આજે પોષ વદ પાંચમ
આજનો સુવિચાર:- દરેક દિશાએથી અમને શુભ સુંદર વિચારો પ્રાપ્ત થાઓ — ઋગ્વેદ
હેલ્થ ટીપ્સ:- લીંબુનો રસ દાંત પર ઘસવાથી દાંતમાંથી નીકળતું લોહી બંધ થાય છે.
ઈટાલીનાં ગેલિલીયો ગેલીલીનો જન્મ ઈ.સં. 1564માં થયો હતો અને તેમનું અવસાન 8/1/1642માં થયું હતું. બાળપણથી તેઓ ખૂબ તેજસ્વી વિદ્યાર્થી હતા. 1610 સુધી તેઓ ગણિત ભૂમિતિ અને અવકાશવિજ્ઞાન શીખવતાં રહ્યા. તેમણે જાતે દૂરબીન બનાવ્યું હતું અને તેનાથી આકાશ દર્શન કરતા હતાં. તેમણે ચંદ્રની સપાટી ઊપર પહાડો અને ખીણો આવેલા છે અને કેટલાક પહાડોની ઊંચાઈ માપી હતી. 1618માં તેમણે ભરતી ઓટ અંગે એક નવો સિદ્ધાંત આપ્યો હતો. તેમણે ગુરુનાં ચાર ચંદ્રની શોધ કરી હતી.તેઓ ક્રાંતિકારી વૈજ્ઞાનિક હતાં.
એક રચના
અભિજીત તમે આવો મારા આંગણામાં
મારા સપનાને સાકાર કરવા પધારો
મારા આંગણામાં
તમે મારામાં વહેતો એક જીવનરસ છો
તે જીવનરસ વહેવડાવવા પધારો
મારા આંગણામાં
તમારું પ્રફુલ્લિત મુખ મારો શ્વાસ છે
આપ પ્રાણપંકજ બનીને પધારો
મારા આંગણામાં
અંતિમ શ્વાસે મન પુલકિત કરવા પધારો
મારા આંગણામાં
વિકલ્પ
સુદૃઠ નારી બની છે અબળા,
જુઓ દૃઠતા તૂટી છે આમ,
સન્નારી પગભર થતી,
ભયભીત બની આમ,
જુઓ નારી શક્તિ તૂટે છે આમ,
સમાજને હાથે જ હત્યા અબળાની,
જુઓ હત્યારા સંતાય છે પોષાય છે આમ
—– જાગૃતિ કડકિઆ
ૐ નમઃ શિવાય
અભિજીત કોણ?
LikeLike
ગેલિલિઓ મધ્યયુગીન યુરોપના સૌથી મહાન વૈજ્ઞાનિક. ગુરુત્વાકર્ષણના સિદ્ધાંતનું પ્રેરણાબીજ તેમના પ્રયોગોમાંથી મળે છે. ……
ઝાંખી મંગળા કેરી (ડિસેમ્બર 31) ની તમારી પાંચ મુક્તપંચિકાઓ ભાવમય લાગી …
……. ……. હરીશ દવે અમદાવાદ
LikeLike