ગાજર

                   આજે પોષ વદ છઠ્ઠ

આજનો સુવિચાર:- દરેક મહાન ભૂલોના મૂળમાં અભિમાન જ હોય છે.

હેલ્થ ટીપ્સ:- ચોખાનાં લોટમાં મરીનો ભૂકો નાખી તેને થોડા પાણીમાં ઊકાળી પેસ્ટ બનાવી તેને કપાળ પર લગાડવાથી અધાશીશીમાં રાહત રહે છે.

    શિયાળાનું ઉત્તમ ટોનિક એટલે ગાજર. શિયાળામાં પુષ્કળ પ્રમાણમાં લાલ ગાજર મળતા હોય છે. ગાજરમાં વિટામિન એ અને બીજાં અનેક પોષક તત્વો રહેલાં છે.ગાજર સ્વાસ્થ્ય માટે ખૂબજ ફાયદાકારક છે.

ગાજરમાંથી અનેક વાનગીઓ બને છે. ગાજરનો હલવો તો ખૂબ જ ટેસ્ટી લાગે છે ગાજરનું કચુંબર પણ ખૂબ જ સરસ લાગે છે. બિરિયાની પુલાવમાં પણ ગાજરનો ઉપયોગ થાય છે. આમ અનેક પ્રકારે ગાજર ઉત્તમ છે. ગાજર શરીરને શક્તિ, ઉષ્મા અને પોષણ મળે છે.

લાંબા સમયથી માંદા રહેલા અશક્ત દર્દીઓ માટે ગાજર ઉત્તમ છે. મંદ થઈ ગયેલી પાચનશક્તિને ફરીથી કાર્યશીલ બનાવવા અડધાથી માંડીને ચાર ગ્લાસ જેટલો ગાજરનો રસ દિવસમાં ત્રણથી ચાર વખત પીવડાવી શકાય છે. તેનાથી પાચકશક્તિ વધે છે.

       લોહીબગાડને કારણે ચામડીના રોગ જેવા કે દાદર, ખસ, ખરજવું, શીળસમાં ગાજરનો રસ ઉત્તમ કામ આપે છે. ગાજર પચવામાં હલકા અને ફાઈબ્રોઈડ હોવાને કારણે મળ અને વાયુને નીચે ધકેલે છે જેથી કબજિયાત પર ગાજર ઉત્તમ છે. હરસ મસા પર ગાજરનું શાક સારું કામ આપે છે.

    લાંબો સમય સુધી ગાજરના રસનું સેવન નિસ્તેજ, રુક્ષ ત્વચાને ચમક્દાર, સુંવાળી બનાવે છે. જુના ખરજવા પર ગાજરને છીણીને તેની લુગદી બાંધવાથી ખરજવું મટે છે. ગાજરનું સેવન સ્ત્રીનું માસિક નિયમીત બનાવે છે અને ગર્ભાશયનું સંકોચન કરે છે. બાળકોનું પાચન સુધારી, ભૂખ ઉઘાડે છે. લોહનુ પ્રમાણ વધારે છે. આંખો માટે ગાજર ઉત્તમ છે.

      ગાજરના રસને આદુ-લીંબુના રસ સાથે લઈ શકાય છે. તાજા ફળો જેવાંકે મોસંબી, નારંગી, આંબળા, દ્રાક્ષ, સફરજનનાં રસ સાથે ગાજરનાં રસને ભેળવીને પણ પી શકાય છે. દિવસમાં બે કે ત્રણ વખત ગાજરનો રસ પીવાથી શરીરને નુકશાનકારી નથી પરંતુ તેનો વધુ પડતો ઉપયોગ નુકશાનકારક છે.

                            ‘અતિ સર્વત્ર વર્જતે’
 

                              ૐ નમઃ શિવાય

One comment on “ગાજર

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s