સંસ્થાની સ્થાપના કરી હતી. ‘ગુજરાતનો નાથ’, ‘જય સોમનાથ’, ‘પૃથ્વીવલ્લભ’, ‘પાટણની પ્રભુતા’, ’લગ્નપાદુકા’,’વેરની વસુલાત’, ‘રાજાધિરાજ’ ‘કૃષ્ણાવતાર’ જેવી ઐતિહાસિક સંદર્ભવાળી નવલકથાઓ લખી ગુજરાતી સાહિત્યને મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.

નથી લાગતું કે ઈશુની કથા અને કૃષ્ણ કથામાં સરખાપણુ છે?????

     

કૃષ્ણને મારવા તત્પર મામો કંસ જ્યારે ઈસુને મારવા તત્પર રાજા હીરોડ. બંનેનો જન્મ રાતે. એકનો જન્મ જેલમાં અને બીજાનો ગમાણમાં.

કૃષ્ણ જન્મ વખતે બાળકીએ આગાહી કરી હતી કે કંસને મારનારો તો જન્મ લઈ ચૂક્યો છે. જ્યારે યુસુફ અને મેરીના આ બાળક ઈસુનો જન્મ થયો ત્યારે પૂર્વ એક ઝળહળતો તારો ઊગી નીકળ્યો અને તારાનાં અભ્યાસીઓએ જણાવ્યું કે રાજાઓનાં રાજાઓનો જન્મ થયો છે જે દુઃખીના દુઃખ દૂર કરશે.

રાજા કંસ અને રાજા હીરોડ બંને સ્વાર્થી અને ઘાતકી. કંસે બાળકોનો સંહાર કરવામાં પાછી પાની કરી ન હતી તેમજ રાજા હીરોડે ઈસુને હેરાન કરવાનાં કોઈપણ પેંતરા બાકી છોડ્યાં ન હતાં.
ઈસુ , યુસુફ અને મેરીને લઈને ભોળું ગધેડું દૂર દૂર મિસરની સુરક્ષિત જગ્યાએ લઈ ગયું જ્યારે કૃષ્ણને વાસુદેવ છાબડીમાં મૂકી યમુના પાર કરાવી ગોકુળ લઈ ગયાં.

આગળની વાતો બંનેની અલગ છે જોકે એકનું મોત ખીલા ઠોકીને થયુ જ્યારે બીજાનું પારધીનાં બાણથી. વાતો તો થઈ પૂર્વ અને પશ્ચિમની. અનુયાયી તો બંનેના એટલા જ છે.

                      ૐ નમઃ શિવાય

One comment on “ઈસુ કથા અને કૃષ્ણ કથા

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s