સુખનો ભરોસો શું?

આજે પોષ વદ  એકાદશી

આજનો સુવિચાર:- ઓ ઈશ્વર ! મને હાજરજવાબી જીભ આપવાને બદલે મને હાજરજવાબી હાથ આપો.


હેલ્થ ટીપ્સ:-શિયાળામાં બદામના તેલની માલિશ ઉત્તમ છે.

સુખનો ભરોસો શું? દુઃખનો ભરોસો શું?
ક્યારે આવે ને ક્યારે જાય !

જીવનને એક લ્હાવો જાણો
પળ પળને જીવ મ્હાણો

રણમાં રેતીનાં જો વૃક્ષો તડકે છાયા જાણો
બે આસુંએ વહેતી નદીઓ તરતા અમૃત જાણો
નૂરનો ભરોસો શું? પૂરનો ભરોસો શું
ક્યારે આવે ને ક્યારે જાય !

અંધાધૂંધી એ જ સંબંધો કુદરત ધરતી વિધ વિધ રંગો
મનની માયા પણ બહુરંગી સાચા જૂઠા લાગે સંબંધો
માયાનો ભરોસો શું? છાયાનો ભરોસો શું?
ક્યારે આવે ને ક્યારે જાય !

કવિ:- કનુ રાવલ        સંગીત:- નવિન શાહ                     


  નમઃ  શિવાય